મત્તિ 19

19
સુટા સેંડા ના બારા મ ઇસુ નું શિક્ષણ
(મર. 10:1-12)
1ઝર ઇસુ ઇયે વાતેં કેં સુક્યો, તે ગલીલ પરદેશ મહો જાતોરિયો, અનેં યરદન નદી નેં પાર યહૂદિયા પરદેશ મ આયો. 2તર મુટી ભીડ ઇસુ નેં વાહેડ થાએં ગઈ, અનેં ઇસુવેં વેંહાં હેંનનેં હાજં કર્ય.
3તર ફરિસી ટુંળા ન મનખં ઇસુ કનેં આવેંનેં હેંનેં પારખવા હારુ સવાલ પૂસવા મંડ્ય, “હું દરેક કારણ થી પુંતાની બજ્યેર નેં સુટી કરવી ઠીક હે?” 4ઇસુવેં જવાબ આલ્યો, “હું તમવેં પવિત્ર શાસ્ત્ર મ નહેં વાસ્યુ? કે પરમેશ્વરેં હેંનનેં બણાય, તે સરુવાત થીસ નર અનેં નારી બણાવેંનેં કેંદું,
5એંને લેંદે માણસ પુંતાનં આઈ-બા થી અલગ થાએંનેં પુંતાની બજ્યેર હાતેં રેંહે અનેં વેય બે એક શરીર થાહે.” 6“હાં નેં વેય હાવુ બે નહેં, પુંણ એક શરીર હે, એંતરે હારુ ઝર પરમેશ્વરેં જુડ્ય હે, તે આદમી-બજ્યેર પુંતાનેં એક-બીજા થી અલગ નેં કરે.” 7ઇયે વાતેં હામળેંનેં હેંનવેં ઇસુ નેં પૂસ્યુ, “ફેંર મૂસે પુંતાના નિયમ મ એંમ હુંકા લખ્યુ હે, કે સુટા સેંડા નો લખાવટ આલેંનેં પુંતાની બજ્યેર નેં સુંડ દે?” 8ઇસુવેં હેંનનેં કેંદું, મૂસે પુંતાના નિયમ મ તમારા મન ની કઠણતા ને લેંદે, તમનેં પુંતાની બજ્યેર નેં સુંડ દેંવા ની પરવંગી આલી, પુંણ સરુવાત થી પરમેશ્વરેં એંવું નિયમ નેં બણાયુ હેંતું. 9અનેં હૂં તમનેં કું હે, કે ઝી કુઇ પુંતાની બજ્યેર નેં ઝી સિનાળવું નેં કરતી વેહ, અનેં બીજા કઇનાક મતલબ થી સુટા-સેંડા કરે, તે વેયો હેંનેં સિનાળવું કરાવે હે. અનેં ઝી કુઇ હીની સુટા-સેંડા કરીલી બજ્યેર નેં પએંણે, વેયો પુંતે હેંનેં હાતેં સિનાળવું કરે હે.
10સેંલંવેં ઇસુ નેં કેંદું, “અગર આદમી-બજ્યેર નો એંવો સબંધ હે તે પએંણવુંસ નેં જુગે.” 11ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “બદ્દા એંના વસન નેં ગરહણ નહેં કરેં સક્તા, ખાલી વેયસ ઝેંનનેં પરમેશ્વર ની તરફ ઇયુ વરદાન મળ્યુ હે.” 12“કેંમકે અમુક ભુંવાજ્યા એંવા હે, ઝી પુંતાની આઈ ની કુખ મહાસ એંવા જલમ્યા હે. અનેં અમુક ભુંવાજ્યા એંવા હે, ઝેંનનેં મનખંવેં ભુંવાજ્યા બણાયા હે. અનેં અમુક ભુંવાજ્યા એંવા હે, ઝેંનવેં હરગ ના રાજ હારુ પુંતાનેં ભુંવાજ્યા બણાયા હે, ઝી હેંનેં હમજેં સકે હે, વેયો હમજેં લે.”
નાનં સુંરં નેં ઇસુ આશિર્વાદ આલે હે
(મર. 10:13-16; લુક. 18:15-17)
13તર મનખં નાનં સુંરં નેં ઇસુ કનેં લાવવા મંડ્ય કે વેયો હેંનં ઇપેર હાથ મેંલેંનેં પ્રાર્થના કરે, પુંણ સેંલા હેંનનેં વળગ્યા. 14ઇસુવેં કેંદું, “નાનં સુંરં નેં મારી કન આવવા દો અનેં હેંનનેં ના નહેં કો. કેંમકે ઝી એંનં સુંરં નેં જુંગ ભરુંહા વાળં અનેં નરમાઈ રાખવા વાળં હે, વેયસ મનખં પરમેશ્વર ના રાજ મ રેંહે.” 15અનેં ઇસુ હેંનં ઇપેર હાથ મેંલેંનેં વેંહાં થી જાતોરિયો.
ધનવાન માણસ અનેં અમર જીવન
(મર. 10:17-31; લુક. 18:18-30)
16એક માણસ ઇસુ કનેં આયો, અનેં હેંનેં કેંદું, “હે ગરુ હૂં કઇનું ભલું કામ કરું કે અમર જીવન મેંળવું?” 17ઇસુવેં હેંનેં કેંદું, “તું મનેં ભલાઈ ના બારા મ હુંકા પૂસે હે? ભલો તે ખાલી પરમેશ્વર હે, પુંણ અગર તું અમર જીવન મેંળવવા માંગે હે, તે હીની આજ્ઞાવં નેં માનતો રે.” 18હેંને હેંનેં પૂસ્યુ, “કઇની આજ્ઞા હે,” તર ઇસુવેં હેંનેં કેંદું, “ઇયુ કે હત્યા નેં કરવી, સિનાળવું નેં કરવું, સુરી નેં કરવી, ઝૂઠી ગવાહી નેં આલવી, 19પુંતાના બા અનેં પુંતાની આઈ નું માન કરવું, અનેં પુંતાના પાડુસી ઇપેર પુંતાનેં જેંમ પ્રેમ રાખવો.” 20હેંને જુંવન્યે ઇસુ નેં કેંદું, “ઇયે બદ્દી આજ્ઞાવેં હૂં નાનપણ થી માનતો આયો હે, હાવુ મારી મ કઇની વાત ની કમી હે?” 21ઇસુવેં હેંનેં કેંદું, “અગર તું પાક્કો થાવા માંગે હે તે જા, પુંતાનો માલ વેંસેંનેં ગરિબં નેં આલ, અનેં તનેં હરગ મ ધન મળહે; અનેં મારો સેંલો બણેં જા” 22પુંણ વેયો જુંવન માણસ દુઃખી થાએંનેં જાતોરિયો, કેંમકે વેયો ઘણો ધનવાન હેંતો.
23તર ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “હૂં તમનેં હાસું કું હે કે ધનવાન નેં પરમેશ્વર ના રાજ મ જાવું ઘણું કાઠું હે. 24તમનેં ફેંર કું હે કે પરમેશ્વર ના રાજ મ, ધનવાન માણસ નેં જાવું એંતરું કાઠું હે, ઝેંવું કે એક ઉંટ નું હોઈ ના નાકા મ થાએંનેં નકળવું કાઠું હે.” 25ઇયુ હામળેંનેં સેંલંવેં ઘણું વિસારેંનેં કેંદું, “ફેંર કુંણ બસેં સકે હે?” 26ઇસુવેં હેંનં મએં ભાળેંનેં કેંદું, “મનખં થી તે આ નહેં થાએં સક્તું, પુંણ પરમેશ્વર થી થાએં સકે હે.” 27ઇની વાત હારુ પતરસેં ઇસુ નેં કેંદું, “ભાળ હમું તે સબ કઇ સુંડેંનેં તારા સેંલા બણેંજ્યા હે, તે હમનેં હું મળહે?” 28ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં તમનેં હાસું કું હે કે ઝર ફેંર થી નવી દુન્ય બણહે, અનેં ઝર હૂં માણસ નો બેંટો પુંતાની મહિમા ની રાજગદ્દી ઇપેર બેંહેં, તે તમું હુંદા ઝી મારા સેંલા બણેંજ્યા હે, બાર રાજગદ્દી ઇપેર બેંહેંનેં ઇસરાએંલ દેશ ન બાર ઘરાણા નો નિયા કરહો.” 29અનેં ઝેંને કેંનેંક ઘેરં કે, ભાજ્ય નેં કે, બુંનં નેં કે, આઈ નેં કે બા નેં કે, બાળ-બસ્સ કે, ખેંતરં નેં મારા નામ હારુ સુંડ દેંદં હે, હેંનેં હો ગણું મળહે, અનેં પરમેશ્વર હેંનનેં અમર જીવન નો આશિર્વાદ આલહે. 30“પુંણ ઘણં બદ્દ મનખં ઝી પુંતે-પુંતાનેં ઇની દુન્ય મ મુંટં હમજે હે, વેય પરમેશ્વર ની નજર મ નાનં થાએં જાહે. અનેં ઝેંનનેં ઇની સંસાર મ નાનં હમજવા મ આવે હે, વેય પરમેશ્વર ની નજર મ મુંટં હમજવા મ આવહે.”

S'ha seleccionat:

મત્તિ 19: GASNT

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió