YouVersion Logo
Search Icon

માથ્થી 17

17
ઇસુ રુપ બોદલાહે
(માર્ક. 9:2-13; લુક. 9:28-36)
1સોવ દિહુ ફાચે ઇસુહુ પિત્તર, યાકુબ આને તીયા પાવુહુ યોહાનુલ આરી લેદા, આને તીયાહાને એકાંતુમે એક ઉચા ડોગુપે લી ગીયો. 2આને તીહી તીયાં આગાળી ઇસુ રુપ બોદલાય ગીયો, આને તીયા મુય દિહુ સમાન ચમકયો, આને તીયા પોતળે ઉજવાળા સમાન ઉજલી ગીયે. 3આને મુસા આને એલિયા, તીયા આરી ગોઠયા કેતા તીયાહાને દેખાયા.
4તાંહા પિત્તરુહુ ઇસુલે આખ્યો, “ઓ પ્રભુ, આમા ઇહી રેવુલુ હારો હાય; કાદાચ તોઅ ઈચ્છા વિતા આંય ઇહી તીન માંડવે બોનાવેહે; એક તોઅ ખાતુર, એક મુસા ખાતુર, આને એક એલિયા ખાતુર.” 5તોઅ આખીજ રેહેલો કા, એક ચમકુતા વાદલાંહા તીયાપે સાંવણી કેયી, આને તીયા વાદલામેને ઓ આવાજ નીગ્યો, “ઓ માઅ મેરાલો પોયરો હાય, જીયાકી આંય ખુશ હાય: તીયા ઉનાયા.” 6ચેલા ઇ ઉનાતાજ ઉલટાજ પોળ્યા, આને ખુબુજ બી ગીયા. 7ઇસુહુ પાહી આવીને તીયાહાને આથલ્યા, આને આખ્યો, “ઉઠા, બીયાહો માઅ.” 8તાંહા તીયાહા પોતા ડોંઆ ખોલીને ઇસુ સિવાય બીજા કેડાલુજ નાય હેયો,
9જાંહા તે ડોગુપેને ઉતી રેહેલા, તાંહા ઇસુહુ તીયાહાને એ આજ્ઞા દેદી, “જામલુગુ આંય, માંહા પોયરો મોલામેને જીવી નાય ઉઠુ, તામલુગુ જો કાય તુમુહુ હેયોહો કેડાલુજ માઅ આખતા.” 10આને તીયા ચેલાહા તીયાલે ફુચ્યો, “ફાચે મુસા નિયમ હિક્વુનારા કાહાલ આખતાહા કા, ખ્રિસ્તુ આવુલો પેલ્લા એલિયા ભવિષ્યવક્તા આવુલો જરુરી હાય?” 11ઇસુહુ જવાબ દેદો, “એલિયા ભવિષ્યવક્તા જરુર આવી, આને તાંહા બાદોજ હુદારી. 12પેને આંય તુમનેહે આખુહુ કા, એલિયા ભવિષ્યવક્તા આવી ગીયોહો; આને લોકુહુ તીયાલે નાહ ઓખ્યો; પેને જેહેકી ઈચ્છા રાખી તેહેકીજ તીયા આરી કેયો, ઈયુ રીતીકી માંહા પોયરો બી તીયાં આથુકી દુઃખ વેઠી.” 13તાંહા ચેલા હોમજ્યા કા તીયાહા આપનેહે યોહાન બાપ્તીસ્મા દેનારા વિષયુમ આખ્યોહો.
મીરગી વાલા પોયરાલે ઇસુ હારો કેહે
(માર્ક. 9:14-29; લુક. 9:37-43)
