YouVersion Logo
Search Icon

માથ્થી 26

26
યહુદી આગેવાનોનું ઈસુને મારી નાખવાનું કાવતરૂ
(માર્ક 14:1-2; લૂક 22:1-2; યોહ. 11:45-53)
1જઈ ઈસુએ ઈ બધીય વાતો પુરી કરી, તઈ ઈ પોતાના ચેલાઓને કેવા લાગ્યો કે, 2તમે જાણો છો કે, હવે પાસ્ખા તેવાર અને બેખમીર રોટલીનો તેવાર બે દિવસ પછી સાલું થાવાનો છે, અને હું માણસનો દીકરો જેને વધસ્થંભ ઉપર જડાવવા હાટુ હોપી દેવામાં આયશે. 3તઈ મુખ્ય યાજકો અને યહુદી લોકોના વડીલો કાયાફાસ નામે પ્રમુખ યાજકના ઘરના ફળીયામાં ભેગા થયાં. 4અને અંદરો અંદર તેઓએ ઈસુને દગાથી પકડીને મારી નાખવા હાટુ કાવતરું કરયુ. 5પણ તેઓએ કીધુ કે, “તેવારના વખતે નય, નકર ક્યાક એવું નો થાય કે, લોકોમાં બબાલ થાય.”
એક બાય કાક અલગ કરે છે
(માર્ક 14:3-9; યોહ. 12:1-8)
6જઈ ઈસુ બેથાનિયા ગામમાં સિમોન કોઢિયાના ઘરે હતો, 7તઈ એક બાય આરસની શીશીમાં બોવ મુલ્યવાન અત્તર લયને ઈસુ પાહે આવી અને ઈ ખાવા બેઠો હતો તઈ એના માથા ઉપર રેડયુ. 8અને ઈ જોયને ઈસુના ચેલાઓ ગુસ્સે થયા અને કીધુ કે, “આ નુકશાન હુકામ? 9ઈ અત્તરને વધારે મોંઘી કિંમતે વેસીને એના રૂપીયા ગરીબ લોકોને આપી હકાત.” 10તઈ ઈસુએ ઈ જાણીને તેઓને કીધુ કે, ઈ બાયને તમે કેમ સતાઓ છો? કેમ કે, એણે તો મારી હાટુ ભલું કામ કરયુ છે. 11ગરીબો સદાય તમારી હારે છે, પણ હું સદાય તમારી હારે રેવાનો નથી. 12ઈ બાયે મારા દેહ ઉપર જે અત્તર રેડયુ, ઈ મારા દેહને દાટવા હાટુ તૈયારી કરી છે. 13હું તમને હાસુ કવ છું કે, આખા જગતમાં જ્યાં ક્યાય પણ આ હારા હમાસારનો પરચાર કરવામાં આયશે, ન્યા ઈ બાયે જે કાય પણ કરૂ છે, ઈ એની યાદગીરીને અરથે કેવામાં આયશે.
યહુદા ઈસુનો વેરી બને છે
(માર્ક 14:10-11; લૂક 22:3-6)
14તઈ યહુદા ઈશ્કારિયોત જે બાર ચેલાઓમાંથી એક હતો, એણે મુખ્ય યાજકોની પાહે જયને કીધુ કે, 15“જો હું ઈસુને તમારા હાથમાં પકડાવી દવ તો, તમે મને કેટલા રૂપીયા આપશો?” તેઓએ એને ત્રીહ સાંદીના સિક્કા જોખી દીધા. 16અને ઈ વખતથી યહુદા ઈસુને દગાથી પકડાવવા હાટુ તક ગોતવા મંડ્યો.
