યોહાન 5

5
અડતરીસ વર થી બેંમાર માણસ નેં હાજો કરવો
1હેંનેં પસી યહૂદી મનખં ના એક તેવાર હારુ ઇસુ યરુશલેમ સેર જ્યો.
2યરુશલેમ સેર મ, ભેડ નામ ની ફાટક કનેં એક કુંડ હે, ઝી ઈબ્રાનિ ભાષા મ બૈતસૈદા કેંવાએ હે, હેંનેં સ્યારેં મેર પાંસ સાપરં બણાવેંલં હે. 3હેંનં મ ઘણં બદં બેંમાર મનખં પડેં રેંતં હેંતં, અમુક આંદળં, અમુક લંગડં અનેં અમુક લખુવા વાળં હેંતં. 4કેંમકે ટાએંમ-ટાએંમ ઇપેર પરમેશ્વર ના હરગદૂત કુંડ મ ઉતરીને પાણેં નેં હલાવેં કરતા હેંતા, પાણેં હલતમસ ઝી મનખ બદ્દ કરતં પેલ કુંડ મ ઉતરતું હેંતું, વેયુ હાજું થાએં જાતું હેંતું. સાહે હીની કીવી બી બેંમારી કેંમ નેં વેહ. 5તાં એક માણસ હેંતો, ઝી અડતરીસ વર થી બેંમાર હેંતો. 6ઇસુવેં હેંનેં તાં પડેંલો ભાળ્યો, અનેં જાણેં જ્યો, કે વેયો ઘણા ટાએંમ થી ઇની દશા મ હે, એંતરે હારુ ઇસુવેં હેંનેં પૂસ્યુ, “હું તું હાજો થાવા સાહે હે?” 7તર હેંને બેંમાર માણસેં હેંનેં જવાબ આલ્યો, હે માલિક, મારી કન કુઇ મનખ નહેં, કે ઝર પાણેં હલાવવામ આવે, તે મનેં કુંડ મ ઉતરવા હારુ મદદ કરે, અનેં ઝર હૂં કુંડ મ ઉતરવા ની કોશિશ કરું હે, તર દરેક વખત મારી કરતં પેલ બીજુ કુઇ મનખ કુંડ મ ઉતરેં જાએ હે. 8તર ઇસુવેં હેંનેં કેંદું, “ઉઠ, તારી પથારી ઉપાડ, અનેં સાલવા મંડ.” 9વેયો માણસ તરત હાજો થાએંજ્યો, અનેં પુંતાની પથારી ઉપાડેંનેં હરવા-ફરવા મંડ્યો.
10ઝેંને દાડે આ થાયુ વેયો આરમ નો દાડો હેંતો, એંતરે હારુ યહૂદી મનખં ન અગુવા હેંના માણસ નેં ઝી હાજો થાયો હેંતો, કેંવા લાગ્યા, “આજે તે આરમ નો દાડો હે, મૂસા ના નિયમ ને પરમણે તારે પથારી ઉપાડવું ઠીક નહેં.” 11હેંને હેંનનેં જવાબ આલ્યો, ઝેંનેં મનેં હાજો કર્યો હે, હેંનેસ મનેં કેંદું, “પુંતાની પથારી ઉપાડ અનેં સાલવા મંડ.” 12તર હેંનવેં હેંના માણસ નેં પૂસ્યુ, “કઇને માણસેં તનેં પથારી ઉપાડેંનેં સાલવા હારુ કેંદું?” 13પુંણ ઝી માણસ હાજો થાયો હેંતો, વેયો નેં જાણતો હેંતો, કે હેંનેં એંમ કેંવા વાળો માણસ કુંણ હે, કેંમકે હીની જગ્યા મ ભીડ થાવા ને લેંદે ઇસુ તાંહો હરકેંજ્યો હેંતો. 14થુડીક વાર પસી વેયો માણસ પાસો ઇસુ નેં મંદિર ના આંગણા મ મળ્યો, તર હેંને હેંના માણસ નેં કેંદું, “ભાળ, તું હાજો થાએંજ્યો હે, એંતરે હારુ હાવુ ફેંર પાપ નહેં કરતો વેહ, ખેંતુંક એંવું નેં થાએ કે એંનેં કરતં ભારી સમસ્યા તારી ઇપેર આવેં પડે.” 15તર હેંને માણસેં જાએંનેં યહૂદી મનખં ન અગુવં નેં કેંદું, કે ઝેંને માણસેં મન હાજો કર્યો હે, વેયો ઇસુ હે. 16હેંને લેંદે યહૂદી મનખં ના અગુવા ઇસુ નેં સતાવવા લાગ્યા, એંતરે હારુ કે વેયો બેંમાર મનખં નેં આરમ ને દાડે હાજં કરતો હેંતો. 17પુંણ ઇસુવેં હેંનનેં કેંદું, “મારો બા હમેશા કામ કરે હે, અનેં હૂં હુંદો કામ કરું હે.” 18હેંને લેંદે યહૂદી મનખં ના અગુવા હેંનેં માર નાખવા ની વદાર કોશિશ કરવા લાગ્યા, કેંમકે ખાલી આરમ ના દાડા ના નિયમ નેં તુંડવો એંતરુંસ નહેં, પુંણ વેયો પરમેશ્વર નેં પુંતાનો બા કેં નેં પુંતે પુંતાનેં પરમેશ્વર નેં બરુંબર હે, એંમ વતાડે હે.
