લુક 13

13
પાપ કરવું સુંડો કે નાશ થાએં જો
1હેંના ટાએંમેં અમુક મનખં આવેં પોત્ય, અનેં ઇસુ થી હેંનં ગલીલ પરદેશ ન મનખં ના બારા મ વાતેં કરવા લાગ્ય, ઝેંનં મનખં નેં પિલાતુસ રાજાવેં મંદિર મ ભુંગ કરવા ને ટાએંમેં માર દડ્ય હેંતં. 2ઇયુ હામળેંનેં ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “તમું હું વિસારો હે, કે વેય મનખં બીજં બદ્દ ગલીલ પરદેશ ન મનખં કરતં વદાર પાપી હેંતં, એંતરે હારુ હેંનં ઇપેર ઇવી સમસ્યા આવી?” 3હૂં તમનેં કું હે કે ના, પુંણ અગર તમું પાપ કરવો નેં સુંડો તે તમું બદ્દ હુંદં હીવીસ રિતી નાશ થહો. 4કે તમું હું હમજો હે કે શિલોહ ના બુરજ નેં પડવા થી ઝી અઠાર મનખં દબાએંનેં મરેંજ્ય હેંતં, વેય યરુશલેમ સેર ન રેંવા વાળં બદ્દ મનખં કરતં વદાર પાપી હેંતં? 5હૂં તમનેં કું હે, કે ના, પુંણ અગર તમું પાપ કરવો નેં સુંડો તે તમું હુંદં હીવીસ રિતી નાશ થહો.
ફળ વગર અંજીર ના ઝાડ નો દાખલો
6ફેંર ઇસુ હેંનનેં એક દાખલો વતાડેંનેં હમજાડવા મંડ્યો, “એક માણસેં પુંતાની દરાક ની વાડી મ એક અંજીર નું ઝાડ રુંઇપું હેંતું, વેયો દર વરહેં અંજીર ને ઝાડેં ફળ ભાળવા હારુ આવતો હેંતો, પુંણ હેંનેં એક હુંદું ફળ નેં મળ્યુ.” 7તર હેંને વાડી ના રખવાળ નેં કેંદું, “ભાળ, તાંણ વરહં થી હૂં એંના અંજીર ના ઝાડ ઇપેર ફળ ભાળવા હારુ આવું હે, પુંણ નહેં મળતું, એંનેં કાપેં દડ કેંમકે ઇયુ તાજી જમીન નેં નકમ્મી ઘેંરેં રાખે હે.” 8હેંને માલિક નેં જવાબ આલ્યો, “હે માલિક, એંનેં ઇયુ વર હઝુ રેંવા દે કે, હૂં એંનેં ફરતું ખણેંનેં ખાતર નાખું. 9અગર આવતે વર ફળ લાગે તે ઠીક હે, નેં તે એંનેં કાપ દડાવજે.”
આરમ ને દાડે ઢુભડી બજ્યેર નેં હાજી કરવી
10આરમ ને દાડે ઇસુ એક ગિરજા મ ભાષણ આલતો હેંતો. 11વેંહાં એક બજ્યેર હીતી, ઝેંનેં અઠાર વર થી એક ભૂત ભરાએંલો હેંતો, ઝેંને લેંદે વેયે ઢુભડી થાએં ગઈ હીતી. અનેં વેયે કઇ બી રિતી હીદી નેં થાએં સક્તી હીતી. 12ઇસુવેં હેંનેં ભાળેંનેં બુંલાવી અનેં કેંદું, “હે બાઈ, તું હાવુ તારી નબળાઈ થી હાજી થાએં ગઈ.” 13તર ઇસુવેં હેંનેં ઇપેર હાથ મેંલ્યો, અનેં વેયે તરત હીદી ઇબી થાએં ગઈ, અનેં પરમેશ્વર ની મોંટાઈ કરવા મંડી. 