YouVersion Logo
Search Icon

લુક 19

19
જાખી ગોઓ ઈસુ
1ઈસુ એને ચ્યા શિષ્ય એને લોકહા ટોળો યેરીખો શેહેરામાઅને જાય રિઅલો આતો. 2તાં જાખી નાંવા યોક માટડો આતો, તો કર લેનારાહા મુખ્ય આતો એને માતલો આતો. 3તો ઈસુ કોહડો હેય તી એરા માગતો આતો, બાકી ઈસુઆરે લોકહા બોજ મોઠો ટોળો આતો ચ્યા લીદે તો ચ્યાલ નાંય એઇ હોક્યો, કાહાકા તો વાય નિચો માટડો આતો. 4તોવે તો ઈસુવાલ એરાહાટી આગલા દાંહાદી ગીયો ને તો યોક ઉંબા જાડાવોય ચોડી ગીયો, કાહાકા ઈસુ ચ્યેજ વાટે જાનારો આતો. 5જોવે ઈસુ ચ્યા જાડા હી પોઅચ્યો, જાં જાખી આતો, તોવે ચ્યાય ઉચે નોજાર કોઇન ચ્યાલ આખ્યાં, “ઓ જાખી, તું માહારી નિચે ઉતી યે; કાહાકા માન આજે તો ગોઓ યેઅના જરુરી હેય.” 6જાખી તારાતુજ ઉત્યો તો ઈસુલ ગોઓ લેય ગીયો, એને બોજ આનંદાકોય ચ્યા આદર કોઅયો.
7ઈ દેખીન બોદાજ લોક ટુટરાં લાગ્યા, એને ચ્યા આખે કા, “તો તે યોક પાપી માઅહા ગોઓ ગીયહો.”
8જોવે ચ્યા ખાં બોઠલા આતા તોવે જાખી ઉબા રોઇન પ્રભુ ઈસુવાલ આખ્યાં, “ઓ પ્રભુ, એએ, મા આરદી મિલકાત ગોરગોરીબાહાલ દેય દાહું, એને માયે કાદા પાયને બી ખોટયેરીતે કર લેદા ઓરીતે ચ્યાલ ચાર ગોણા પાછો દિહી.” 9તોવે ઈસુવે ચ્યાલ આખ્યાં, “આજે યા ગોઆ લોકહા તારણ જાયહાં, યાહાટી કા ઓ બી આબ્રાહામા યોક પીડી માઅને હેય.” 10“કાહાકા આંય, માઅહા પોહો ટાકાય ગીઅલાહાન હોદાહાટી એને ચ્ચાહા બોચાવ કોઅરા યેનહો.”
દોહો સિક્કાહા દાખલો
(માથ્થી 25:14-30)
11જોવે લોક ઈ વોનાય રીઅલા આતા, તોવે ઈસુય ચ્યા વાત આખના ચાલુ રાખી એને ચ્યાય યોક દાખલો આખ્યો, યાહાટી આમી તો યેરૂસાલેમ શેહેર પાહીજ આતો, એને લોક હુમાજતા આતા કા આમી પોરમેહેરા રાજ્ય સુરુ ઓઅનારા હેય. 12ઈસુવે આખ્યાં, “યોક માલદાર માઅહું દુર દેશામાય જાતા રોહે યાહાટી કા તીં તાઅને રાજપદ મીળવીન પાછા ફિરી યેય.” 13ચ્યાય ચ્યા ચાકારાહામાઅને દોહો જાંઆહાન હાદિન દોહો સિક્કા દેના એને આખ્યાં, કા મા પાછા ફિરી યેયના તાંવ તુમા લેન દેન કોઅજા. 14“બાકી ચ્યા ગાવામાય રોનારા ચ્યાઆરે વિરુદ કોઅતા આતા, એને ચ્યાપાય ચ્યાહાય નિરોપ્યા દોવાડીન આખી દેના કા, આમહાન ઈ નાંય જોજે કા તો યી એને આમહાવોય રાજ કોએ.”
