તેઓ એકત્ર થયા હતા ત્યારે તેમણે તેમને આ આજ્ઞા આપી: “યરુશાલેમથી જતા નહિ, પણ મારા પિતાએ જે ભેટ આપવાનું વરદાન આપ્યું છે, અને જે વિષે મેં તમને કહ્યું છે, તે મળે ત્યાં સુધી તેની રાહ જોજો. યોહાને પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું હતું, પણ થોડા દિવસ પછી પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરાશે.”