YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 25

25
ઇબ્રાહિમના અન્ય વંશજ
(૧ કાળ. ૧:૩૨-૩૩)
1અને ઇબ્રાહિમે ફરી પત્ની કરી કે, જેનું નામ કટૂરા હતું. 2અને તેને પેટે ઝિમ્રાન તથા યોકશાન તથા મદાન તથા મિદ્યાન તથા યિશ્બાક તથા શૂઆ, એ દિકરા તેને થયા. 3અને યોકશાનથી શબા તથા દદાન થયા. અને આશૂરિમ તથા લટુશીમ તથા લૂમીમ એ દદાનના દિકરા હતા. 4અને એફા તથા એફેર તથા હનોખ તથા અબીદા તથા એલ્દાહ એ મિદ્યાનના દિકરા. એ સર્વ કટૂરાના ફરજંદ હતાં. 5અને ઇબ્રાહિમે પોતાનું જે સર્વસ્વ હતું તે ઇસહાકને આપ્યું. 6પણ ઇબ્રાહિમની ઉપપત્નીના દિકરાઓને ઇબ્રાહિમએ કેટલીક બક્ષિસો આપીને તેઓને પોતાની હયાતીમાં પોતાના દિકરા ઇસહાક પાસેથી પૂર્વ તરફના દેશમાં મોકલી દીધા. 7અને ઇબ્રાહિમે જે આયુષ્ય ભોઉવ્યું તેનાં વર્ષ એકસો પંચોતેર હતાં.
ઇબ્રાહિમનું મૃત્યુ અને દફન
8ત્યારે પછી ઇબ્રાહિમે પ્રાણ મૂક્યો, અને વૃદ્ધ તથા પાકટ વયનો થઈને તે બહુ ઘડપણમાં મરણ પામ્યો; અને તે પોતાના પૂર્વજોની સાથે મળી ગયો. 9અને તેના દિકરા ઇસહાકે તથા ઇશ્માએલે માખ્પેલાની ગુફામાં, એટલે મામરેની સામે સોહાર હિત્તીના દિકરા એફ્રોનના ખેતરમાં, તેને દાટયો. 10#ઉત. ૨૩:૩-૧૬. હેથના દિકરાઓ પાસેથી જે ખેતર ઇબ્રાહિમે વેચાતું લીધું હતું, તેમાં ઇબ્રાહિમ તથા તેની પત્ની સારા દટાયાં. 11અને એમ થયું કે ઇબ્રાહિમના મરણ પછી તેના દિકરા ઇસહાકને ઈશ્વરે આશીર્વાદ આપ્યો; અને ઇસહાક બેર-લાહાય-રોઈ પાસે રહ્યો.
ઇશ્માએલના વંશજ
(૧ કાળ. ૧:૨૮-૩૧)
12હવે ઇબ્રાહિમનો દીકરો ઇશ્માએલ જે સારાની દાસી હાગાર મિસરીને પેટે ઇબ્રાહિમથી જન્મ્યો હતો, તેની વંશાવાળી આ છે: 13અને ઇશ્માએલના દિકરાઓનાં નામ, પોતપોતાનાં નામ તથા પોતપોતાની પેઢીઓ પ્રમાણે આ છે: એટલે ઇશ્માએલનો પ્રથમજનિત નબાયોથ, પછી કેદાર તથા આદબેલ તથા મિબ્સામ, 14ને મિશમા તથા દુમા તથા માસ્સા; 15અને હદાદ તથા તેમા તથા યટુર તથા નાફીશ તથા કેદમા. 16ઇશ્માએલના દિકરા એ, ને તેઓનાં ગામો તથા મુકઅમો પ્રમાણે તેઓનાં નામ એ હતાં; અને તેઓ તેઓનાં કુળોના બાર સરદારો હતા. 17અને ઇશ્માએલના આયુષ્યનાં વર્ષ એક સો આડત્રીસ હતાં; અને તે પ્રાણ છોડીને મરી ગયો, ને તેના પૂર્વજોની સાથે મળી ગયો. 18અને હવીલાથી આશૂર જતાં મિસર દેશની સામેના શૂર સુધી તેઓ વસ્યા હતા; અને તે પોતાના સર્વ ભાઈઓની સામે વસ્યો હતો.