15“જોવે તો રાજપદ મીળવીન પાછો યેનો, તોવે એહેકોય જાયા કા ચ્યે ચ્યા ચાકારાહાન જ્યાહાલ ચ્યાય સિક્કા દેનલા, ચ્યા સિક્કહાથી ચ્યાહાય કાય લેન-દેન કોઅયા એને યાહાય કાય કામાવ્યા ચ્યા ઇસાબ લાંહાટી હાદ્યા. 16તોવે પેલ્લે યેયન આખ્યાં, ઓ માલિક, ‘તો દેનલા સિક્કાકોય માયે બિજા દોહો સિક્કા કામાવ્યાહા.’ 17તોવે ચ્યે ચ્યાલ આખ્યાં, ધન્ય ઓ બોજ હારો ચાકાર તું બોજ થોડામાય ઈમાનદાર નિંગ્યો ચ્યાહાટી તું દોહો શેહેરાહા ઓદિકાર ચાલાડ. 18બીજાય યેયન આખ્યાં, ઓ માલિક, તો દેનલા સિક્કાકોય માયે બિજા પાચ સિક્કા કામાવ્યાહા. 19તોવે ચ્યે ચ્યાલબી આખ્યાં કા, તુંબી પાચ શેહેરાહાવોય ઓદિકાર ચાલાડ. 20તીજાંય યેયન આખ્યાં, ‘ઓ માલિક, એએ તો ઈ હેય, જ્યાલ માયે ફાડકામાય બાંદી થોવ્યેલ. 21કાહાકા આંય તોઅથી બિઅતો આતો, યાહાટી કા તું બોજ કોડાક માઅહું હેય; જીં તુયે નાંય થોવ્યહા તી તું ઇસી લેતહો એને જીં તુયે નાંય પોઅયાહાં, ચ્યાલ વાડતોહો.’ 22માલિકાય ચ્યાલ આખ્યાં, ઓ નોકામ્યા ચાકાર, આંય તોજ વાતેકોય તુલ દોષી ઠોરાવતાહાવ, તું માન જાંઅતો આતો કા આંય કોડાક માઅહું હેય, જાં માયે નાંય થોવ્યેલ તાંઅરે આંય લાહુ એને માયે નાંય પોઅયા ચ્યાલ આંય વાડતાહાવ. 23તે તું મા દેનલા રૂપિયા સાવકારાપાય કાહાનાય થોવી દેનેલ, થોવલા રોતા તે આંય યેયન ચ્યાહા પાયને વિયાજ હાતે લેય લેતો. 24એને જ્યા લોક પાહાય ઉબલા આતા, ચ્યાહાન ચ્યાય આખ્યાં, તો સિક્કો ચ્યા પાયને લેય લીયા, એને જ્યાપાંય દોહો સિક્કા હેય ચ્યાલ દેય દિયા. 25ચ્યાહાય આખ્યાં, ‘ઓ માલિક ચ્યાપાય દોહો સિક્કા તે હેતાજ.’ 26‘આંય તુમહાન આખતાહાવ કા જ્યા પાય હોમાજ હેય, તો વોદારી હોમાજ મેળવી, બાકી જ્યાપાંય જીં વોછીબી હોમાજ ઓરી તીં બી ચ્યાપાઅને ખોવાય જાય. 27બાકી મા જ્યા વિરુદ કોઅનારા જ્યાહાન નાંય ગોમ્યા કા આંય ચ્યાહાવોય રાજ્ય કોઉ, ચ્યાહાન મા આગલા લેય યા એને માઆઇ ટાકાં.’”
યેરૂસાલેમ શેહેરામાય ઈસુવા વિજયા પ્રવેશ
(માથ્થી 21:1-11; માર્ક 11:1-11; યોહા. 12:12-19)
28યો વાતો પુર્યો કોઇન ઈસુ યેરૂસાલેમ શેહેરા એછે શિષ્યહા આગલા-આગલા ચાલ્યો. 29જેહેકોય ઈસુ એને ચ્યા શિષ્ય યેરૂસાલેમ શેહેરા પાહી યેના, તોવે ચ્યા બેતફાગે એને બેથાનીયા શેહેરાહા બાઆને ગાવહામાય પોઅચ્યા, યે ગાંવે જૈતુન ડોગાપાંહી આતેં, તોવે ઈસુય ચ્યા શિષ્યહામાયરે બેન શિષ્યહાન એહેકોય આખીન ચ્યા આગલા દોવાડયા. 30“હામેના ગાવામાય જાં, એને તાં જાતાંજ તુમહાન યોક ફુરક્યા વાછડા હેય ચ્યાવોય આજુ લોગુ કાદોજ નાંય બોઠહો, તીં બાંદલા નોજરે પોડી, ચ્યાલ છોડીન માયેપાંય લેય યા. 31જો કાદાં તુમહાન પુછે, ઈ કાય કોઅતાહા, તોવે એહેકોય આખજા,? ઈસુ આમે પ્રભુલ યા ઉપયોગ કોઅના ગોરાજ હેય.”
