YouVersion Logo
Search Icon

લૂક 2

2
ઈસુનો જનમ
(માથ્થી 1:18-25)
1ઈ દિવસોમાં રોમી સમ્રાટ ઓગસ્તસે એવો હુકમ બાર પાડયો કે, “રોમી રાજ્યના બધાય લોકોના નામ નોધવામાં આવે.” 2આ પેલી વસ્તી ગણતરી ઈ વખતમાં થય. જઈ કુરેનિયસ સિરિયા પરદેશનો રાજ્યપાલ હતો. 3અને બધાય લોકો પોતપોતાના નામ નોંધાવા હાટુ તેઓના ગામડે ગયા. જ્યાં તેઓના વડવાઓ રેતા હતા. 4જેથી યુસફ પણ ગાલીલ પરદેશના નાઝરેથ શહેરના યહુદીયા વસે, દાઉદનું જે શહેર બેથલેહેમ કેવાય છે, એમા ગયો કેમ કે, ઈ દાઉદના કુળનો અને પરિવારનો હતો. 5ઈ પોતાની હગાય કરેલી બાય મરિયમ જે ગર્ભવતી હતી, એને લયને પોતાનુ નામ નોંધાવવા ગયો. 6જઈ તેઓ બેથલેહેમ પૂગ્યા, એટલામાં મરિયમને બાળક જણવાનો વખત આવ્યો, 7અને એણે પોતાનો પેલો દીકરો જણયો, અને એણે લૂગડામાં વીટાળીને ગભાણમાં હુવડાવો કેમ કે, તેઓની હાટુ ધરમશાળામાં ક્યાય જગ્યા નોતી.
ભરવાડો અને દુતો
8ઈ દેશમાં કેટલાક ઘેટાપાળકો હતાં, જેઓ રાતે ખેતરમાં રયને પોતાના ઘેટાના ટોળાને હાસવતા હતા. 9તઈ અસાનક પરભુનો એક સ્વર્ગદુત તેઓની પાહે આવીને ઉભો રયો, અને પરભુનો મહિમામય અંજવાળું તેઓની આજુ-બાજુ સમકયું, અને તેઓ ઘણાય બીય ગયા. 10પણ સ્વર્ગદુતે તેઓને કીધું કે, “બીવોમાં; કેમ કે જોવો, હું મોટા આનંદના હારા હમાસાર તમને કવ છું, ઈ બધાય લોકો હાટુ થાહે. 11કેમ કે, આજે દાઉદ રાજાના શહેર બેથલેહેમમાં તમારી હાટુ એક તારનાર જનમો છે, અને ઈ મસીહ પરભુ છે. 12અને તમારી હાટુ ઈ નિશાની છે કે, તમે એક બાળકને લૂગડાંમાં વીટાળેલો અને ગભાણમાં પડેલો જોહો.” 13તઈ અસાનક ઈ સ્વર્ગદુતની હારે બીજા સ્વર્ગદુતોના ટોળાએ પરમેશ્વરની સ્તુતિ કરીને એવુ કેતા દેખાણા કે, 14“બધાયથી ઉચે સ્વર્ગમા પરમેશ્વરને મહિમા થાઓ અને પૃથ્વી ઉપર ઈ લોકોમા શાંતિ થાઓ જેઓથી ઈ રાજી છે.”
15જઈ સ્વર્ગદુતો તેઓની પાહેથી સ્વર્ગમા ગયા પછી ઈ ઘેટા પાળકોએ એકબીજાને કીધું કે, “હાલો, આપડે બેથલેહેમ શહેરમાં જયને આ સંદેશ જેની ખબર પરભુએ આપણને આપી છે ઈ જોયી.” 16અને તેઓએ ઉતાવળથી જયને મરિયમ અને યુસફને અને ગભાણમાં પડેલા બાળકને જોયો. 17જઈ તેઓએ ઈ જોયું પછી જે વાત સ્વર્ગદુતોએ ઈ બાળક વિષે કીધી હતી, ઈ તેઓએ કય બતાવી. 18જે વાતો ઘેટા પાળકોએ તેઓને કીધી, તેઓ બધાય હાંભળનારા સોકી ગયા. 19પણ મરિયમે ઈ બધીય વાતો મનમા રાખીને ઈ વિષે વિસાર કરતી રય. 20અને જેવું સ્વર્ગદુતોએ ઈ ઘેટા પાળકોને કીધું હતું, એવુ જ ઈ બધાય હાંભળીને અને જોયને પરમેશ્વરનો મહિમા અને સ્તુતિ કરવા પાછા ગયા.