ઈસુનું પાસ્ખા તેવારનું ભોજન
(માર્ક 14:12-21; લૂક 22:7-13,21-23; યોહ. 13:21-30)
17પાસ્ખા તેવારના પેલા દિવસે ચેલાઓએ ઈસુની પાહે આવીને પૂછયું કે, “તમે અમને ક્યા મોકલવા માગો છો કે, પાસ્ખા તેવાર હાટુ અમે ખાવાનું તૈયાર કરી જેથી આપડે એને ખાય હકી?” 18તઈ એણે કીધુ કે, “નગરમાં એક માણસની પાહે જાવ જેની હારે મેં પેલાથી જ વાત કરી છે એને કયો કે, ગુરુ કેય છે કે, મારો વખત પાહે આવ્યો છે, હું મારા ચેલાઓ હારે તારી ઘરે પાસ્ખાનો તેવાર મનાવવાનો છું” 19ઈસુએ જેમ ચેલાઓને કીધુ હતું એવુ જ તેઓએ પાસ્ખા તેવાર હાટુ ખાવાનું તૈયાર કરયુ. 20જઈ હાંજ પડી તઈ ઈસુ બાર ચેલાઓની હારે ખાવા બેઠો. 21જઈ તેઓ ખાતા હતા તઈ ઈસુએ તેઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, તમારામાંનો એક મને વેરીઓના હાથમાં દગાથી પકડાયશે.” 22તઈ ઈ વાત ઉપર તેઓ ઘણાય દુખી થયાં અને તેઓમાના બધાય એને પૂછવા લાગ્યા કે, “પરભુ શું ઈ હું છું?” 23ઈસુએ જવાબ દીધો કે, “જેણે મારી હારે થાળીમાં હાથ નાખ્યો છે ઈ જ મને દગાથી પકડાયશે. 24હું, માણસનો દીકરો મરી જાવ કેમ કે, આ શાસ્ત્રમા લખ્યું છે. પણ ઈ માણસને અફસોસ! જે મને પકડાવી દેવામાં મદદ કરે છે. જો ઈ જનમો નો હોત તો ઈ માણસ હાટુ હારું હોત.” 25તઈ એને પકડાવનાર યહુદાએ એને કીધુ કે, ગુરુ શું ઈ હું છું? તે કેય છે કે, “તે પોતે જ કીધું.”
પરભુ ભોજન
(માર્ક 14:22-26; લૂક 22:14-20; 1 કરિં. 11:23-25)
26તેઓ ખાતા હતા તઈ ઈસુએ હાથમાં રોટલી લયને, પરમેશ્વરનો આભાર માનીને તોડી અને ચેલાને આપીને કીધુ કે, “લ્યો આ ખાવ; આ મારો દેહ છે.” 27પછી એણે પ્યાલો લયને પરમેશ્વરનો આભાર માનીને પોતાના ચેલાઓને આપીને કીધું કે, “તમે બધાય એમાંથી પીવો, 28કેમ કે, આ નવા કરારનું મારું લોહી છે, જે ઘણાય બધાના પાપોની માફીને હાટુ વહેવડાવવામાં આવે છે. 29હું તમને હાસુ કવ છું કે, એની પછી, હું ઈ વખત હુધી પછી ક્યારેય દ્રાક્ષારસ નય પીવ, જ્યાં હુધી કે હું મારા બાપના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નય પીવ.” 30તઈ ઈસુ અને એના ચેલાઓએ પાસ્ખાના ગીત પરમેશ્વર હાટુ ગાયા અને યરુશાલેમ શહેરની બારે નીકળીને જૈતુનના ડુંઘરા ઉપર વયા ગયા જે પાહે હતો.
31તઈ ઈસુએ તેઓને કીધુ કે, “તમે બધાય આજ હાંજે મને છોડીને વયા જાહો કેમ કે, શાસ્ત્રમાં આ લખેલુ છે કે, હું ઘેટા પાળકને મારય, અને ટોળાના ઘેટા વિખાય જાહે.” 32“પણ મરેલામાંથી જીવતા થયા પછી, હું તમારી પેલા ગાલીલ જિલ્લામાં જાય અને ન્યા તમને મળય.” 33તઈ આ વાત ઉપર પિતરે એને જવાબ દીધો કે, “જો બધાય તને છોડી દેહે અને ભાગી જાહે, પણ હું નય ભાગું.” 34ઈસુએ એને કીધુ કે, “હું હાસુ કવ છું કે, આજે રાતે કુકડો બોલ્યા પેલા તું ત્રણ વાર મારો નકાર કરય.” 35પિતરે એને કીધુ કે, “જો તારી હારે મારે મરવું પડે તો પણ હું તારો નકાર નય કરું.” અને બધાય ચેલાઓએ એમ જ કીધુ.
