YouVersion Logo
Search Icon

લૂક 13

13
પાપથી ફરો કે મરો
1ઈ વખતે કેટલાય લોકોએ ઈસુને ગાલીલ જિલ્લાના લોકો વિષે કીધું જેઓની સિપાયોએ યરુશાલેમમાં હત્યા કરી નાખી હતી. રોમના રાજા પિલાતે જઈ તેઓ મંદિરમાં બલિદાન કરતાં હતાં, તઈ એને મારી નાખવા હાટુ સિપાયોને હુકમ દીધો હતો. 2ઈસુએ તેઓએ જવાબ દીધો કે, “શું તમે એમ વિસારો છો કે, આ ગાલીલ લોકોને જે થયુ કેમ કે, તેઓ બીજા ગાલીલ લોકો કરતાં વધારે પાપી હતાં? 3હું તમને કવ છું કે ના; તેઓ નોતા, પણ જો તમે બધાય તમારા પાપોનો પસ્તાવો નો કરો, તો તમે પણ ઈ લોકોની જેમ જ નાશ પામશો. 4કા પેલા અઢાર માણસો જઈ શિલોઆમનો ઘુમ્મટ તેમના ઉપર તુટી પડયા તઈ જેઓ મારયા ગયા, તમે એમ માનો છો કે, તેઓ યરુશાલેમમાં રેતા માણસો કરતાં શું વધારે પાપી હતાં? 5તેઓ નોતા! પણ હું તમને કવ છું કે, જો તમે તમારા પાપોથી પસ્તાવો નય કરો, તો તમારા બધાયનો પણ ઈજ રીતે નાશ થાહે.”
ફળ વગરનું અંજીરનું ઝાડવું
6પછી ઈસુએ આ દાખલો દીધો કે, એક માણસે પોતાની દ્રાક્ષાવાડીમાં એક અંજીરનું ઝાડ રોપ્યુ હતું, દરેક વરહે ઈ અંજીરીના ઝાડ ઉપર ફળો ગોતવા આવતો હતો, પણ એકય ફળ જડયુ નય. 7તઈ એણે વાડીના માળીને કીધું કે, જો, ત્રણ વરહથી હું આ અંજીરના ઝાડ ઉપર ફળ ગોતવા આવું છું, પણ જડતું નથી, ઈ હાટુ એને કાપી નાખો કેમ કે, આ હારી જમીનને ખરાબ કરે છે. 8પણ માળીએ એને જવાબ દીધો કે, “ગુરુ, એને આ વરહ હજી રેવા દયો કે, હું એની સ્યારેય બાજુ ખોદીને ખાતર નાખુ, 9જો આવતાં વરહે આ અંજીરના ઝાડવામાં ફળ હોય તો આપડે એને વધવા દેહુ! જો ઈ ફળ આપે નય, તો તમે એને કાપી નાખજો.”
ઈસુ વિશ્રામવારે કુબડી બાયને હાજી કરે છે
10એક વિશ્રામવારના દિવસે ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતો હતો. 11ન્યા એક બાય હતી, જેને મેલી આત્માએ એને અઢાર વરહથી વાકી વાળી દીધી હતી. ઈ સદાય વાકી વળીને રેતી હતી અને ઈ કોય દિવસ સીધી ઉભી રય હક્તી નોતી. 12જઈ ઈસુએ એને જોયને એને પાહે બોલાવીને કીધું કે, “બાય, તારો મંદવાડ તારી પાહેથી આઘો વયો ગયો છે.” 13ઈસુએ એની ઉપર હાથ રાખ્યો કે, તરત જ ઈ સીધી ઉભી થય, અને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગી. 14પણ વિશ્રામવારે ઈસુએ એને હાજી કરી, જેથી યહુદી લોકોની પરસાર કરવાની જગ્યાના અમલદારે ગુસ્સે થયને લોકોને કીધું કે, “છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવુ જોયી, ઈ હાટુ ઈ દિવસોમાં આવીને હાજા થાવુ જોયી, પણ યહુદી વિશ્રામવારે નય.” 15આ હાંભળીને ઈસુએ જવાબ આપ્યો કે, “તમે ઢોંગી લોકો છો! તમારામાંનો દરેક બળદ અને ગધેડાને એના તબેલામાંથી છોડીને પાણી પિવડાવવા વિશ્રામવારના દિવસે પણ લય જાવ છો? 16આ પાકું હતું કે, આ બાય જે ઈબ્રાહિમની પેઢીની છે, જેને શેતાને અઢાર વરહથી બાંધીને રાખી હતી, વિશ્રામવારના દિવસે બંધનમાંથી છૂટી કરાવી એમા કાય ખોટુ નથી.” 17ઈસુએ ઈ વાતો કીધી તઈ એના હામેવાળા ભોઠા પડયા; પણ બીજા લોકો તો ઈસુ જે અદભુત કામો કરી રયા હતાં ઈ જોયને રાજી થયા.
રાયના બીનો દાખલો
(માથ્થી 13:31-33; માર્ક 4:30-32)