ઈસુનું નામકરણ
21જઈ બાળકના જન્મના આઠ દિવસ પુરા થયા પછી એની સુન્‍નત કરવાનો વખત આવ્યો. તઈ તેઓએ એનુ નામ ઈસુ પાડયુ, જે નામ મરિયમ ગર્ભવતી નોતી ઈ પેલા સ્વર્ગદુતે પાડયુ હતું.
મંદિરમાં ઈસુનો અર્પણવિધિ
22જઈ મુસાના નિયમ પરમાણે મરિયમ અને યુસુફના શુદ્ધિકરણના દિવસો પુરા થયા, તઈ ઈસુને પરમેશ્વરની હામે અર્પણ કરવા હાટુ યરુશાલેમના મંદિરમાં લય ગયા. 23પરભુના શાસ્ત્રમાં જે લખ્યું છે ઈ પરમાણે, “જે પરિવારમાં પેલો દીકરો જનમ લેય છે એને પરભુની હાટુ પવિત્ર ગણવો જોયી.” 24અને પરભુના નિયમશાસ્ત્ર પરમાણે તેઓ કબુતરની એક જોડ કા હોલાના બે બસ્સાનું બલિદાન સડાવા ગયા.
25જોવ ઈ વખત શિમયોન નામે એક માણસ યરુશાલેમ શહેરમાં હતો, ઈ પરમેશ્વરની ભગતી કરનારો અને ન્યાયી માણસ હતો, અને પવિત્ર આત્મા એની હારે હતો, ક્યારનો આવીને મસીહની આવવાની વાટ જોતો હતો, જેને મોકલનારનો વાયદો પરમેશ્વરે કરયો હતો કે, ઈ આવે અને ઈઝરાયલ દેશના લોકોને દિલાસો આપે. 26પવિત્ર આત્માએ એને બતાવ્યું કે, પરભુ મસીહને જોયા પેલા તુ મરય નય. 27ઈ દિવસે પવિત્ર આત્માની દોરવણીથી સિમોન મંદિરમાં આવ્યો, તઈ ઈસુના માં-બાપ નિયમશાસ્ત્રની વિધિ પરમાણે કરવા હાટુ ઈસુને મંદિરમાં લય આવ્યા. 28તઈ સિમોને બાળક ઈસુને ખોળામાં લયને પરમેશ્વરની સ્તુતિ કરતાં કીધું કે, 29ઓ પરભુ, હવે તારા વચન પરમાણે તુ મને, તારા દાસને શાંતિથી મરવા દે. 30કેમ કે, મે તારું તારણ આપનારને જોય લીધો છે, જેને ઈ બધાય લોકોને બસાવવા હાટુ મોકલો છે. 31જેને ઈ બધાય લોકોની હામે તયાર કરયુ છે. 32ઈ એક અંજવાળાની જેમ હશે જે બિનયહુદીઓ આગળ તારું હાસ પરગટ કરશે, અને ઈ ઈઝરાયલ દેશના લોકોની હાટુ મહિમા વધારશે.
33સિમોને ઈસુ વિષે જે કાય કીધું ઈ હાંભળીને એનામાં બાપ નવાય પામ્યા. 34શિમયોન તેઓને આશીર્વાદ દીધા, અને એની માં મરિયમને કીધું કે, “જો આ તો ઈઝરાયલ દેશના ઘણાય લોકોના વિનાશ અને તારણ હાટુ અને પરમેશ્વરની તરફથી એક નિશાની હાટુ મોકલવામાં આવ્યું છે, પણ ઘણાય લોકો એનો વિરોધ કરશે. 35પરિણામ પરમાણે પરમેશ્વર ઘણાય લોકોના હૃદયનાં વિસારો પરગટ કરશે અને તારા પોતાના જીવને તલવારથી વીંધી નાખશે.”
