YouVersion Logo
Search Icon

માથ્થી 14

14
હેરોદ રાજાએ ઈસુ વિષે હાંભળ્યું
1ઈ વખતે ગાલીલ જિલ્લાના હેરોદ રાજાએ ઈસુની વાત સીત હાંભળી. 2અને પોતાના ચાકરોને કીધુ કે, “આ તો યોહાન જળદીક્ષા દેનારો છે: ઈ મોતમાંથી પાછો જીવતો ઉઠયો છે, ઈ હાટુ એવા સમત્કારી કામ એનાથી થાય છે.”
યોહાનની હત્યા
(માર્ક 6:14-29; લૂક 9:7-9)
3કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની લીધે, યોહાનને પકડયો હતો, અને એને બાંધીને જેલખાનામાં નાખ્યો હતો. 4કેમ કે, યોહાને એને કીધુ હતું કે, એને તારે બાયડી તરીકે રાખવી વ્યાજબી નથી. 5ઈ હાટુ હેરોદ રાજાએ યોહાન જળદીક્ષા દેનારને મારી નાખવા ઈચ્છતો હતો, પણ લોકોથી ઈ બીતો હતો, કેમ કે તેઓ યોહાનને આગમભાખીયો માનતા હતા.
6પણ જઈ હેરોદનો જનમનો દિવસ આવ્યો, તઈ હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને તેઓને અને હેરોદને રાજી કરયા. 7ઈ હાટુ એણે હમ ખાયને કીધુ કે, “તું જે માગે ઈ હું તને આપી દેય.” 8તઈ એની માંના હમજાવ્યા પરમાણે ઈ બોલી કે, “યોહાન જળદીક્ષા આપનારનું માથું કપાવીને કાથરોટમાં મને દેવડાય.” 9તઈ રાજા બોવ દુખી થયો, પણ મેમાનોની હાજરીમાં આપેલા વચનને લીધે એણે દીકરીની માગણી પુરી કરવા હાટુ હુકમ આપ્યો. 10એણે સિપાયોને જેલખાનામાં યોહાન જળદીક્ષા દેવાવાળાનું માથું કાપીને લીયાવવા હાટુ મોકલ્યા. 11પછી એનું માથું કાથરોટમાં લીયાવીને છોકરીને આપ્યુ; અને ઈ એની માંની પાહે લય ગય. 12તઈ એના ચેલાઓ આવીને એના ધડને લય જયને દાટી દીધું અને જયને ઈસુને ખબર આપી.
ઈસુ દ્વારા પાંસ હજારથી વધારે લોકોને ખવડાવવું
(માર્ક 6:30-44; લૂક 9:10-17; યોહ. 6:1-14)
13હવે આ હાંભળીને ઈસુ ન્યાંથી હોડીમાં બેહીને વગડામાં એકલો ગયો, અને લોકો ઈ હાંભળીને નગરોમાંથી હાલીને એની હારે ગયા. 14એણે નીકળીને ઘણાય બધાય લોકોને જોયા, તઈ તેઓની ઉપર એને દયા આવી, એને એમાંથી માંદાઓને હાજા કરયા. 15હાંજ પડી, તઈ એના ચેલાઓ એની પાહે આવીને કીધુ કે, આ ઠેકાણું ઉજ્જડ જગ્યામાં છે અને હવે વખત થય ગયો છે, ઈ હાટુ લોકોને વિદાય કર, જેથી તેઓ ગામમાં જાયને પોતાની હાટુ ખાવાનું વેસાતું લાવે. 16પણ ઈસુએ તેઓને કીધુ કે, “તેઓને જાવાની જરૂર નથી! તમે જ આ લોકોને ખાવાનું આપો.” 17તેઓએ ઈસુને કીધુ કે, “પણ આયા અમારી પાહે ખાલી પાંસ રોટલી અને બે માછલી જ છે.” 18તઈ ઈસુએ કીધુ કે, “એને આયા મારી પાહે લેતા આવો.” 19પછી ઈસુએ લોકોને લીલા ખડમાં બેહવાનું કીધુ, અને ઈ પાંસ રોટલી અને બે માછલીઓ લયને સ્વર્ગ બાજુ જોયને પરમેશ્વરનો આભાર માનીને, રોટલી તોડી તોડીને પોતાના ચેલાઓને આપી, અને ચેલાઓએ લોકોને પીરસ્યું. 20અને બધાય ખાયને ધરાણા, અને ચેલાઓએ રોટલીઓ અને માછલીઓના વધેલા ટુકડાઓ ભેગા કરીને બાર ટોપલીઓ ભરી.
ઈસુનું પાણી ઉપર હાલવું
(માર્ક 6:45-52; યોહ. 6:15-21)
21જેઓએ ખાધુ તેઓમાં બાયુ અને છોકરાઓ છોડીને લગભગ પાંસ હજાર માણસો હતા. 22અને એણે તરત જ પોતાના ચેલાઓને હોડીમાં બેહાડયા, જેથી તેઓ પોતાની આગળ દરિયાની ઓલે પાર વયા જાય, જ્યાં હુધી કે, પોતે લોકોને વિદાય કરે.
23ઈ લોકોને વિદાય કરીને, ઈસુ એકલો અલગ ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા સડી ગયો; અને હાંજે ઈ ન્યા એકલો હતો. 24પણ ઈ વખતે હોડી દરિયા વસે હતી, અને મોજાઓથી ડામાડોળ થાતી હતી કેમ કે, પવન હામો હતો. 25લગભગ હવારના ત્રણથી છ વાગ્યાની વસ્સે ઈ દરિયા ઉપર હાલીને તેઓની પાહે આવ્યો. 26ચેલાઓ એને દરિયા ઉપર હાલતો જોયને ગભરાણા, અને કેવા લાગ્યા કે, “આ તો કોય ભૂત છે” બીકથી તેઓએ રાડો પાડી. 27પણ તરત ઈસુએ તેઓને કીધુ કે, “હિંમત રાખો, એતો હું છું, બીવોમાં.” 28તઈ પિતરે એને જવાબ આપ્યો કે, “હે પરભુ, જો તુ જ હોય તો મને આજ્ઞા કર કે, હું તારી પાહે પાણીમાં હાલીને આવું.”
29તઈ એણે કીધુ કે, “આવ!” તઈ પિતર હોડી ઉપરથી ઉતરીને પાણી ઉપર હાલતો થયને ઈસુની પાહે જાવા લાગ્યો. 30જઈ એણે પવનને જોયો તો ઈ બીય ગયો, અને પાણીમાં ડૂબવા લાગ્યો, તઈ એણે રાડ નાખીને કીધુ કે, “હે પરભુ, મને બસાવો.” 31ઈસુએ પોતાનો હાથ લાંબો કરીને એને પકડી લીધો, અને એને કીધુ કે, “ઓ અલ્પવિશ્વાસી, તે મારા ઉપર શંકા કેમ કરી?” 32જઈ તેઓ હોડી ઉપર સડયો અને પવન થંભી ગયો. 33હોડીમાં જે લોકો હતા, તેઓએ ઈસુને પરણામ કરીને કીધુ કે, “તું એકમાત્ર પરમેશ્વરનો દીકરો છે.”
ઈસુ દ્વારા ગેન્‍નેસારેતમાં માંદાઓને હાજા કરવા
(માર્ક 6:53-56)
34ઈસુ અને એના ચેલાઓ આગળ ઉતરીને ગન્‍નેસારેત પરદેશમાં આવ્યા. 35જઈ ઈ જગ્યાના લોકોએ એને ઓળખ્યો, તઈ તેઓએ સ્યારેય કોર આજુ-બાજુની જગ્યાએ માણસોને કયને મોકલ્યા અને તેઓ બધાય માંદાઓને એની પાહે લાવ્યા. 36અને તેઓએ ઈસુને વિનવણી કરી કે, ખાલી તારા લુગડાની કોરને અડવા દેય; અને જેટલા અડયા ઈ બધાય હાજા થયા.

Currently Selected:

માથ્થી 14: KXPNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in