18પછી ઈસુએ કીધું કે, “પરમેશ્વરનું રાજ્ય કોના જેવું છે? અને હું એની હરખામણી કોની હારે કરું? 19ઈ રાયના બી જેવું છે. કોય માણસે બી લયને પોતાની વાડીમાં વાવ્યુ અને પછી છોડ ઊગ્યો, અને ઈ વધીને મોટુ ઝાડ થયુ, અને આભના પંખીઓએ એની ડાળ્યું ઉપર માળો બાંધ્યો.”
ખમીરનો દાખલો
20ઈસુએ ફરી તેઓને કીધું કે, “હું પરમેશ્વરનાં રાજ્યની શું હરખામણી કરું? 21ઈ ખમીર જેવું છે, જેને કોય બાયે થોડુક ખમીર લયને ત્રણ પાલી લોટમાં મેળવી દીધુ ઈ હાટુ કે, બધો લોટ ખમીરવાળો થય ગયો.”
તારણનો હાકડો કમાડ
22ઈસુ બધાય શહેરોમાં અને ગામોમાં એના ચેલાઓની હારે શિક્ષણ આપતો યરુશાલેમ બાજુ જાતો હતો. 23એક માણસે ઈસુને પુછું કે, “હે પરભુ, તારણ પામનાર થોડાક લોકો છે શું?” પછી ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, 24હાકડે કમાડથીજ અંદર ઘરો કેમ કે, પરમેશ્વરનાં રાજ્યમાં ઘરવું ખુબજ મુશ્કેલ છે, ઈ હાટુ હું તમને કવ છું કે, ઘણાય માણસો અંદર ઘરવાની કોશિશ કરશે, પણ તેઓ અંદર ઘરી હકશે નય. 25જો પરમેશ્વર, ઘર માલિકે એનુ કમાડ, બંધ કરી દીધુ હોય, અને પછી તમે બારે રયને કમાડને ખખડાવો અને વિનવણી કરીને કયો કે, “હે પરભુ, અમારી હાટુ કમાડ ઉઘાડ. પણ ઈ તમને જવાબ આપશે કે, હું તમને ઓળખતો નથી, તમે ક્યાંથી આવો છો?” 26પછી તમે કેવા લાગશો, “અમે તારી હારે ખાધું પીધું હતું, અને તમે અમારા શહેરની શેરીઓમાં શિક્ષણ આપ્યુ હતું.” 27પણ ઈ તમને કેહે કે, “હું તમને ઓળખતો નથી, તમે ક્યાંથી આવો છો? ઓ ખોટુ કરનારાઓ, તમે બધાય મારી પાહેથી આઘા જાવ.” 28પછી ઈસુએ એમ કેવાનું સાલું રાખ્યું કે, જઈ તમે ઈબ્રાહિમને, ઈસહાકને, યાકુબને અને બધાય આગમભાખીયાઓને પરમેશ્વરનાં રાજ્યમાં જોહો, અને પોતાને બારે કાઢી મુકેલા જોહો, જ્યાં દુખથી રોવું અને દાંતની સકીયું સડાવવાનું થાહે. 29ઉગમણી અને આથમણેથી, ઉત્તર અને દક્ષિણમાંથી લોકો આવે છે તઈ આખા જગતમાંથી બિનયહુદી લોકો પરમેશ્વરનાં રાજ્યના જમણવારમાં ભાગીદાર થાહે. 30આ વાત જાણી લો, જે છેલ્લા છે તેઓ પેલા થાહે, અને જેઓ પેલા છે તેઓ છેલ્લા થાહે.
યરુશાલેમ હાટુ ઈસુનો પ્રેમ
(માથ્થી 23:37-39)
31ઈ વખતે કેટલાક ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને કીધું કે, “આયથી નીકળીને વયો જા, કેમ કે, હેરોદ રાજા તને મારી નાખવા માગે છે.” 32ઈસુએ તેઓને કીધું કે, તમે જયને ઈ શિયાળ જેવા સાલાક માણસને કયો કે, આજે-કાલે હું લોકોમાંથી મેલી આત્માને બાર કાઢું અને માંદા માણસને હાજા કરું છું, અને ત્રીજે દિવસ મારું કામ પુરું થાહે. 33તો પણ મારે આજે કાલે અને પરમ દિવસે મારી યાત્રા કરવી જરૂરી છે, કારણ કે, કોય આગમભાખીયો યરુશાલેમની બારે મરી જાય ઈ હારું નથી.
34ઓ યરુશાલેમ શહેરના લોકો, તમે યરુશાલેમ શહેરનાં આગમભાખીયાઓને મારી નાખો છો, જેને તમારી પાહે મોકલ્યા હતા, એને તમે પાણાઓ મારીને મારી નાખ્યા, જેમ કૂકડી પોતાના બસાને પોતાની પાહે બસાવ કરવા ભેગા કરે છે, એમ તારા છોકરાને બસાવ કરવા ભેગા કરવાનું મે કેટલીવાર ઈચ્છ્યું, પણ તમે તો ઈચ્છ્યું નય. 35જોવ તમારુ ઘર ઉજ્જડ મુકાયુ છે. કેમ કે હું તમને કવ છું કે, જ્યાં હુધી તમે એમ નય કયો કે, પરમેશ્વરનાં અધિકારની હારે જે આવે છે, ઈ આશીર્વાદિત છે, ન્યા હુધી હવેથી તમે મને નય જોવો.

Currently Selected:

લૂક 13: KXPNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in