ખુબ સમય લુગુ તોઅ નાય માન્યો, પેન છેલ્લે ન્યાય કેનારાહા પોતા મનુમે વિચારીને આખ્યો, આંય નાહ પરમેહેરુકી બીતો, આને માંહે કાય વિચારી તીયા ચિંતા નાહ કેતો; તેબી એ વિધવા બાય માને કિદરાવ્યા કેહે, ઈયા ખાતુર આંય તીયુ ન્યાય કેહે, કા એહકી નાય વેઅ કા તે ઘેળી-ઘેળી આવીને છેલ્લે માને ખુબ પરેશાન કી ટાકે.