YouVersion Logo
Search Icon

નિર્ગમન 9

9
5. પશુઓમાં મરકી
1અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુનની હજૂરમાં જઈને તેને કહે, ‘હિબ્રૂઓનો ઈશ્વર યહોવા એમ કહે છે કે મારા લોકોને મારી સેવઅ કરવા માટે જવા દે. 2કેમ કે જો તું તેમને જવા દેવાનો ઈનકાર કરશે, ને હજી પણ તેમને રોકી રાખશે, 3તો જો, ખેતરમાંનાં તારાં પશુઓ ઉપર, એટલે ઘોડાં ઉપર તથા ગધેડાં ઉપર તથા ઊંટો ઉપર તથા ઢોરઢાંક ઉપર તથા ઘેટાંબકરં ઉપર યહોવાનો હાથ આવ્યો જાણજે; બહુ ભારે મરકી [આવશે]. 4અન યહોવ ઇઝરાયલનાં ઢોરને મિસરીઓનાં ઢોરથી અલાહિદા રાખશે. અને ઇઝરાયલીઓના સર્વસ્વમાંથી કોઈ મરશે નહિ.’” 5અને યહોવાએ અમુક મુદત ઠરાવીને કહ્યું, “યહોવા આ દેશમાં એ કાર્ય કાલે કરશે.” 6અને તેને બીજે દિવસે યહોવાએ તે પ્રમાણે કર્યું, અને મિસરનાં સર્વ ઢોર મરી ગયાં; પણ ઇઝરાયલી લોકોનાં ઢોરમાંથી એક પણ મર્યું નહિ. 7અને ફારુને માણસ મોકલીને [તપાસ કરાવી] તો જુઓ, ઇઝરાયલીઓનાં ઢોરમાંથી એક પણ મર્યું નહોતું. પણ ફારુનનું હ્રદય હઠીલું હતું, માટે તેણે લોકોને જવા દીધા નહિ.
ગૂમડાં
8અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “તમે મુઠ્ઠીની રાખ લો, અને તે મૂસા ફારુનના જોતાં આકાશ તરફ ઉડાડે. 9અને તે બારીક ભૂકારૂપે આખા મિસર દેશમાં પ્રસરી જશે, અને તેથી આખા મિસર દેશના માણસોને તથા ઢોરઢાંકને ગૂમડાં થશે.” 10અને તેઓ ભઠ્ઠીની રાખ લઈને ફારુનની આગળ ઊભા રહ્યા. અને મૂસાએ તે આકાશ તરફ ઉડાડી; અને માણસોને તથા પશુઓને #પ્રક. ૧૬:૨. ગૂમડાંરૂપે તે ફૂટી નીકળી. 11અને જાદુગરો ગૂમડાંના કારણથી મૂસાની આગળ ઊભા રહી શક્યા નહિ. કેમ કે જાદુગરોને તેમ જ સર્વ મિસરીઓને ગૂમડાં થયાં હતાં. 12અને યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, અને યહોવાએ મૂસાને કહ્યું હતું તેમ તેણે તેઓનું માન્યું નહિ.
૭. કરા
13અને યહોવાએ મૂસાને કહ્યું, “સવારે વહેલો ઊઠીને ફારુનની આગળ ઊભો રહે; અને તેને કહે, ‘હિબ્રૂઓનો ઈશ્વર યહોવા એમ કહે છે કે, મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે. 14કેમ કે આ વખતે મારા બધા અનર્થો હું તારા હ્રદય ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર મોકલીશ; એ માટે કે તું જાણે કે આખી પૃથ્વીમાં મારા જેવો કોઈ નથી. 15કેમ કે અત્યાર સુધીમાં મેં મારા હાથ લંબાવીને તારા ઉપર તથા તારી પ્રજા ઉપર મરકીનો માર આણ્યો હોત, તો તું ભૂમિ ઉપરથી નષ્ટ થઈ જાત. 16પણ #રોમ. ૯:૧૭. નિશ્ચે મેં તને એ માટે નિભાવી રાખ્યો છે કે હું તને મારું પરાક્રમ બતાવું, અને આખી પૃથ્વી ઉપર મારું નામ પ્રગટ કરાય. 17શું હજી પણ તું મારા લોકો ઉપર ગર્વ કરીને તેઓને જવા દેતો નથી.? 18જો, કાલે આસરે આ સમયે હું એવા ભારે કરા વરસાવીશ, કે જેવા કરા મિસરનું [રાજ્ય] સ્થપાયું તે દિવસથી તે આજ સુધીમાં પડયા નથી. 19એ માટે માણસ મોકલીને તારાં ઢોર તથા ખેતરમાં તારું જે કોઈ હોય, તે સર્વને તાકીદે ઘેર બોલાવી મંગાવ; કેમ કે જે માણસ કે ઢોર ખેતરમાં મંગાવ; કેમ કે જે માણસ કે ઢોર ખેતરમાં હશે, ને ઘેર લાવવામાં આવ્યું નહિ હોય, તે પ્રત્યેક ઉપર કરા પડશે ને તેઓ મરી જશે.’” 20પછી ફારુનના સેવકોમાંના જે જે યહોવાની વાણી ગણકારી નહિ તે બધાઅએ પોતાના સેવજોને તથા ઢોરને ઘેર હાંકી લાવ્યા. 21અને જે કોઈએ યહોવાની વાણી ગણકારી નહિ તે બધાએ પોતાના સેવકોને તથા ઢોરને ખેતરમાં રહેવા દીધાં.
