જાંહા ઇસુ એક ગાંવુમે આથો, તાંહા કોડુ કી પોરાલો એક માંહુ આલો, આને તોઅ ઇસુલે હીને તીયા પાગે પોળ્યો, આને વિનંતી કેયી, “ઓ પ્રભુ તોઅ મરજી વેઅ તા તુ માન ચોખ્ખો કી સેકતોહો.” ઇસુહુ આથ લાંબો કીને, તીયાલે આથલ્યો, આને આખ્યો, “માંઅ મરજી હાય તુ હારો વી જો” આને તીયા કોડ તુરુતુજ જાતો રીયો.