YouVersion Logo
Search Icon

લૂક 6

6
વિશ્રામવાર વિષે પ્રશ્ન
(માથ્થી 12:1-8; માર્ક 2:23-28)
1એક વિશ્રામવારનાં દિવસે ઈસુ અને એના ચેલાઓ ખેતરમાં થયને જાતા હતા, તઈ એના ચેલાઓ ડુંડીયું તોડી-તોડીને અને હાથેથી મહળીને ખાતા જાતા હતા. 2તઈ ફરોશી ટોળાના લોકોએ ઈસુને કીધુ કે, “વિશ્રામવારે આવું કામ કરવુ ઈ નિયમની વિરુધમાં છે, તો તારા ચેલાઓ આ કામ કેમ કરે છે?” 3ઈસુએ એને જવાબ દીધો કે, “જઈ રાજા દાઉદ અને એના મિત્રોને ભૂખ લાગી હતી તઈ તેઓએ શું કરયુ ઈ તમે કોય દિવસ નથી વાસુ? 4ઈ પરમેશ્વરનાં મંદિરનાં પવિત્રસ્થાનમાં ગયો, અને વેદીએ સડાવેલી રોટલી ખાધી અને પોતાના મિત્રોને ખાવા હાટુ દીધી, જે પ્રમુખ યાજક સિવાય બીજા કોયને ખાવી વ્યાજબી નોતી.” 5પછી ઈસુએ તેઓને કીધું કે, “માણસનો દીકરો વિશ્રામવારના દિવસનો પણ પરભુ છે.”
હુકાયેલા હાથવાળો માણસ
6બીજા વિશ્રામવારના દિવસે ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં લોકોને શિક્ષણ આપતો હતો, અને ન્યા એક માણસ હતો જેનો જમણો હાથ હુકાઈ ગયેલો હતો. 7પણ યહુદી નિયમના શિક્ષકો અને ફરોશી ટોળાના લોકો ઈસુને પાહેથી જોય રયા હતાં કે, ઈ વિશ્રામવારના દિવસે કોયને હાજો કરશે કે, નય જેથી તેઓને એની ઉપર આરોપ મુકવાનું કારણ મળે. 8પણ ઈસુ તેઓના વિસાર જાણતો હતો ઈ હાટુ જે માણસનો હાથ હુકાઈ ગયેલો હતો, એણે એને કીધું કે, “ઉઠ, બધાય લોકોની હામે ઉભો થય જા ઈ હાટુ ઈ માણસ ઉભો થય ગયો.” 9પછી ઈસુએ તેઓને કીધુ કે, “શું વિશ્રામવારના દિવસે હારું કરવુ કે, ખરાબ કરવુ લાયક છે, કા કોયને બસાવવો કે મરવા દેવો?” 10પછી ઈસુએ સ્યારેય બાજુ બધાયને જોયને પેલા માણસને કીધુ કે, “તારો હાથ લાંબો કર.” એણે એમ કરયુ, ઈ હાટુ એનો હાથ હાજો થય ગયો. 11પણ તેઓ ગુસ્સે ભરાણા અને અંદરો અંદર કાવતરૂ કરયુ કે, ઈસુ વિષે આપડે શું કરી?
બાર ગમાડેલા ચેલાઓ
12ઈ દિવસોમાં ઈસુ ઘરેથી નીકળીને કોય એક ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા ગયો, અને પરમેશ્વરની પ્રાર્થનામાં આખી રાત ન્યા જ કાઢી. 13બીજા દિવસથી એણે એના બધાય ચેલાઓને પાહે બોલાવ્યા. તેઓમાંથી એણે બાર માણસોને ગમાડયાં તેઓએ એને ગમાડેલા ચેલાઓ પણ કીધા. 14ઈ હાટુ સિમોન જેનું નામ ઈસુએ પિતર રાખ્યું, અને એનો ભાઈ આંદ્રિયા, અને યાકુબ, અને યોહાન, અને ફિલિપ, અને બર્થોલ્મી, 15અને માથ્થી, અને થોમા, અને અલ્ફીનો દીકરો યાકુબ, અને સિમોન, જે ઝેલોતસ કેવાય છે, 16યાકુબનો દિકરો યહુદા, અને યહુદા ઈશ્કારિયોત, જે વિશ્વાસઘાતી હતો.