32શિષ્ય ગાવામાય ગીયા, ચ્યાહાય જાયને જેહેકેન ચ્યાય ચ્યાહાન આખલા આતા, તેહેકેન દેખ્યા. 33એને ચ્યા ફુરક્યા વાછડાલ છોડા લાગ્યા. તો ચ્યા માલિકાય ચ્યાહાન પુછ્યાં, “ઈ તુમા કાય કોઅતાહા, એલા ફુરક્યા વાસડાંલ કાહા છોડતાહા?” 34શિષ્યહાય ઈસુ આખલ્યે પરમાણેજ જાવાબ દેનો; પ્રભુલ યા જરૂરત હેય. 35એને ચ્યા બેન શિષ્ય ફુરક્યા વાછડાલ ઈસુપાય લેય યેના, એને ફુરક્યા વાછડા બોઅડા વોય પોતાને ફાડકે પાથ્યેં એને ઈસુ ચ્યાવોય બોહી ગીયો. 36જોવે તો જાવ આતો, તોવે ચ્યે પોતાના ફાડકે વાટેવોય પાથતે જાતે આતેં. 37જોવે ચ્યા યેરૂસાલેમ શેહેરા પાહાય યેના જીં વાટ જૈતુન ડોગા એછે જાતી આતી, તોવે બોદો શિષ્યહા ટોળો ચ્યા ચમત્કારા કામહા લેદે જ્યેં ચ્યાહાય દેખ્યેલ, ચ્યાહાટી તો ટોળો આનંદાકોય મોઠેથી પોરમેહેરા સ્તુતિ કોઅરા લાગ્યા. 38એને આખા લાગ્યા કા, “ધન્ય હેય જો રાજા, જો પ્રભુ નાંવા કોય યેહે હોરગામાય શાંતી એને આકાશામાય ચ્યા મહિમા ઓએ.”
39તોવે ટોળામાઅને થોડહા પોરૂષી લોક ચ્યાલ આખા લાગ્યા, “ઓ ગુરુ, તો શિષ્યહાન ખિજવાય કા ચ્યા ઠાવકા રોય.” 40ઈસુવે ચ્યાહાન જાવાબ દેનો, “આંય તુમહાન આખહુ, જો યા લોક ઠાવકા રોય જાય તે દોગડા બોમલી ઉઠી.”
યેરૂસાલેમ એછે એઇન ઈસુ રોડયો
41જોવે તો યેરૂસાલેમ શેહેરા જાગે યેનો તોવે ચ્યા શેહેરાલ દેખીન ચ્યાહાટી રોડયો 42એને આખ્યાં, “કોલાં હારાં ઓઅતા કા તું હાં તુંજ યા દિહામાય શાંતી વાતો જાઅતા બાકી આમી તી બોદા તો નોજરેથી દોબી ગીયહા.” 43કાહાકા ચ્યા દિહી તોવોય યી કા તો દુશ્માન મોર્ચા બાંદિન તુલ ગેરી લી, એને ચોમખીને તુલ દાબી. 44એને તો વિરુદી તુલ પુરાં નાશ કોઇ દી, એને યોકબી દોગાડ પોતે જાગાવોય નાંય છોડી, ચ્યા બોદા નાશ કોઇ દી; કાહાકા તુયે ચ્યા સોમયાલ નાંય જાંઅયા કા તોવોય જીં દયા કોઅવામાય યેનેલ.
દેવાળા ચોખ્ખાં કોઅના
(માથ્થી 21:12-17; માર્ક 11:15-19; યોહા. 2:13-22)
45તોવે ઈસુ દેવાળામાય જાયને વેચનારાહાલ બારે કાડા લાગ્યો, 46ચ્યાહાન ઈસુવે એહેકોય આખ્યાં કા, “કાય પવિત્રશાસ્ત્ર ઈ નાંય આખે, કા મા દેવાળાલ બોદા જાતી લોકહાહાટી પ્રાર્થના ગુઉ આખલા જાય? બાકી તુમહાય તીં બાંડાહા ગુઉ બોનાવી રાખ્યહાં.” 47એને ઈસુ દિનેરોજ દેવાળામાય હિકાડતો આતો, મુખ્ય યાજક એને મૂસા નિયમ હિકાડનારા ગુરુ એને યહૂદી આગેવાન ચ્યાલ માઆઇ ટાકાં યુક્તિ કોઅતા લાગ્યા. 48બાકી ચ્યા કાયજ કોઇ હોક્યા નાંય કા ઈ કેહેકેન કોઅજે, કાહાકા બોદા લોક બોજ ધ્યાનથી ચ્યા વોનાતા આતા.

Currently Selected:

લુક 19: GBLNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in