22અને યહોવાએ મૂસાને કહ્યું, “તું તારો હાથ આકાશ તરફ લાંબો કર કે, આખા મિસર દેશમાં માણસો ઉપર તથા ઢોર ઉપર તથા ખેતરની પ્રત્યેક વનસ્પતિ ઉપર કરા પડે.” 23અને મૂસાએ પોતાની લાકડી આકાશ તરફ ઊંચી કરી. અને યહોવાએ ગર્જના તથા કરા મોકલ્યાં, અને પૃથ્વી ઉપર અગ્નિ ધસી આવ્યો; અને યહોવાએ મિસર દેશ ઉપર કરા વરસાવ્યા. 24તેથી #પ્રક. ૮:૭; ૧૬:૨૧. કરા પડયા, તથા કરાની સાથે અગ્નિ ભેળસેળ હતો, તે [કરા] એવા ભારે હતા કે તે પ્રજા સ્થપાઈ ત્યારથી આખા મિસર દેશમાં એવા પડયા નહોતા. 25અને આખા મિસર દેશમાં જે સર્વ માણસો તથા પશુઓ ખેતરોમાં હતાં તેઓ કરાથી માર્યા ગયાં. અને કરાએ ખેતરોમાંની સર્વ વનસ્પતિનો નાશ કર્યો, તથા ખેતરોમાંનાં સર્વ ઝાડ ભાંગી નાખ્યાં. 26માત્ર ગોશેન દેશ જ્યાં ઇઝરાયલી લોકો રહેતા હતા ત્યાં કરા પડયા નહિ.
27અને ફારુને માણસ મોકલીને મૂસા તથા હારુનને બોલાવ્યા, ને તેઓને કહ્યું, “મેં આ વખત પાપ કર્યું છે. યહોવા ન્યાયી છે, ને હું તથા મારા લોક દુષ્ટ છીએ. 28યહોવાની વિનંતી કરો; કેમ કે આ ભયંકર ગર્જના તથા કરાથી તો હવે હદ વળી ગઈ! અને હું તમને જવા દઈશ, ને હવે પછી તમારે અહીં રહેવું નહિ પડે.” 29અને મૂસાએ તેને કહ્યું, “હું નગરમાંથી નીકળીને તરત યહોવાની તરફ મારા હાથ ઊંચા કરીશ. અને ગર્જના બંધ પડશે, ને કરા પડતા રહી જશે; એ માટે કે તમે જાણો કે પૃથ્વી યહોવાની છે. 30પણ તમારા વિષે તથા તમારા સેવકો વિષે હું જાણું છું કે તમે યહોવા ઈશ્વરથી હજી પણ ડરવાના નથી.” 31અને શણ તથા જવ ખૂંદાઈ ગયાં; કેમ કે જવ નીંઘલાવા આવ્યા હતા, ને શણને ફૂલ આવ્યાં હતાં. 32પણ ઘઉં તથા કઠોળ ખૂંદાઈ ગયાં નહિ; કેમ કે તેઓ મોટાં થયાં નહોતાં. 33અને મૂસાએ ફારુનની પાસેથી નગર બહાર જઈને યહોવાની તરફ પોતાના હાથ પસાર્ય; તેથી ગર્જના તથા કરા બંધ પડયાં, ને મૂશળધાર વરસાદ બંધ થયો. 34અને ફારુને જોયું કે વરસાદ તથા કરા તથા ગર્જના બંધ પડયાં છે, ત્યારે તેણે તથા તેના સેવકોએ અધિક પાપ કરીને પોતાનાં હ્રદય હઠીલાં કર્યાં. 35અને ફારુનનું હ્રદય હઠીલું થયું, અને જેમ યહોવાએ મૂસાની મારફતે કહ્યું હતું, તેમ ફારુને ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in