YouVersion Logo
Search Icon

માથ્થી 17

17
મુસા અને એલિયાને ઈસુએ હારે જોયા
(માર્ક 9:2-13; લૂક 9:28-36)
1છ દિવસ પછી ઈસુ પિતર, યાકુબ અને યોહાનને હારે લયને તેઓ એક ઉસા ડુંઘરા ઉપર સડી જાય છે, 2અને તેઓની હામે એનું આખું રૂપ બદલાય ગયુ એટલે એનું મોઢું સુરજના જેવું તેજસ્વી થય ગયુ, એના લુગડા ઉજળા થય ગયા. 3તઈ જોવો, ઈ બેય આગમભાખીયા મુસા અને એલિયા ઈસુની હારે વાતો કરતાં તેઓને દેખાણા.
4પિતરે જવાબ દયને ઈસુને કીધું કે, “હે પરભુ, આપડે આયા રેવું આપડી હાટુ હારૂ છે, જેથી તારી ઈચ્છા હોય તો હું આયા ત્રણ માંડવા બાંધૂ, એક તારી હાટુ, એક મુસાની હાટુ, એક એલિયા હાટુ.” 5ઈ બોલતો હતો, એટલામાં એક વાદળો આવ્યો અને એના છાયાથી તેઓને ઢાંકી દીધા અને ઈ વાદળામાંથી પરમેશ્વરની એવી વાણી થય કે, “આ મારો વાલો દીકરો છે, એની ઉપર હું રાજી છું, એનું હાંભળો.” 6ચેલાઓએ ઈ હાંભળીને મોઢા ભરાયને ઉંધા પડયા, ને બોવ જ બીય ગયા. 7તઈ ઈસુએ પાહે આવીને એણે અડીને કીધુ કે, “ઉઠો, ને બીવમાં.” 8તઈ તરત તેઓએ આજુ-બાજુ જોયું, અને એકલા ઈસુને જોયો, બીજુ કોય દેખાણું નય.
9જઈ લોકો ડુંઘરા ઉપરથી ઉતરતા હતા, તઈ ઈસુએ ઈ લોકોને એવી આજ્ઞા કરી કે, “માણસનો દીકરો મરણમાંથી પાછો જીવી ઉઠે, ન્યા હુંધી આ બધુય તમે જે જોયું છે ઈ કોયને કાય કેતા નય.” 10તઈ એના ચેલાઓએ એને પુછયું કે, “યહુદી નિયમના શિક્ષકો એમ કેમ કેય છે, કે મસીહ આવ્યા પેલા એલિયાને આવવું જોયી?” 11ઈસુએ તેઓને જવાબ દિધો કે, “એલિયા આવે છે ખરો અને ઘણુય ખરું હારું કરશે.” 12પણ હું તમને કવ છું કે, એલિયા આવી ગયો છે, અને તેઓએ એને ઓળખ્યો નય, પણ એના વિષે જેમ ધારયુ એમ એણે કરયુ એમ જ માણસનો દીકરો પણ તેઓથી દુખ સહન કરશે. 13તઈ ચેલા હમજ્યાં કે, યોહાન જળદીક્ષા દેનાર વિષે એણે તેઓને કીધું.
ઈસુ માંદા છોકરાને હાજો કરે છે
(માર્ક 9:14-29; લૂક 9:37-43)
14જઈ તેઓ લોકોની ગડદી પાહે આવ્યા, તઈ એક માણસે એની પાહે આવીને એની આગળ ગોઠણીયા ટેકવીને કીધુ કે, 15“ઓ પરભુ, મારા દીકરા ઉપર દયા કર કેમ કે, એને વાયની બીમારી છે, અને ઈ ઘણોય પીડાય છે કેમ કે, ઈ ઘણીયવાર આગમાં અને ઘણીયવાર પાણીમાં પડે છે. 16અને એને હુ તારા ચેલાઓની પાહે લાવ્યો હતો, પણ તેઓ એને હાજો કરી હક્યાં નય.” 17ઈસુએ એને જવાબ દીધો કે, “ઓ અવિશ્વાસી લોકો ક્યા હુધી હું તમારી હારે રેય? અને ક્યા હુધી હું તમારું સહન કરય? એને મારી પાહે લાવો.” 18પછી ઈસુએ એને ધમકાવીને અને મેલી આત્મા એનામાંથી નીકળી અને દીકરો ઈ જ વખતે હારો થય ગયો. 19તઈ ચેલાઓએ એકાંતમાં ઈસુની પાહે આવીને કીધુ કે, “અમે ઈ મેલી આત્માને કેમ કાઢી હક્યાં નય?” 20તઈ એણે ઈ લોકોને કીધુ કે, “તમારા થોડા વિશ્વાસને લીધે કેમ કે, હું તમને હાસુ કવ છું કે, જો રાયના દાણા જેટલો થોડોક પણ વિશ્વાસ કરતાં હોય, તો તમે આ ડુંઘરને કેહો કે ખહી જા, તો ઈ ખહી જાહે, અને તમને કાય પણ અશક્ય નય લાગે.” 21પણ પ્રાર્થના અને ઉપવાસ વગર ઈ મેલી આત્મા નીકળતી નથી.
ઈસુ પોતાના મોત વિષે કેય છે
(માર્ક 9:30-32; લૂક 9:43-45)
22તેઓ ગાલીલમાં હતા, તઈ ઈસુએ તેઓને કીધુ કે, “હું, માણસના દીકરાને વેરીઓના હાથમાં હોપવામાં આવય. 23તેઓ એને મારી નાખશે, અને હું ત્રીજા દિવસે પાછો જીવતો ઉઠય.” અને તઈ ઈ બોવ મુજાણા.
ઈસુ કર ભરવા વિષે શીખવે છે
24તેઓ કપરનાહૂમ નગરમાં આવ્યા, તઈ મદિર હાટુ વેરો લેનારાઓએ પિતરની પાહે આવીને કીધુ કે, “શું તમારો ગુરુ, મંદિરના વેરાનું નાણું નથી આપતો?” 25પિતરે કીધુ કે, “હા.” અને ઈ ઘરમાં આવ્યો તઈ એના બોલતા પેલા ઈસુએ કીધુ કે, “સિમોન, એને શું લાગે છે, જગતના રાજાઓ કોની પાહેથી દાણ કા વેરો લેય છે? પોતાના દીકરાઓ પાહેથી કે પરદેશીઓ પાહેથી?” 26પિતરે ઈસુને કીધુ કે, “પારકાઓ પાહેથી,” તઈ ઈસુએ એને કીધુ કે, તો પછી દીકરાઓ તો છુટા છે. 27તો પણ આપણે તેઓને ઠોકર ના ખવડાવીએ, ઈ હાટુ તું દરિયા કિનારે જા, ચારો નાખ. જે માછલી પેલી પકડાય જઈ તું એનુ મોઢું ઉઘાડય તઈ એમાંથી એને સ્યાર દિવસ કમાય એટલી મજુરીના રૂપીયા મળશે, ઈ લયને મારી અને તારી હાટુ તેઓને આપ.

Currently Selected:

માથ્થી 17: KXPNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in