1
ઉત્પત્તિ 32:28
પવિત્ર બાઇબલ C.L.
ત્યારે તેણે કહ્યું, “હવે તારું નામ યાકોબ નહિ, પણ ઇઝરાયલ (ઈશ્વર સાથે જંગ ખેલનાર) કહેવાશે. કારણ, ઈશ્વરની તથા માણસોની સાથે યુદ્ધ કરીને તું જીત્યો છે.”
Compare
Explore ઉત્પત્તિ 32:28
2
ઉત્પત્તિ 32:26
પેલા માણસે કહ્યું, “સવાર થવા આવ્યું છે એટલે મને જવા દે.” પણ યાકોબે કહ્યું, “મને આશિષ આપો, નહિ તો હું તમને જવા દેવાનો નથી.”
Explore ઉત્પત્તિ 32:26
3
ઉત્પત્તિ 32:24
આમ, યાકોબ એકલો પાછળ રહી ગયો અને સૂર્યોદય થયો ત્યાં સુધી એક પુરુષે તેની સાથે કુસ્તી કરી.
Explore ઉત્પત્તિ 32:24
4
ઉત્પત્તિ 32:30
યાકોબે કહ્યું, “મેં ઈશ્વરને પ્રત્યક્ષ જોયા છે, તોપણ મારો જીવ બચ્યો છે.” આથી તેણે એ સ્થળનું નામ ‘પનીએલ’ (ઈશ્વરનું મુખ) પાડયું.
Explore ઉત્પત્તિ 32:30
5
ઉત્પત્તિ 32:25
જ્યારે પેલા પુરુષે જોયું કે તે પોતે યાકોબને હરાવી શક્તો નથી ત્યારે તે તેની જાંઘના સાંધાને અડકયો, એટલે તેની સાથે કુસ્તી કરતી વખતે યાકોબની જાંઘનો સાંધો ઊતરી ગયો.
Explore ઉત્પત્તિ 32:25
6
ઉત્પત્તિ 32:27
એટલે, પેલા પુરુષે પૂછયું, “તારું નામ શું છે?” કહ્યું. “યાકોબ”
Explore ઉત્પત્તિ 32:27
7
ઉત્પત્તિ 32:29
યાકોબે કહ્યું, “કૃપા કરીને મને તમારું નામ કહો.” પણ તેણે કહ્યું, “તું મારું નામ શા માટે પૂછે છે?” પછી તેણે યાકોબને આશિષ આપી.
Explore ઉત્પત્તિ 32:29
8
ઉત્પત્તિ 32:10
તમે તમારા આ સેવક પ્રત્યે જે એકધારો પ્રેમ અને નિષ્ઠા બતાવ્યાં છે તેને માટે હું લાયક નથી. કારણ, માત્ર મારી લાકડી લઈને મેં આ નદી ઓળંગી હતી. પણ આજે મારી પાસે આ બે જૂથ છે.
Explore ઉત્પત્તિ 32:10
9
ઉત્પત્તિ 32:32
પેલા પુરુષે યાકોબની જાંઘના સાંધાને સ્પર્શ કર્યો હતો તેથી ઇઝરાયલીઓ આજ સુધી જાંઘના સાંધાનો સ્નાયુ ખાતા નથી.
Explore ઉત્પત્તિ 32:32
10
ઉત્પત્તિ 32:9
તે બોલ્યો, “હે પ્રભુ, મારા પૂર્વજ અબ્રાહામના ઈશ્વર તથા મારા પિતા ઇસ્હાકના ઈશ્વર, તમે જ મને કહ્યું હતું કે, ‘તું તારા વતનમાં તારા લોકની પાસે પાછો જા, અને હું તારું ભલું કરીશ.
Explore ઉત્પત્તિ 32:9
11
ઉત્પત્તિ 32:11
મને મારા ભાઈ એસાવના હાથમાંથી બચાવો, કારણ, મને તેની બીક લાગે છે. કદાચ, તે આવીને મને તેમ જ મારી પત્નીઓ અને બાળકોને પણ મારી નાખે.
Explore ઉત્પત્તિ 32:11
Home
Bible
Plans
Videos