36આશેરના કુળની ફનુએલની દીકરી હાન્ના નામે એક આગમભાખનારી હતી, અને ઈ બોવ ગવઢી હતી. ઈ લગન કરયા પછી હાત વરહ હુધી પોતાના ધણીની હારે રેય. 37ઈ સોર્યાસી વરહથી રંડાએલી હતી; ઈ મંદિરમાંથી જાતી નોતી અને રાત દિવસ ઉપવાસ અને પ્રાર્થના સહીત પરમેશ્વરનું ભજન કરયા કરતી. 38અને ઈ જ વખતે ઈ આવીને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગી, અને ઈ બધાયને જે યરુશાલેમ શહેરના લોકો તારણની વાટ જોતા હતાં, ઈ બાળકના વિષે ઈ વાતો કરવા લાગી.
નાઝરેથ પાછા ફરવું
39પરભુનાં નિયમશાસ્ત્ર પરમાણે બધુય કરી નાખ્યુ ઈ પછી તેઓ યુસુફ અને મરિયમ ગાલીલ પરદેશમા પોતાના શહેર નાઝરેથમાં પાછા ગયા. 40બાળક મોટો થયો અને બળવાન થયો અને બુદ્ધિથી ભરપૂર થતો ગયો અને પરમેશ્વરની કૃપા એની ઉપર હતી.
બાર વરહની ઉમરે ઈસુ મંદિરમાં
41ઈસુના મા-બાપ દરેક-વરહે પાસ્ખા તેવારમાં યરુશાલેમ શહેરમાં જાતા હતા. 42જઈ ઈસુ બાર વરહનો હતો, તઈ તેઓ તેવાર હાટુ યરુશાલેમ શહેરમાં પાછા ગયા, જેમ તેઓ કરતાં હતા. 43જઈ તેવારના દિવસો પુરા કરીને તેઓ પાછા જાવા લાગ્યા, પણ ઈસુ યરુશાલેમ શહેરમાં જ રય ગયો; અને એનામાં બાપને ઈ ખબર નોતી. 44પણ એના સાથીઓને હારે હશે, એવુ ધારીને તેઓ એક દિવસ જેટલું હાલી ગયા, પછી પોતાના હગાઓમાં અને એના ઓળખીતાઓમા એને ગોતવા લાગ્યા. 45પણ ઈસુ તેઓને જડયો નય, તઈ તેઓ એને ગોતતા ગોતતા યરુશાલેમ શહેરમાં પાછા આવી ગયા. 46ત્રણ દિવસ પછી તેઓએ એણે મંદિરના ફળીયામાં ધરમગુરુઓની વસમાં બેઠેલો તેઓથી હાંભળતા અને તેઓને સવાલ કરતો જોયો. 47અને જેટલા લોકોએ ઈસુથી હાંભળ્યું, ઈ બધાય એની બુદ્ધિ અને જવાબોથી નવાય પામ્યા. 48ઈ જોયને એના માં-બાપ સોકી ગયા, અને એની માંએ એને પુછયું કે, “દીકરા, તે અમારી હારે આવી રીતે કેમ કરયુ? જો હું અને તારો બાપ હેરાન થયને તને ગોતતા હતા.” 49ઈસુએ એનામાં બાપને કીધું કે, “તમે કેમ મને ગોત્યો? શું તમે જાણતા નોતા કે, મારા બાપના ઘરે મારે હોવું જરૂરી છે?” 50પણ આ જે વાત એણે તેઓને કીધી, એનો અરથ તેઓ કાય હંમજ્યા નય. 51તઈ ઈસુ તેઓની હારે ગયો અને નાઝરેથ આવીને ઈ તેઓની આધીન રયો; અને એની માંએ ઈ બધીય વાતો એના હૃદયમાં રાખી.
52જેમ વરહ વિતતા ગયા એમ ઈસુ બુદ્ધિમાં, કદમાં, પરમેશ્વરની અને લોકોની કૃપામાં વધતો ગયો.

Currently Selected:

લૂક 2: KXPNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in