ઈસુ એકલો પ્રાર્થના કરે છે
(માર્ક 14:32-42; લૂક 22:39-46)
36તઈ ઈસુ તેઓની હારે ગેથસેમાને નામે એક ઠેકાણે આવ્યો અને ચેલાઓને કીધુ કે, “હું ન્યા જયને પ્રાર્થના કરું છું ન્યા હુધી તમે આયા બેહો.” 37પિતર અને ઝબદીના બેય દીકરા યાકુબ અને એનો ભાઈ યોહાનને હારે લય પોતે દુખી થયને હોગ કરવા લાગ્યો. 38તઈ ઈસુએ તેઓને કીધુ કે, “મને એવું લાગે છે કે, હું મરવાની ઘડીમાં છું, ઈ હાટુ તમે આયા મારી હારે જાગતા રયો.” 39પછી ઈસુએ આઘે જયને જમીન ઉપર ઉંધે મોઢે થયને પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, થય હકે તો આ પ્યાલો મારાથી આઘો હટાવી લે, તો પણ મારી ઈચ્છા પરમાણે નય પણ તારી ઈચ્છા પરમાણે થાય.” 40પછી એણે ચેલાઓ પાહે આવીને તેઓને હુતા જોયા અને પિતરને કીધુ કે, “શું તમે મારી હારે એક કલાક પણ જાગી હકતાં નથી? 41જાગતા અને પ્રાર્થના કરતાં રયો કેમ કે, તમે પરીક્ષણમાં નો આવો! આત્મા તો તૈયાર છે, પણ દેહ નિર્બળ છે.” 42વળી ઈસુએ બીજીવાર જયને પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, આ પ્યાલો મારા પીધા વગર આઘો નો થય હકે; તો તારી ઈચ્છા પરમાણે થાય.” 43તઈ ઈસુએ ફરીથી આવીને તેઓને પાછા હુતા જોયા કેમ કે, તેઓ બોવ નીંદરમાં હતા. 44ઈ ફરીથી તેઓને મુકીને ગયો, અને ત્રીજીવાર ઈ જ પ્રાર્થના કરી. 45તઈ ઈસુએ ચેલાઓની પાહે આવીને કીધુ કે, “હવે હુતા રયો, અને પોરો ખાવ, જોવ ઈ વખત પાહે આવ્યો છે, અને માણસનો દીકરો પાપી લોકોના હાથમાં પકડાવવામાં આયશે, 46ઉઠો, આપડે જાયી, જુઓ, મને દગાથી પકડાવી દેનાર છે ઈ આવી ગયો છે.”
ઈસુ પકડાય છે
(માર્ક 14:43-50; લૂક 22:47-53; યોહ. 18:3-12)
47ઈસુ હજી બોલતો હતો એટલામાં જોવ, બાર ચેલાઓમાનો એક એટલે યહુદા એક મોટા ટોળાની હારે આવ્યો હતો જે તલવાર અને લાકડીઓ પોતાની હારે લયને આવ્યા હતા. આ લોકોને મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો અને વડીલો દ્વારા મોકલવામાં આવ્યા હતા. 48હવે એને પકડાવનાર યહુદાએ તેઓને નિશાની આપી હતી કે, “જેને હું જયને સુંબન કરય ઈ જ ઈ માણસ છે, એને પકડી લેજો.” 49તરત જ યહુદાએ ઈસુ પાહે આવીને કીધુ કે, “હે ગુરુ સલામ” અને ઈ એને સુમ્યો. 50ઈસુએ એને કીધુ કે, “હે ભાઈબંધ જે તું કરવાને આવ્યો છે ઈ તું કર.” તઈ તેઓએ એની પાહે આવીને ઈસુ ઉપર હાથ નાખીને એને પકડી લીધો. 51પછી જોવ ઈસુના સાથીઓમાંથી એકે હાથ લાંબો કરીને, પોતાની તલવાર કાઢીને, પ્રમુખ યાજકના ચાકરનો કાન કાપી નાખ્યો. 52તઈ ઈસુએ એને કીધુ કે, “તારી તલવાર પાછી તારી મ્યાનમાં રાખ કેમ કે, જેટલા તલવાર પકડે છે, એટલા તલવારથી જ મારી નખાહે. 53શું તું નથી હમજતો કે, હું મારા બાપની પાહે માંગુ, તો ઈ હમણા જ સિપાયની બાર ટુકડીઓ કરતાં, વધારે સ્વર્ગદુતો મારી પાહે મોકલી દેહે? 54પણ શાસ્ત્રવચનમાં લખ્યું છે કે, એમ જ બધીય વાતો થાવી જોયી, ઈ કેવી રીતે પુરી થાહે?” 55ઈ જ વખતે ઈસુએ લોકોના ટોળાને કીધુ કે, “શું તમે તલવારો અને લાકડીઓ લયને સોરની જેમ મને પકડવા નીકળી આવ્યા છો? હું દરોજ મંદિરમાં બેહીને શિક્ષણ આપતો હતો, તઈ તમે મને પકડયો નય.” 56પણ આગમભાખયાઓના વચનો પુરા થાય ઈ હાટુ આ બધુય થયુ છે, તઈ બધાય ચેલાઓ ઈસુને મુકીને વયા ગયા.
