YouVersion Logo
Search Icon

લૂક 5

5
પેલા ચેલાઓનું તેડું
1એક દિવસે જઈ ઈસુ ગેન્‍નેસારેત તળાવની કાઠે પરચાર કરવા હાટુ ઉભો રયો; તઈ ગડદીના લોકો પરમેશ્વરનાં વચન હાંભળવા હાટુ એની ઉપર પડાપડી કરતાં હતા. 2એણે તળાવને કાઠે પડેલી બે હોડી જોય અને ખારવા એમાંથી ઉતરીને માછલી પકડવાની જાળો ધોય રયા હતા. 3તઈ ઈસુ ઈ હોડી જે સિમોનની હતી, એની ઉપર સડયો, અને એણે ન્યાથી થોડાક આઘે લય જાવા હાટુ એને કીધુ, ઈસુએ એમા બેહીને લોકોને શિક્ષણ આપ્યું. 4જઈ ઈ લોકોને શિક્ષણ આપી રયો, તો સિમોનને કીધું કે, “હોડી ઊંડા પાણીમાં લય જા, અને માછલીઓ પકડવા હાટુ તારી જાળ નાખ.” 5સિમોને ઈસુને જવાબ દીધો કે, “સ્વામી, અમે આખી રાત મેનત કરી, પણ કાય પકડાયુ નય; તો પણ તારા કેવાથી હું જાળ નાખય.” 6જઈ પિતર અને એના સાથીઓએ જાળો નાખી, તો તેઓએ માછલીનો મોટો ઢગલો પકડાણો, એટલે હુંધી કે, તેઓની જાળો ફાટવાની તૈયારી હતી. 7ઈ હાટુ તેઓના પોતાના સાથીદારો કે, જેઓ બીજી હોડીમાં હતાં, તેઓને ઈશારો કરીને બોલાવ્યા; જેથી તેઓ આવીને મદદ કરે, અને તેઓએ આવીને હોડી આખી ભરી, જેથી હોડી ડૂબવા લાગી. 8ઈ જોયને સિમોન પિતરે ઈસુના પગ આગળ પડીને કીધુ કે, “ઓ પરભુ, મારી પાહેથી આઘો જા, કેમ કે, હું પાપી છું” 9કેમ કે માછલીઓનો જે ઢગલો પકડાયો હતો, એનાથી એને અને એના સાથીયોને નવાય લાગી, 10અને એમ જ ઝબદીના દીકરા યાકુબ અને યોહાન જે સિમોનના ભાગીદાર હતાં, તેઓને હોતન નવાય લાગી, અને ઈસુએ સિમોને કીધુ કે, “બીવમાં, હું તમને આ શીખવાડય કે, લોકોને કેવી રીતે મારા ચેલા બનાવવા.” 11જઈ તેઓ પોતાની હોડીઓને કાઠે લાવ્યા તઈ તેઓએ તરત જ માછલીઓ પકડવાનું છોડી દીધુ અને ઈસુના ચેલા બની ગયા.
કોઢિયો શુદ્ધ કરાણો
12ઈ એક નગરમાં હતો, તઈ જોવો, કોઢથી પીડાતો એક માણસ ન્યા હતો, એણે ઈસુને જોયને એને પેગે પડીને વિનવણી કરી કે, “હે પરભુ, જો તુ ઈચ્છે તો મને શુદ્ધ કરી હકશો.” 13ઈસુએ હાથ લાંબો કરયો અને અડીને કીધુ કે, “હું તને શુદ્ધ કરવા ઈચ્છું છું, ઈ હાટુ તુ શુદ્ધ થા.” તરત ઈ શુદ્ધ થય ગયો. 14તઈ ઈસુએ એને સેતવણી દીધી કે, “જો કોયને કાય કેતો નય કે, મેં તને શુદ્ધ કરયો છે, પણ યાજક પાહે જયને તારો દેહ દેખાડ જેથી ઈ તને પારખીને જોહે કે, હવે તું શુદ્ધ થયો છો. એની પછી ઈ બલિદાન સડાવ જે મુસાએ ઈ લોકોને આજ્ઞા આપી હતી જેઓને પરમેશ્વરે કોઢથી હાજા કરયા હતાં, તઈ બધાય જાણશે કે તુ હાજો થય ગયો છે.” 15પણ ઈસુ વિષે ખબર બોવ જ વધારે ફેલાણી, અને ઘણાય લોકો હાંભળવા હાટુ અને પોતાના રોગથી હાજા થાવા હાટુ એની પાહે ભેગા થયા. 16પણ ઈ વગડામાં એકલો જુદો થયને પ્રાર્થના કરતો હતો.
એક લાકવાવાળાને હાજાપણું
17એક દિવસ એવુ થયુ કે, ઈ પરચાર કરતો હતો, તઈ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકો અને શીખવાડનારા શાસ્ત્રીઓ ન્યા બેઠા હતાં, જે ગાલીલ અને યહુદીયા પરદેશના દરેક ગામડામાંથી અને યરુશાલેમ શહેરથી આવ્યા હતાં, અને માંદાઓને હાજા કરવા હાટુ પરમેશ્વરનું સામર્થ્ય ઈસુની હારે હતું. 18અને જુઓ થોડાક લોકો એક લકવાવાળા માણસને પથારીમાં ઉપાડીને લાવ્યા, અને એને ઘરની અંદર ઈસુ પાહે લય જાવાની કોશિશ કરી. 