તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જે રીતે ખેતરમાં બોવ જ પાક હોય છે, એવા ઘણાય બધા લોકો છે, જે મારા સંદેશાને હાંભળવા હાટુ તૈયાર છે. પણ મારા સંદેશાને વિષે બતાવવા હાટુ લોકો ઓછા છે. ઈ હાટુ તમે પરભુ પરમેશ્વરથી વધારે મજુરો મોકલવા હાટુ વિનવણી કરો, જે લોકોને ભેગા કરશે અને તેઓને મારો સંદેશો શીખવાડશે, જેમ કે કોય જમીનનો માલીક પોતાના ખેતરમાં પાક ભેગો કરવા હાટુ મજુરોને મોકલે છે.”