શિક્ષણ અને હાજાપણું
17તઈ ઈસુ તેઓની હારે ડુંઘરા ઉપરથી ઉતરીને ચેલાઓના મોટા ટોળાની હારે એક હરખી જગ્યામાં ઉભો રયો, અને બધાય યહુદીયા જિલ્લામાંથી, યરુશાલેમ શહેરમાંથી, અને તુર અને સિદોનના દરિયા કાઠાના અને બધીય જગ્યાનાં લોકોનું મોટુ ટોળુ ન્યા હતું. 18અને ઈસુએ જેઓ મેલી આત્માઓથી પીડાતા હતાં ઈ લોકોને પણ હાજા કરયા. 19બધાય લોકો ઈસુને અડવા હાટુ કરતાં હતાં કેમ કે, એનામાંથી પરાક્રમ નીકળતુ અને બધાય હાજા થાતા હતા.
આશીર્વાદના વચનો
20તઈ ઈસુએ પોતાના ચેલાઓ બાજુ જોયને કીધુ કે, ઓ પરમેશ્વરથી મદદ મેળવનારા ગરીબ લોકો તમે આશીર્વાદિત છો, કેમ કે, પરમેશ્વરનું રાજ્ય તમારુ છે. 21આશીર્વાદિત તેઓ છે જે ન્યાયપણાનું જીવન જીવવાની ઈચ્છા રાખે છે કેમ કે, પરમેશ્વર તેઓની ઈચ્છા પુરી કરશે, અને આશીર્વાદિત છે તેઓ જે હમણાં રોવે છે કેમ કે, તેઓ દાત કાઢશે. 22તમે આશીર્વાદિત છો, માણસના દીકરાની ઉપર વિશ્વાસ કરવાને લીધે લોકો તમારો વિરોધ કરશે, અને તમને બારે કાઢી મુકશે, અને મેણા મારશે, અને તમારુ નામ ભુંડું માનીને કાઢી નાખશે. 23ઈ દિવસે આનંદ કરો, અને રાજી થાવ: કેમ કે, જોવો, સ્વર્ગમા તમને મોટી ભેટ મળશે કેમ કે, એના વડવા આગમભાખીયાઓને હારે એવુ જ કરતાં હતાં.
24પણ રૂપીયાવાળાને અફસોસ છે! કેમ કે, તમે તમારો રાજીપો મેળવી સુક્યા છો. 25ઓ આજે ધરાયેલાઓ, તમને અફસોસ છે! કેમ કે, તમે ભૂખા થાહો. ઓ દાંત કાઢનારાઓ, તમને અફસોસ છે! કેમ કે, તમે હોગ કરશો અને રોહો. 26જઈ બધાય માણસ તમારુ હારું બોલે, તઈ તમને અફસોસ છે! કેમ કે, તમારા વડવાઓએ પણ ખોટા આગમભાખીયાઓની હારે એમ જ કરયુ હતું.
દુશ્મનો પ્રત્યે પ્રેમ
27પણ હું તમને હાંભળનારાઓને કવ છું કે, તમારા વેરીઓ ઉપર પ્રેમ રાખજો, જેઓ તમારો વિરોધ કરે છે એનુ ભલું કરો. 28જેઓ તમને હરાપ દેય, તેઓને આશીર્વાદ દયો. જેઓ તમારુ અપમાન કરે, તેઓની હાટુ પ્રાર્થના કરો. 29જે કોય તમને એક ગાલ ઉપર લાફો મારે, તો એની હામે તમારો બીજો ગાલ પણ ધરી દયો; અને જે તમારો કોટ આસકી લેય, તો એને તમારુ બુસ્કોટ હોતન લય લેવા દયો. 30જે કોય તમારી પાહે કાય માગે, તો એને આપો; અને જે કોય તમારી વસ્તુ આસકી લેય તો, એની પાહેથી તુ પાછી માંગતો નય. 31અને જેમ તમે ઈચ્છો છો કે, બીજા માણસો તમારી હારે હારો વેવાર કરે, તો તમે પણ તેઓની હારે હારો વેવાર કરો.
32જે તમને પ્રેમ કરે છે, તેઓની હારે જ પ્રેમ રાખો, તો એમા તમારી મોટાય હેની? કેમ કે, પાપીઓ હોતન તેઓની ઉપર પ્રેમ રાખનારા ઉપર પ્રેમ રાખે છે. 33જેઓ તમારુ ભલું કરે, તેઓનું તમે ભલું કરો છો તો, એમા તમારી મોટાય હેની? કેમ કે, પાપીઓ પણ એમ જ કરે છે. 34જો તમે તેઓને ઉછીનું આપો જેનાથી પાછુ લેવાની આશા રાખે છે, તો કોણ તમારા વખાણ કરે? કેમ કે, પાપી લોકો પણ બીજા પાપીઓને ઉછીનું આપે છે. 35પણ તમે તમારા દુશ્મનો ઉપર પ્રેમ રાખો, અને તેઓનું હારું કરો, પાછુ મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરમપ્રધાન પરમેશ્વરનાં દીકરા થાહો; કેમ કે ભલા અને પાપી લોકો ઉપર તેઓ દયાળુ છે. 36ઈ હાટુ જેવો તમારો પરમેશ્વર બાપ દયાળુ છે, એવા તમે પણ દયાળુ થાવ.