14ઇયુ ભાળેંનેં ગિરજા નો મુખિયો ગુસ્સે ભરાએંજ્યો એંતરે હારુ કે ઇસુવેં આરમ ને દાડે હેંનેં હાજી કરી હીતી, અનેં ગિરજા ન મનખં નેં કેંવા મંડ્યો, કે “એક હપ્તા મ સો દાડા હે, હેંનં મ આપડે કામ કરવું જુગે, અનેં હેંનસ દાડં મ આવેંનેં તમું હાંજ થાએં સકો હે, પુંણ આરમ ને દાડે ના.” 15ઇયુ હામળેંનેં પ્રભુ ઇસુવેં જવાબ આલ્યો, “હે ઢોંગ કરવા વાળોં, હું આરમ ને દાડે તમું મહો દરેક પુંતાના ઢાહા કે ગદેડં નેં વેંડ મહં સુંડેંનેં પાણેં પીવાડવા હારુ નહેં લેં જાતં?” 16તે હું ઇયુ ઠીક નેં હેંતું, કે આ બજ્યેર ઝી ઇબ્રાહેંમ ની પીઢી ની હે, ઝેંનેં શેતાનેં અઠાર વર થી બાંદેં રાખી હીતી, આરમ ને દાડે બંધણ થી સુટી થાએં જાએ? 17ઝર ઇસુવેં ઇયે વાતેં કીદી, તે હેંનં બદ્દ વિરુદી લાજેં મર્ય, અનેં ટુંળા ન બદ્દ મનખં હેંનં મુંટં સમત્કારં થી ઝી-ઝી વેયો કરતો હેંતો ખુશ થાય.
રાઈ ના દાણા નો દાખલો
(મત્તિ 13:31-32; મર. 4:30-32)
18ઇસુવેં ફેંર એક બીજો દાખલો વતાડ્યો, પરમેશ્વર નું રાજ કેંનેં જીવુ હે? અનેં હૂં પરમેશ્વર ના રાજ ની બરુંબરી કઈ વસ્તુ થી કરું? 19વેયુ રાઈ ના એક દાણા નેં જેંમ હે, ઝેંનેં કયેક માણસેં લેંનેં પુંતાના ખેંતર મ વાવેં દેંદું, અનેં વેયુ વદેંનેં એંવું મુંટું ઝાડ બણેંજ્યુ, કે આકાશ મ ઉડવા વાળં હુંલંવેં આવેંનેં હીની ડાળજ્યી ઇપેર વસવાટ કર્યો.
ખમીર નો દાખલો
(મત્તિ 13:33)
20ઇસુવેં ફેંર કેંદું, “હૂં પરમેશ્વર ના રાજ ની બરુંબરી હેંનેં થી કરું?” 21પરમેશ્વર નું રાજ હેંના ખમીર નેં જેંમ હે, ઝેંનેં એક બજ્યેરેં લેંનેં તાંણ માપ ભરેંનેં લુંઠ મ મેંળવ્યુ, તર ખમીર થુંડુંકેંસ હેંતું તે હુંદું, થાતં-થાતં વેયો બદ્દો લુંઠ ખમીર બણેંજ્યો.
હાકડું બાએંણું
(મત્તિ 7:13-14,21-23)
22ઇસુ પુંતાનં સેંલં હાતેં સેરેં-સેર, અનેં ગામેં-ગામ થાએંનેં ભાષણ કરતો જાએંનેં યરુશલેમ સેર મએં જાએં રિયો હેંતો, 23તર કઇનેકેં હેંનેં પૂસ્યુ, “હે પ્રભુ, હું પરમેશ્વર થુંડકેંસ મનખં નેં અમર સજ્યા થી બસાવહે?” 24ઇસુવેં હેંનનેં કેંદું, પરમેશ્વર ના રાજ મ હાકડા બાએંણા થી જાવા હારુ પૂરી કોશિશ કરો, કેંમકે હૂં તમનેં કું હે કે ઘણં-બદં જાવા હારુ કરહેં, પુંણ નેં જાએં સકે. 25ઝર પરમેશ્વર ઝી ઘેર નો માલિક હે, ઉઠેંનેં કમાડ બન્દ કરેં સુક્યો વેહ, અનેં તમું બારતં ઇબં રેંનેં કમાડ ખખડાવેંનેં એંમ અરજ કરવા મંડો, હે પ્રભુ, હમારી હારુ કમાડ ખોલ દે, અનેં વેયો જવાબ આલે, કે “હૂં તમનેં નહેં જાણતો, તમું કુંણ હે?” 26તર તમું કેંવા લાગહો, “હમવેં તારી હાતેં ખાદું-પીદુ અનેં તેં હમારં બજારં મ ભાષણ આલ્યુ.” 27પુંણ વેયો કેંહે, “હૂં તમનેં હાસું કું હે, કે હૂં નહેં જાણતો તમું કુંણ હે. હે પાપ કરવા વાળોં, તમું બદ્દ મારી કન થી સિટી જાતં રો. 28તાં ગાંગરતં અનેં દાત કકડાવતં રેંહે, ઝર તમું ઇબ્રાહેંમ અનેં ઇસાગ અનેં યાકૂબ અનેં બદ્દાસ ભવિષ્યવક્તં નેં પરમેશ્વર ના રાજ મ બેંઠેંલા, અનેં પુંતે બારતં વેંહે, 29અનેં ઉગમણી અનેં બુડમણી બાજુ થી, હુરી ની અનેં રાખો ની બાજુ થી મનખં આવેંનેં પરમેશ્વર ના રાજ ના જમણવાર મ ખાવાનું ખાહે. 30અનેં ભાળો, પુંણ ઘણં બદ્દ મનખં ઝી પુંતે-પુંતાનેં ઇની દુન્ય મ મુંટં હમજે હે, વેય પરમેશ્વર ની નજર મ નાનં થાએં જાહે. અનેં ઝેંનનેં ઇની સંસાર મ નાનં હમજવા મ આવે હે, વેય પરમેશ્વર ની નજર મ મુંટં હમજવા મ આવહે.”
હેરોદેસ નો વેર
31હેંનેસ ટાએંમેં અમુક ફરિસી ટુંળા ન મનખંવેં આવેંનેં ઇસુ નેં કેંદું, “આંહો નકળેંનેં જાતોરે, કેંમકે હેરોદેસ રાજા તનેં માર દડવા સાહે હે.” 32ઇસુવેં હેંનન કેંદું, “જાએંનેં હેંના માણસ નેં ઝી એક હિયાળ નેં જેંમ સલાક હે, હેંનેં કેંદો, કે હૂં આજે અનેં કાલે મનખં મહં ભૂતડં નેં કાડું અનેં બેંમારં નેં હાજં કરું હે, અનેં તીજે દાડે હૂં મારું કામ પૂરુ કર લેં. 33તે હુંદો મનેં આજે, કાલે અનેં પરને દાડે ફરવું જરુરી હે. કેંમકે ઇયુ થાએં નહેં સક્તું કે કુઇ ભવિષ્યવક્તા યરુશલેમ સેર નેં બારતં મારવા મ આવે. હેંનેં સુંડેંનેં ખેંતો યે નેં મરે.”
યરુશલેમ સેર ન મનખં હારુ દુઃખી થાવું
(મત્તિ 23:37-39)
34“હે યરુશલેમ સેર ન મનખોં! તમું ઝી ભવિષ્યવક્તં નેં માર દડો હે, અનેં ઝી તમારી કન મુંકલવા મ આય, હેંનં ઇપેર પત્થરમારો કરો હે, કીતરી વાર મેંહ સાઇહુ કે ઝેંમ કુકડી પુંતાનં સેંલંનેં પુંતાની પાખં નિસં ભેંગં કરેંનેં હેંનની રખવાળી કરે હે, વેમેંસ હૂં હુંદો તમારં બાળકં ની રખવાળી કરું, પુંણ તમવેં નેં સાઇહુ.” 35ભાળો, તમારું ઘેર તમારી હારુ ઉજોડ સુંડેં જું હે, અનેં તમારા ઘેર ની રખવાળી હૂં નેં કરું. કેંમકે હૂં તમં થી કું હે હાવુ થી ઝર તક તમું નેં કેંહો, કે “ધન્ય હે વેયો, ઝી પ્રભુ ના નામ થકી આવે હે, તર તક તમું મનેં ફેંર કેંરં યે નેં ભાળહો.”

S'ha seleccionat:

લુક 13: GASNT

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió