તાંહા શૈતાન તીયાલે ઉચામ ઉચા ડોગુપે લી ગીયો, આને તીયાલે એકુજ ઘેળી જગતુ બાદે રાજ્યે દેખાવ્યે. આને શૈતાનુહુ ઇસુલે આખ્યો, “આંય ઓ બાદો અધિકાર, આને માલ-મિલકત તુલ દેહે, કાહાકા ઇ માન હોપલો હાય, આને માઅ મરજી વેઅ, તીયાલે આંય દી સેકુહુ. કાદાચ તુ માઅ આરાધના કીહો, તા ઇ બાદો તોઅ વી જાંય.” ઇસુહુ તીયાલે જવાબ દેદો, “ઇ બી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય કા: ‘તુ ખાલી તોઅ પ્રભુ પરમેહેરુજ આરાધના કે; આને ખાલી તીયાજ સેવા કે.’”