બેંટા નો અધિકાર
19ઇની વાત ઇપેર ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં તમનેં હાસું-હાસું કું હે, બેંટો પુંતે કઇસ નહેં કરેં સક્તો, ખાલી વેયો ઝી બા નેં કરતં ભાળે હે, કેંમકે ઝેંનં-ઝેંનં કામં નેં વેયો કરે હે, હેંનનેં બેંટો હુંદો હીવીસ રિતી થી કરે હે. 20કેંમકે બા, બેંટા હાતેં પ્રેમ રાખે હે, અનેં પુંતે ઝી કઇ બી કામ કરે હે, વેયુ બદ્દું હેંનેં વતાડે હે. વેયો હઝુ એંનેં કરતં મુંટં કામં વતાડહે, ઝેંનેં ભાળેંનેં તમું બદ્દા ભકનાએં જહો. 21ઝીવી રિતી બા મરેંલં મનખં નેં મરેંલં મહં પાસં જીવતં કરે હે, વેમેંસ બેંટો હુંદો ઝેંનેં સાહે હે, હેંનેં મરેંલં મહં પાસં જીવતં કરે હે. 22એંતરુંસ નહેં, બા કેંનો યે નિયા નહેં કરતો, પુંણ નિયા કરવા નું બદ્દુંસ કામ બેંટા નેં હુંપેં દેંદું હે. 23એંતરે હારુ કે બદ્દ મનખં ઝેંમ બા નું માન કરે હે, વેમેંસ બેંટા નું હુંદું માન કરે. ઝી બેંટા નું માન નહેં કરતું, વેયુ હેંનેં મુંકલવા વાળા બા નું હુંદું માન નહેં કરતું.” 24હૂં તમનેં હાસું-હાસું કું હે, કે ઝી મારું વસન હામળે હે, અનેં મારા મુંકલવા વાળા ઇપેર વિશ્વાસ કરે હે, હેંને અમર જીવન મેંળવ્યુ હે, અનેં હેંનેં સજ્યા નેં આલવા મ આવે. વેયુ અમર મોત થી બસેંનેં પેલ થકીસ નવા જીવન મ ભરાએં સુક્યુ હે.
25હૂં તમનેં હાસું-હાસું કું હે, કે વેયો ટાએંમ આવે હે, અનેં આવેંસ જ્યો હે, ઝર મરેંલં મનખં પરમેશ્વર ના બેંટા ની અવાજ હામળહે, અનેં ઝી કુઇ હામળહે વેયુ હમેશા જીવતું રેંહે. 26કેંમકે ઝીવી રિતી થી બા પુંતે જીવન આલવા વાળો હે, હીવીસ રિતી થી હેંને બેંટા નેં હુંદો પુંતે જીવન આલવા નો અધિકાર આલ્યો હે. 27કેંમકે વેયો માણસ નો બેંટો હે, અનેં બા પરમેશ્વરેં હેંનેં બદ્દ મનખં નો નિયા કરવા નો અધિકાર આલ્યો હે. 28ઇયુ બદ્દું હામળેંનેં ભકનાવો નહેં, કેંમકે વેયો ટાએંમ આવેં રિયો હે, કે વેય બદ્દ મનખં ઝી મરેંલં હે, હેંનો અવાજ હામળેંનેં જીવતં થાએં જાહે. 29ઝેંનં મનખંવેં ભલાઈ ન કામં કર્ય હે, વેય અમર જીવન મેંળવવા હારુ મરેંલં મહં પાસં જીવતં થાએં જાહે, અનેં ઝી ભુંડાઈ મ જીવન જીવ્ય હે, વેય અમર સજ્યા મેંળવવા હારુ જીવતં થાહે.
