પ્રેરિતોનાં કૃત્યો 20
20
મકદોનીયા ગ્રીક અને અખાયામાં પાઉલ
1જઈ દેકારો બંધ થયો તો પાઉલે ચેલાઓને બોલાવીને પ્રોત્સાહિત કરયા, અને એનાથી રજા લયને મકદોનિયા પરદેશમા વયો ગયો. 2ઈ બધાય પરદેશમા થયને વધારે ચેલાઓને ઉત્સાહિત કરીને ગ્રીક પરદેસ#20:2 જેને અખાયા પરદેસ પણ કેવામાં આવતો હતો, ન્યા આવ્યો. 3જઈ ત્રણ મયના રયને ઈ ન્યાંથી વહાણ ઉપર સિરિયા પરદેશની બાજુ જાવાના હતાં, પણ એણે હાંભળ્યું કે થોડાક યહુદી લોકોના આગેવાનો એને મારગમાં મારવાનું કાવતરું કરી રયા છે, અને ઈ હાટુ એણે મકદોનિયા પરદેસમાંથી થયને સિરિયા પરદેશમા જાવાનો ઠરાવ કરયો.
4બેરિયા શહેરના પૂર્હસનો દીકરો સોપાતર અને થેસ્સાલોનિકા શહેરમાંથી આરિસ્તાર્ખસ અને સેકુંદસ, અને દર્બેનો શહેરનો ગાયસ, અને લુસ્ત્રા શહેરનો તિમોથી, અને આસિયાના પરદેશનો તુખિકસ અને ત્રોફીમસ; જેઓ આસિયા પરદેશ હુધી અમારી હારેના યાત્રી હતાં. 5ઈ શાથી યાત્રી અમારાથી આગળ નીકળી ગયા અને ત્રોઆસ શહેરમાં પૂગીને, આપડી વાટ જોતા રયા. 6પણ આપડે બેયે હાલીને ફિલિપ્પી શહેરની યાત્રા કરી, અને બેખમીર રોટલીના તેવાર પછી ફિલિપ શહેરમાંથી વહાણ દ્વારા પાસ દિવસમાં ત્રોઆસ શહેરમાં એની પાહે પુગીયા, અને હાત દિ હુધી ન્યા જ રયા.
ત્રોઆસ શહેરમાં યુતુખસને જીવાડવો
7અઠવાડિયાને પેલે દિવસે જઈ અમે પરભુભોજન લેવા હાટુ ભેગા થયા, તઈ પાઉલ એની હારે વાત-સીત કરવા મંડયો. એને બીજે દિવસે વયું જાવું હતું, એથી ઈ અડધી રાત હુધી વાત-સીત કરતો જ રયો. 8જે મેડી ઉપર અમે ભેગા થયા હતાં, એમા બોવ દીવા બળતા હતા.
9અને યુતુખસ નામનો એક જુવાન માણસ બારીએ બેઠો હતો, અને જઈ પાઉલ મોડે હુધી વાતુ કરતો રયો, તો એને બોવ નિંદર આવવાને લીધે ત્રીજા માળેથી નીસે પડયો, અને તઈ થોડાક માણસોએ ધોડીને નીસે જયને એને ઉભો કરયો તો ઈ મરી ગયો હતો. 10પણ પાઉલ નીસે ગયો, અને એની પાહે જયને એને સોટી ગયો, અને ગળે બથ ભરીને કીધું કે, “બીતો નય, કેમ કે ઈ હજી જીવે છે.” 11અને એણે બીજીવાર ઉપર જયને પરભુભોજન લીધું, અને પછી બધાયે ભેગા થયને ભોજન કરયુ, અને હવાર થય ન્યા હુધી એની હારે વાતો કરતો રયો, પછી ઈ વયો ગયો. 12અને ઈ જુવાનને જીવતો લીયાવ્યા, અને બધાય લોકો બોવ રાજી થય ગયા.
ત્રોઆસ શહેરમાંથી મિલેતસ શહેરની યાત્રા
13પાઉલે આસોસ શહેરના હાટુ પગે હાલીને યાત્રા કરવાનો નિર્ણય કરયો, અમે બાકીના લોકો ન્યાંથી આગળ વયા ગયા, અને અમે ન્યાંથી એને પોતાની હારે વહાણમાં લેવા હાટુ વિસારતા હતા. 14જઈ ઈ આસોસ શહેરમાં અમને મળીયો, તો અમે એને વહાણ ઉપર બેહાડીને મિતુલેને શહેરમાં લીયાવ્યા.
15ન્યાંથી અમે લંગર છોડીને અને બીજે દિવસે ખીઓસ ટાપુએ પુગ્યા, અમે બીજે દિવસે દરિયો ઓળંગીને સામોસ ટાપુએ અને એને બીજે દિવસે મિલેતસ બંદરે આવ્યા. 16કેમ કે પાઉલે એફેસસ શહેરમાં ઉતારવાનો નિર્ણય કરયો હતો, કેમ કે ઈ આસિયા પરદેશમા હજી વધારે વખત કાઠવા નોતો માંગતો, કેમ કે ઈ ઉતાવળમાં હતો કે, જો થય હકે તો ઈ પંસાસમાના તેવારના દિવસે યરુશાલેમ શહેરમાં રેય.
એફેસસ શહેરના આગેવાનોને ઉપદેશ
17અને જઈ અમે મિલેતસ શહેરમાં ઉતરયા, તઈ પાઉલે એફેસસ શહેરની મંડળીના વડવાઓને સંદેશ મોકલ્યો, અને મંડળીના વડવાઓને અને લોકોને બોલાવ્યા. 18જઈ ઈ એની પાહે આવ્યા, તો એણે કીધું કે,
તમે જાણો છો કે, પેલા દિવસે બધાય આસિયા પરદેશમા પુગ્યા હું બધાય વખતે તમારી હારે કેવા પરકારે રયો. 19અને મોટી નમ્રતાથી, અને આહુડા પાડીને, અને ઈ પરીક્ષાઓ માં જે યહુદી લોકોના કાવતરાના કારણે મારા ઉપર સંકટ આવી પડીયા, પછી પણ હું પરભુની સેવા કરતો રયો. 20અને જે જે વાતો તમારા લાભની હતી, એને બતાવો અને લોકોની હામે અને ઘરે ઘરે જયને શીખવાડો, જે મે તમને ઈ બધુય શીખવાડુ છે. 21અને યહુદી અને બિનયહુદી લોકોની હામે સાક્ષી દેતો રયો કે, પાપ કરવાનું મુકી દયો પરમેશ્વરની બાજુ વળો, અને આપડા પરભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરો.
22હવે, હું પવિત્ર આત્માની આધીન થયને યરુશાલેમ શહેર (જેને અખાયા પરદેશ પણ કેવામાં આવતો હતો) માં જાવ છું, અને નથી જાણતો કે ન્યા મારા ઉપર શું થાહે. 23ખાલી આ કે પવિત્ર આત્મા સાક્ષી આપીને મને કેય છે કે, બંધન અને મુશ્કેલીઓ મારી હાટુ તૈયાર છે. 24પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.
25અને હવે હું જાણું છું કે, તમે બધાય જેમાં મે પરમેશ્વરનાં રાજ્યનો દરેક જગ્યા ઉપર પરસાર કરયો, હવે તમે મને પાછો કયારે પણ નય જોય હકો. 26ઈ હાટુ હું આજના દિ તમને સાક્ષી આપીને કવ છું કે જો તમારામાથી કોય પણ માણસ ઈસુ ઉપર વિશ્વાસ કરયા વગર મરી જાયી છે, તો આ મારી જવાબદારી નથી. 27કેમ કે હું તમને ઈ બધુય કવ છું, જે પરમેશ્વરની ઈચ્છા છે કે, તમે લોકો એને જાણો. 28તમે પોતાની સબંધી અને જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને આગેવાનો ઠેરવા છે ઈ બધાય સબંધી સાવધાન રયો, એટલે કે, પરમેશ્વરની મંડળી જે વિશ્વાસી ટોળુ તમને પોતાના લોહીથી વેસાતી લીધુ છે, એનું પાલન કરો.
29હું જાણું છું કે મારા ગયા પછી ખોટા શિક્ષકો તમારી વસ્સે આયશે અને વિશ્વાસી લોકોને બોવ નુકશાન કરશે, ઈ ઘેટાને મારી નાખનારા ભયંકર વરુની બાજુથી હશે. 30આયા લગી કે વિશ્વાસી લોકોને પોતાના ટોળામાંથી લોકો આયશે, જે ચોલાઓને પોતાની વાહે ખેસવા હાટુ ખોટુ શિક્ષણ દેહે.
31ઈ હાટુ જાગતા રયો, અને સ્મરણ કરો કે હું ત્રણ વરહ હુધી રાત દિવસ આહુડા પાડી પાડીને, બધાયને સેતવણી દેતો રયો. 32અને હવે હું તમને પરમેશ્વરનાં, અને એની કૃપાના વચનને હોપી દવ છું, જે તમને વિશ્વાસમા મજબુત કરી હકે છે, પરમેશ્વર તમને આ વારસો દેહે, જે એણે બધાય લોકોને દેવાનો વાયદો કરયો છે, જેને એના દ્વારા પવિત્ર કરયા છે.
33મે કોયનાં હોના, સાંદી કે લુંગડાની લાલચ નથી કરી. 34તમે પોતે જ જાણો છો કે, મે મારા પોતાનાં હાથથી મારી અને મારા સાથીઓની જરૂરિયાતો પુરી કરી. 35મે તમને બધુય કરીને તમને બતાવ્યું કે, આપડે કેવી રીતે મેનત કરતાં નબળાઓને મદદ કરવી જોયી, અને પરભુ ઈસુના વચનો નો સ્મરણ રાખવો જોયી, જે એણે પોતે કીધું છે કે, “લેવાથી દેવું ધન્ય છે.”
36આ ક્યને એણે ગોઠણયા ભરી, અને ઈ બધાયની હારે પ્રાર્થના કરી. 37તઈ ઈ બધાય બોવ રોયા અને પાઉલને ગળે બથ ભરીને એને સલામ કરા. 38ઈ વધારે આ વાતની હાટુ દુખી થયો તો, જે એણે કીધી હતી કે, હવે તમે મને પાછો ક્યારે પણ નય જોય હકો, તઈ તેઓએ એને વહાણ લગી પુગાડો.
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 20: KXPNT
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.