યહુદી આગેવાનો હામે ઈસુ
(માર્ક 14:53-65; લૂક 22:54-55,63-71; યોહ. 18:13-14,19-24)
57પછી જેઓએ ઈસુને પકડયો હતો તેઓ જ્યાં યહુદી નિયમના શિક્ષકો અને વડીલો ભેગા થયા હતા અને કાયાફા પ્રમુખ યાજક હોતન હતો એની પાહે એને લય ગયા. 58પિતર છેટો રયને ઈસુની વાહે વાહે પ્રમુખ યાજકના ઘરના આંગણામાં આવ્યો, અને અંદર જયને શું થાહે? ઈ જોવા હાટુ સોકીદારોની પાહે બેહી ગયો. 59અને ઈસુને મારી નાખવા હાટુ મુખ્ય યાજકો અને આખી યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં એની વિરુધ ખોટી સાક્ષીઓ ગોતતા હતા. 60પણ બોવ બધા ખોટા સાક્ષીઓ આવ્યા છતાં પણ કોય પુરાવો નો મળ્યો. છેલ્લે બે માણસો આવ્યા. 61અને કીધુ કે, “એણે અમને એમ કીધુ હતું કે, હું પરમેશ્વરનાં મંદિરને તોડી નાખય અને એને ત્રણ દિવસમાં પાંછુ બનાવય.”
62તઈ પ્રમુખ યાજકે ઉભા થયને એને પુછયું કે, “શું તું કેમ કાય જવાબ નથી દેતો? આ લોકો તારી વિરુધમાં સાક્ષી આપે છે?” 63પણ ઈસુ મૂંગો રયો, તઈ પ્રમુખ યાજકે એને ફરી કીધુ કે, “હું એને જીવતા પરમેશ્વરનાં હમ દવ છું કે, પરમેશ્વરનો દીકરો જે મસીહ છે, ઈ તુ જ છે કે નય? ઈ અમને કય દે.” 64ઈસુએ એને કીધુ કે, “તું પોતે જ કેય છે, પણ હું તમને કવ છું કે, હવે પછી માણસના દીકરાને પરમેશ્વરનાં પરાક્રમના જમણા હાથ બાજુ માનની જગ્યાએ બેહેલો અને આભથી વાદળા ઉપર આવતાં જોહો,” 65તઈ પ્રમુખ યાજકે ગુસ્સે થયને પોતાના લુગડા ફાડીને કીધુ, એણે પરમેશ્વરની નિંદા કરી છે, હવે આપડે બીજા સાક્ષીઓની જરૂર નથી. જોવો, તમે ઈ નિંદા હાંભળી? 66તમે શું વિસારો છો? તેઓએ જવાબ દીધો કે, “ઈ મોતની સજાને લાયક છે.” 67તઈ તેઓએ એના મોઢા ઉપર થુકીને, એને ઢીકા મારયા અને બીજાઓએ એને લાફો મારયો અને ઠેકડી કરીને કીધુ કે, 68“હે મસીહ, જો તુ આગમભાખનાર હોય તો અમને બતાવ કે, તને કોણે મારો!”
પિતરનો નકાર
(માર્ક 14:66-72; લૂક 22:56-62; યોહ. 18:15-18,25-27)
69પિતર જઈ આંગણામાં બેઠો હતો તઈ એક દાસીએ એની પાહે આવીને કીધુ કે, “તું હોતન ગાલીલ જિલ્લાના ઈસુની હારે હતો.” 70પણ એણે બધાયની આગળ નકાર કરીને કીધુ કે, “હું એને ઓળખતો નથી.” 71પછી ઈ આંગણાના દરવાજા પાહે ગયો, તઈ બીજી દાસીએ એને જોયને કીધુ કે, “આ હોતન નાઝરેથ નગરના ઈસુની હારે હતો.” 72પણ એણે હમ ખાયને પાછી ના પાડીને કીધુ કે, “હું, ઈ માણસને ઓળખતો નથી.” 73થોડીકવાર પછી પાહે ઉભેલાઓએ પિતરની પાહે આવીને કીધુ કે, “ખરેખર તું તેઓમાંથી એક છો કેમ કે, તારી બોલીથી તું ઓળખાણમાં આવે છે.” 74તઈ ઈ હરાપ દેવા અને હમ ખાવા મંડ્યો કે, “હું ઈ માણસને ઓળખતો નથી.” ઈ બોલતો હતો અને તરત જ કુકડો બોલ્યો. 75તઈ પિતરને ઈસુએ કીધેલી ઈ વાત યાદ આવી કે, “આજે હવારે કુકડો બોલ્યા અગાવ તું મારો ત્રણ વાર નકાર કરય.” પછી ઈ બારે જયને દુખી થયને ખુબ રોયો.

Currently Selected:

માથ્થી 26: KXPNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in