19પણ ગડદીને લીધે તેઓને અંદર જાવાનો લાગ નો મળ્યો, એટલે જ્યાં ઈ હતો ઈ ઘરનું છાપરું ખોલીને ઈ લકવાવાળો જે પથારીમાં હતો એને ઈસુની હામે ઉતારયો. 20ઈસુએ તેઓનો વિશ્વાસ જોયને લકવાવાળાને કીધુ કે, “ભાઈ તારા પાપ માફ થયા છે.” 21યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો એકબીજાની હારે અંદરો અંદર સરસા કરવા લાગ્યા કે, “આ માણસ અભિમાની છે અને આવું કયને પરમેશ્વરની નિંદા કરે છે! આપડે બધાય જાણી છયી કે, પરમેશ્વર સિવાય બીજો કોય પણ પાપોની માફી આપી હક્તો નથી.” 22પણ ઈસુએ તેઓના વિસારો જાણીને તેઓને કીધુ કે, “તમે તમારા હ્રદયમાં શું વિસાર કરો છો?” 23વધારે હેલ્લું શું છે? તારા પાપ તને માફ થયા છે, એવુ કેવું કે, ઉઠીને હાલતો થા, એમ કેવું? 24પણ તમે જાણો કે, મને માણસના દીકરાને પૃથ્વી ઉપર પાપ માફ કરવાનો હોતન અધિકાર છે. પછી ઈસુએ લકવાવાળા માણસને કીધુ કે, “હું તને કવ છું કે, ઉઠ અને તારી પથારી ઉપાડીને તારા ઘરે વયોજા.” 25તરત જ ઈ બધાય લોકોની હામે પથારીમાંથી ઉભો થયો જેમાં ઈ હુતો હતો, ઈ લયને લોકોની આગળથી પરમેશ્વરની સ્તુતિ કરતો પોતાને ઘરે ગયો. 26એથી બધાય નવાય પામ્યા અને પરમેશ્વરની સ્તુતિ કરી, અને તેઓમાંથી ઘણાય બીયને કેવા લાગ્યા કે, “આજે આપડે ગજબની વાતો જોય છે.”
લેવીનું તેડું.
27ઈ પછી ઈસુ ન્યાંથી નીકળો અને લેવી નામે એક દાણીને દાણની સોકી ઉપર બેઠેલો જોયને એને કીધું કે, “મારો ચેલો બન.” 28તઈ ઈ તરત જ બધુય કામ મુકીને ઈસુનો ચેલો બની ગયો.
29લેવીએ પોતાના ઘરે ઈસુની હાટુ મોટી મેમાનગતી કરી. દાણીઓ અને બીજા લોકોનું મોટુ ટોળું એની હારે ખાવા બેઠું હતું. 30તઈ ફરોશી ટોળાના લોકો અને તેઓના યહુદી નિયમના શિક્ષકો એના ચેલાના વિરોધમાં કચ કચ કરીને કીધુ કે, “તમે દાણીઓ અને પાપીઓની હારે કેમ ખાવ પીવ છો?” 31ઈસુએ તેઓને જવાબ દીધો કે, “જે હાજા છે, એને વૈદની જરૂર નથી, પણ જે માંદા છે તેઓને છે. 32હું ન્યાયીઓને નય, પણ પાપીઓને પસ્તાવા હાટુ બોલાવવા આવ્યો છું.”
ઉપવાસ વિષે પ્રશ્ન
33તેઓએ ઈસુને કીધું કે, “યોહાનના ચેલાઓ અને ફરોશી ટોળાના લોકો ઉપવાસ અને પ્રાર્થના કરે છે, પણ તારા ચેલાઓ કેમ ઉપવાસ કરતાં નથી?” 34ઈસુએ તેઓને કીધું કે, “વરરાજો જાનૈયાની હારે છે, ન્યા હુધી તેઓની પાહે શું તમે ઉપવાસ કરાવી હકો છો? 35પણ એવા દિવસો આયશે જઈ વરરાજો તેઓની પાહેથી લય લેવાહે, તઈ ઈ દિવસે ઈ બધાય ઉપવાસ કરશે.” 36ઈસુએ તેઓને એક દાખલો પણ કીધો કે, “નવા લુગડાનું થીગડુ ફાડીને કોય માણસના જુના લુગડાને નવા થીગડાથી હાધતું નથી, જો હાધે તો ઈ નવું હોતન ફાડી નાખશે, અને પાછા નવા લુગડામાંથી લીધેલુ થીગડુ જુના લુગડા હારે મળતું નથી. 37અને કોય નવો દ્રાક્ષારસ જુના સામડાની થેલીમાં ભરતું નથી. જો ભરે તો નવો દ્રાક્ષારસથી જુની સામડાની થેલીને ફૂલીને ફાડી નાખે છે, અને દ્રાક્ષારસ અને જુની સામડાની થેલીનો એમ બેયનો નાશ થાય છે, 38પણ નવો દ્રાક્ષારસ નવી સામડાની થેલીમાં જ ભરવો જોયી. 39અને જુનો દ્રાક્ષારસ પીધા પછી કોય નવો દ્રાક્ષારસ પીવા માંગતું નથી કેમ કે, ઈ કેય છે જુનો વધારે હારો છે.”

Currently Selected:

લૂક 5: KXPNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in