YouVersion Logo
Search Icon

નિર્ગમન પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
નિર્ગમન એટલે બહાર જવું; મિસર દેશની બહાર નીકળી આવ્યા તે. ઇઝરાયલ પ્રજાએ સેંકડો વર્ષો સુધી મિસર દેશની બહાર નીકળી આવ્યા તે. ઇઝરાયલ પ્રજાએ સેંકડો વર્ષો સુધી મિસર દેશમાં ત્યાંની રાજસત્તા નીચે ગુલામગીરી કરી. એ પછી મૂસાની આગેવાની નીચે આ ગુલામીમાંથી છૂટકારો મેળવીને કનાન દેશ તરફ‍ પ્રયાણ કર્યું. ઇઝરાયલ પ્રજાના જીવન અને ઇતિહાસમાં આ પ્રયાણ અથવા ‘નિર્ગમન’ કેન્દ્રીય સ્થાને છે. આ ઉપરથી પુસ્તકનું નામ ‘નિર્ગમન રાખવામાં આવ્યું છે.
પુસ્તકમાં ચાર ભાગ સ્પષ્ટ દેખાય છે.
1 (૧) હિબ્રૂ લોકો ગુલામગીરીમાંથી છુટકારો પામે છે;
(૨) આ હિબ્રૂ લોકોની સિનાઈ પર્વત તરફની મુસાફરી;
(૩) સિનાઈ પર્વત આગળ ઈશ્વરે પોતાના લોકો સાથે કરાર કર્યો; અને એ કરાર દ્વારા ઈશ્વરે તેમને નૈતિક, રાષ્ટ્રીય, સામાજિક, અને ધાર્મિક કાયદાઓ આપ્યા. આ નિયમશાસ્‍ત્ર આ લોકોના દૈનિક જીવનની કાયમની આચારસંહિતા બની રહી; અને
(4) ઇઝરાયલ લોકોનાં ભજન-ભક્તિ માટેનું સ્થાન (મુલાકાતમંડપ), એને બાંધવું, એનો સરસામાન તૈયાર કરવો, અને એમાં સેવાકાર્ય કરતા યાજકો માટેના તેમ જ ઈશ્વર-સેવાના નિયમો અને વિધિઓ ઠરાવવા.
હિબ્રૂ કે યહૂદી કે ઇઝરાયલ એ જુદાં જુદાં નામો આ એક જ પ્રજાનાં છે. કનાન દેશ પાછળથી પાલેસ્તાઇન તરીકે જાણીતો થયો. આજનો ઇઝરાયલ દેશ કનાનના મોટ ભાગના પ્રદેશનો બનેલો છે.
સૌથી વિશેષ તો, ઈશ્વરે પોતાના લોકોને ગુલામીમાંથી છોડાવવા શું શું કર્યું, અને રણપ્રદેશની મુસાફરીમાં તેમને કેવી રીતે કેળવીને એક રાષ્ટ્ર તરીકે સ્થાપન કર્યા તેનું વર્ણન પુસ્તકમાં આપવામાં આવ્યું છે. પુસ્તકમાં કોઈ માનવી વ્યક્તિ કેન્‍દ્રીય સ્થાને હોય તો તે મૂસા છે. ઈશ્વરે મૂસાને પસંદ કર્યો, તૈયાર કર્યો, અને ઇઝરાયલીઓને મિસરની ગુલામીમાંથી છોડાવવા તેને વાપર્યો. પુસ્તકનો સૌથી વાપર્યો. પુસ્તકનો સૌથી વધુ જાણીતો ભાગ ૨૦મા અધ્યાયની “દશ આજ્ઞાઓ” છે.
રૂપરેખા :
મિસરમાંથી ઇઝરાયલીઓની મુક્તિ ૧:૧-૧૫:૨૧
ક. મિસરમાં ગુલામી ૧:૧-‍ ૨૨
ખ. મૂસાનો જન્મ અને યુવાકાળ ૨:૧-૪:૩૧
ગ. મૂસા અને તેના ભાઈ હારુનનો મિસરના રાજાને પડકાર ૫:૧-૧૧:૧૦
ઘ પાસ્ખાયજ્ઞ અને મિસરમાંથી વિદાય ૧૨:૧-૧૫:૨૧
રાતા સમુદ્રથી સિનાઈ પર્વત સુધીની મુસાફરી ૧૫:૨૨-૧૮:૨૭
નિયમશાસ્‍ત્ર અને કરાર ૧૯:૧-૨૪:૧૮
મુલાકાતમંડપ અને ભક્તિ તથા યજ્ઞયાગ સંબંધીની સૂચનાઓ ૨૫:૧-૪૦:૩૮

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in