બાયે જોયું કે, ઈ પકડાય ગય છે, જેથી ઈ ધ્રુજતી-ધ્રુજતી આવીને ઈસુને પાહે પગે પડી. ઈ એને શું કામ અડી હતી અને પોતે કેવી રીતે તરત જ હાજી થય ગય ઈ વિષે ન્યા બધાયની હાજરીમાં એણે ઈસુને બધુય કય દીધું. ઈસુએ એને કીધું કે, “દીકરી, તુ બસી ગય કેમ કે, તે વિશ્વાસ કરયો કે, હું તને બસાવી હકું છું, એટલે તુ, શાંતિથી જા.”