એસાવ અને યાકૂબનો જન્મ
19અને ઇબ્રાહિમના દિકરા ઇસહાકની વંશાવાળી આ છે: ઇબ્રાહિમથી ઇસહાક થયો: 20અને ઇસહાક અરામી લાબાનની બહેન પાદાનારામના અરામી બથુએલની દીકરી રિબકા સાથે પરણ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો. 21અને ઇસહાકની પત્ની નિ:સંતાન હતી માટે તેણે તેને માટે યહોવાની પ્રાર્થના કરી. અને યહોવાએ તેની પ્રાર્થના માન્ય કરી, ને તેની પત્ની રિબકા ગર્ભવતી થઈ. 22અને છોકરાઓએ તેના પેટમાં બાઝાબાઝ કરી; અને તેણે કહ્યું, “જો એમ છે તો હું કેમ જીવતી છું?” અને તે યહોવાને પૂછવા ગઈ.
23અને યહોવાએ તેને કહ્યું,
“તારા પેટમાં બે કુળ છે,
ને તારા પેટમાંથી જ
બે પ્રજાઓ ભિન્‍ન થશે;
અને એક પ્રજા બીજી પ્રજા કરતાં
બળવાન થશે;
અને #રોમ. ૯:૧૨. મોટો નાનાનો દાસ થશે.”
24અને તેની ગર્ભાવસ્થાના દિવસ પૂરા થયા, ત્યારે જુઓ, તેના પેટમાં જોડકું હતું. 25અને પહેલો લાલ નીકળ્યો, તે તમામ રૂઆંટીવાળા લૂગડા સરખો હતો; અને તેઓએ તેનું નામ એસાવ પાડયું. 26ત્યાર પછી તેનો ભાઈ એસાવની એડી હાથમાં પકડીને નીકળ્યો; અને તેનું નામ યાકૂબ પાડવામાં આવ્યું. અને તેણે તેઓને જન્મ આપ્યો, ત્યારે ઇસહાક સાઠ વર્ષનો હતો.
એસાવ પોતાનો જયેષ્ઠપણાનો હકક વેચે છે
27અને તે છોકરા મોટા થયા : અને એસાવ‍ચતૂર શિકારી તથા જંગલમાં ફરનાર માણસ હતો, પણ યાકૂબ સુંવાળો માણસને માંડવાઓમાં રહેનાર હતો. 28ઇસહાક એસાવ પર પ્રેમ કરતો હતો, કેમ કે તે તેનો શિકાર ખાતો હતો; પણ રિબકા યાકૂબ પર પ્રેમ કરતી હતી. 29હવે યાકૂબે શાક રાંધ્યું હતું; એવામાં એસાવ ખેતરમાંથી આવ્યો, ને તે થાકેલો હતો, 30અને એસાવે વિનંતી કરીને યાકૂબને કહ્યું, “પેલા લાલ શાકમાંથી મને ખાવાને આપ, કેમ કે હું નિર્ગત થઈ ગયો છું;” માટે તેનું નામ #૨૫:૩૦અદોમ:“લાલ.” “અદોમ કહેવાયું. 31અને યાકૂબે કહ્યું, “આજે તું તારું જયેષ્ઠપણું મને વેચાતું આપ.” 32અને એ જયેષ્ઠપણું મારા શા કામમાં આવવાનું છે?” 33અને યાકૂબે કહ્યું “આજે મારી આગળ સમ ખા; અને #હિબ. ૧૨:૧૬. પોતાનું જયેષ્ઠપણું યાકૂબને વેચી દીધું. 34અને યાકૂબે એસાવને રોટલી તથા દાળનું બનાવેલું શાક આપ્યાં. અને તેણે ખાધું તથા પીધું, ને ઊઠીને ચાલ્યો ગયો. એમ એસાવે પોતાનું જયેષ્ઠપણું હલકું ગણ્યું.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in