બીજાઓનો ન્યાય કરવો નય
37કોયનો ન્યાય કરવો નય, જેથી તમારો પણ ન્યાય કરવામા આવે નય, કોયને ગુનેગાર ઠરાવવો નય, તો કોય તમને ગુનેગાર ઠરાયશે નય, માફ કરો એટલે તમને માફ કરાહે. 38આપો એટલે તમને અપાહે; હારુ માપ દાબેલું ને હલાવેલું ઉભરાએલુ તમારા ખોળામાં ઈ ઠલવી દેહે કેમ કે, “જેટલું વધારે ધ્યાનથી તમે હાંભળો છો એટલી વધારે હમજ તમને અપાહે, અને હજી વધારે તમે હમજી હકશો.”
39ઈસુએ તેઓને એક દાખલો કીધો કે, આંધળો આંધળાને દોરી હકતો નથી, જો ઈ દોરે તો બેય ખાડામાં પડશે. 40ચેલો પોતાના ગુરુ કરતાં મોટો નથી, પણ જો કોય અભ્યાસ પુરો કરયો છે, ઈ બધાય માણસ પુરી રીતે કેળવાયા પછી પોતાના ગુરુ જેવો થાહે. 41તું એક નાના પાપ હાટુ પોતાના સાથી વિશ્વાસી ભાઈનો ન્યાય કેમ કરે છે, જે એની આંખમાં કાક કણાની જેમ છે, જઈ તારા જીવનમાં એક મોટો પાપ છે જે તારી પોતાની આંખમાં પડેલા મોટા કસરાની જેમ છે. 42અને જઈ તને પોતાના જ મોટા પાપો દેખાતા નથી, તો તુ તારાથી નાના પાપવાળા ભાઈથી કેવી રીતે કય હકે કે, ઓ ભાઈ ઉભો રે હું તારા પાપો કાઢવા હાટુ મદદ કરું? અરે ઢોંગી, પેલા તુ તારામાંથી મોટા-મોટા પાપો કાઢ, પછી જ તારા ભાઈનાં નાના નાનાં પાપો કાઢવા હાટુ મદદ કરી હકય.
જેવું ઝાડ એવુ ફળ
43કેમ કે, કોય હારા ઝાડને ખરાબ ફળ આવતાં નથી, વળી ખરાબ ઝાડને હારા ફળ આવતાં નથી. 44બધાય ઝાડવા એના ફળથી ઓળખાય છે કેમ કે, કાંટાના ઝાડ ઉપરથી લોકો અંજીર વીણતા નથી, અને કોય ઈગોરીયાના ઝાડ ઉપરથી દ્રાક્ષ વીણતા નથી. 45જે મનમાં ભરયું હોય, ઈજ મોંઢાંમાંથી બારે કાઢે છે. હારો માણસ હારા મનના ભંડારમાંથી હારુ બોલે છે; અને ખરાબ માણસ ખરાબ મનના ભંડારમાંથી ખરાબ બોલે છે.
ઘર બાંધનારા બે માણસ
46ઈસુએ ઈ લોકોને કીધુ કે, જઈ તમે મારું કેવું માનતા નથી તો તમે મને હે પરભુ! હે પરભુ! હુકામ કયો છો? 47જે કોય મારી પાહે આવે છે, મારી વાતો હાંભળે અને ઈ માંને છે, પાળે છે, ઈ કોની જેવો છે? ઈ હું તમને બતાવય. 48ઈ એવા માણસ જેવો છે જેને ઘર બનાવવા હાટુ જમીનમાં ઊંડું ખોદીને પાણા ઉપર પાયો નાખ્યો, જઈ પુર આવ્યુ તઈ ઈ ઘર ઉપર નદીનો થપાટો લાગ્યો, પણ એને હલાવી હક્યો નય કેમ કે, ઈ હારી રીતે બાંધેલુ હતું. 49પણ જે માણસ મારા વચનને હાંભળીને પાળતો નથી ઈ એની જેવો છે કે, જેને પાયો નાખ્યા વિના જમીન ઉપર પોતાનુ ઘર બાંધ્યુ એણે નદીનો થપાટો લાગ્યો અને એનો હાવ નાશ થય ગયો.

Currently Selected:

લૂક 6: KXPNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in