14જાહાં તે લોકુ ગોરદી પાહી પોચ્યા, તાંહા એક માંહુ તીયા પાહી આલો, આને ઘુટણે પોળીને આખા લાગ્યો. 15“ઓ પ્રભુ, માંઅ પોયરાપે દયા કે! કાહાકા તીયાલે મીરગી આવેહે, આને તોઅ ખુબ દુઃખ ઉઠાવેહે; આને ઘેડી-ઘેડી આગીમે આને ઘેડી-ઘેડી પાંયુમે પોળેહે. 16આને આંય તીયાલે તોઅ ચેલાહી લાલ્લો, પેને તે તીયાલે હારો નાહ કી સેક્યા.” 17ઇસુહુ જવાબ દેદો, “ઓ અવિશ્વાસી આને જીદ્દી લોકુહુ, આંય કોતે લોગુ તુમા આરી રેહે? આને કોતે લોગુ તુમા સેહેન કેહે? તીયાલે ઇહી માંઅ પાહી લાવા.” 18તાંહા ઇસુહુ તીયાલે ધમકાવ્યો, આને પુથ તીયામેને નીગી ગીયો; આને પોયરો તીયુજ ઘેડી હારો વી ગીયો.
19તાંહા ચેલાહા એકાંતુમે ઇસુ પાહી આવીને આખ્યો, “આમુહુ તીયાલે કાહા નાહ કાડી સેક્યા?” 20ઇસુહુ તીયાહાને આખ્યો, “તુમા કોમી વિશ્વાસુ લીદે: કાહાકા આંય તુમનેહે ખેરોજ આખુહુ, કાદાચ તુમા વિશ્વાસ રાયુ દાણા બરાબર બી વીઅ, તા ઈયા ડોગુલે આખી સેકાહા, ‘ઇહીને હોરકીને તીહી જાતો રેઅ,’ તાંહા તોઅ તીહી જાતો રીઅ; આને કેલ્લીજ ગોઠ તુમા ખાતુર ઓશકય નાય વેરી. 21(પેને એ જાતિ પ્રાર્થના કેયા વગર આને ઉપવાસ કેયા સિવાય નાહા નીગતી.”)
પોતા મોતુ વિશે ઇસુ બીજી વાર ભવિષ્યોવાણી કેહે
(માર્ક. 9:30-32; લુક. 9:43-45)
22જાહાં તે ગાલીલ વિસ્તારુમે આથા, તાંહા ઇસુહુ ચેલાહાને આખ્યો, “આંય, એટલે માંહા પોયરાલે દુશ્મનુ આથુમે તેરાવી દી. 23આને તે તીયાલે માંય ટાકી, આને તોઅ તીજા દિહુલે ફાચે જીવી ઉઠી” તાંહા તે ખુબ નિરાશ વીયા.
મંદિરુ વેરો લેવુલો
(માર્ક. 9:30-32; લુક. 19:43-45)
24જાહાં તે કફર-નુહુમ શેહેરુમ પોચ્યા, તાંહા દેવળુ માટે વેરો લેનારાહા પિત્તરુ જાગે આવીને ફુચ્યો, “કાય તુમા ગુરુજી, દેવળુ વેરો નાહ આપતો?” 25તીયાહા આખ્યો, “હોવ, દેહે” જાહાં તોઅ કોમે આલો, તાંહા ઇસુહુ તીયા ફુચા પેલ્લાજ તીયાલે આખ્યો, “ઓ શિમોન, તુ કાય હોમજોહો? તોરતીપેને રાજા વેરો કેડાપેને લેતાહા? પોતા પોયરા પેને કા બીજા પેને?” 26પિત્તરુહુ તીયાલે આખ્યો, “બીજા પેને” તાંહા ઇસુહુ તીયાલે આખ્યો, “તા પોયરો વાચાય ગીયો. 27તેબી આપુહુ તીયાહાને ઠોક્કર નાય ખાવાવજી, તુ સમુદ્રા મેરીપે જાયને ગોલી ટાક, જો માસો પેલ્લા નીગે, તીયાલે લે; આને તુ તીયા મુંય ખોલોહો તાંહા એક સિક્કો મીલી, તીયાલે લીને માંઅ આને તોઅ ખાતુરે તીયાલે દી દેજે.”

Currently Selected:

માથ્થી 17: DUBNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in