ઇસુ ના સબંધ મ ગવાહી
30હૂં પુંતે કઇસ નહેં કરેં સક્તો. ઝી પરમેશ્વર કે હે, હેંના આધાર ઇપેર હૂં મનખં નો નિયા કરું હે, અનેં મારો નિયા હાસો હે, કેંમકે હૂં પુંતાની અસ્યા નહેં, પુંણ મનેં મુંકલવા વાળા ની અસ્યા પૂરી કરવા માંગું હે. 31અગર હૂં પુંતેસ મારા બારા મ ગવાહી આલું, તે મારી ગવાહી હાસી માનવા મ નેં આવે. 32પુંણ મારા બારા મ ઝી ગવાહી આલે હે, વેયો બીજો હે, અનેં હૂં જાણું હે કે ઝી મારા બારા મ ગવાહી આલે હે, વેયે હાસી હે. 33તમવેં યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા કન હમિસાર લેંવા વાળં નેં મુંકલ્યા, અનેં હેંને મારા બારા મ હાસી ગવાહી આલી હે. 34પુંણ મારે મારા બારા મ મનખં ની ગવાહી ની જરુરત નહેં, તે હુંદો મેંહ તમનેં હીની ગવાહી ના બારા મ વતાડ્યુ હે, ઝી યૂહન્ના બક્તિસ્મ આલવા વાળે વતાડી હીતી, એંતરે કે તમું તારણ મેંળવેં સકો. 35યૂહન્ના બક્તિસ્મ આલવા વાળો તે બળતા અનેં ભભળતા એક દીવા નેં જેંમ હેંતો, અનેં તમનેં થુંડાક ટાએંમ હારુ હેંના ઇજવાળા મ ખુશ થાવું તાજું લાગ્યુ. 36પુંણ મારી કનેં યૂહન્ના ની ગવાહી કરતં હુદી મુટી ગવાહી હે, કેંમકે ઝી કામં બએં મનેં પૂરં કરવા હારુ હુઇપં હે, એંતરે ઝી કામં હૂં કરું હે, વેયસ મારી હાસ નું સબૂત હે, કે બએં મનેં મુંકલ્યો હે. 37અનેં બએં ઝેંને મનેં મુંકલ્યો હે, હેંને પુંતે મારી ગવાહી આલી હે. તમેં નહેં તે કેંરં હીની અવાજ હામળી અનેં નહેં એંનું રુપ ભાળ્યુ. 38અનેં હેંનું વસન તમારા હડદા મ ટકેં નહેં રેંતું, કેંમકે તમું મારી ઇપેર વિશ્વાસ નહેં કરતં, કે હેંને મનેં મુંકલ્યો હે. 39તમું પવિત્ર શાસ્ત્ર નેં ભણો હે, કેંમકે તમું માનો હે કે હેંનેં મસ અમર જીવન મળે હે, પુંણ ઇયુસ પવિત્ર શાસ્ત્ર મારા બારા મ ગવાહી આલે હે. 40તે હુંદં અમર જીવન મેંળવવા હારુ તમું મારી કન નહેં આવવા માંગતં. 41હૂં મનખં ની તરફ થી વાહ-વાહી ની આહ નહેં રાખતો. 42પુંણ હૂં તમનેં જાણું હે કે, તમું પુંતાના હડધા થી પરમેશ્વર નેં પ્રેમ નહેં કરતં. 43હૂં મારા બા ના અધિકાર હાતેં આયો હે, તે હુંદં તમું મનેં ગરહણ નહેં કરતં. અગર કુઇ બીજુ પુંતાના અધિકાર થી આવે તે હેંનેં તમું ગરહણ કર લેંહો. 44તમું મારી ઇપેર વિશ્વાસ નહેં કરેં સક્તં, કેંમકે તમું એક બીજા થી વાહ-વાહી મેંળવવા ની આહ રાખો હે, પુંણ ઝી વાહ-વાહી ખાલી પરમેશ્વર થકી મળે હે, હેંનેં મેંળવવા ની તમું કોશિશ નહેં કરતં. 45એંમ નહેં હમજો કે હૂં મારા બા નેં હામેં તમં ઇપેર દોષ લગાડેં, તમં ઇપેર દોષ લગાડવા વાળો તે મૂસો હે, ઝેંનેં ઇપેર તમવેં આહ રાખી હે. 46કેંમકે અગર તમું મૂસા ઇપેર વિશ્વાસ કરતં, તે મારી ઇપેર હુંદં વિશ્વાસ કરતં, કેંમકે હેંને મારા બારા મ લખ્યુ હે. 47પુંણ અગર તમું હીની લખીલી વાતં ઇપેર વિશ્વાસ નહેં કરતં, તે મારી વાતં ઇપેર કેંકેંમ વિશ્વાસ કરહો, ઝી હૂં તમનેં કું હે?

S'ha seleccionat:

યોહાન 5: GASNT

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió