મત્તિ 9

9
લખુવા ના બેંમાર માણસ નેં હાજો કરવો
(મર. 2:1-12; લુક. 5:17-26)
1ફેંર ઇસુ નાવ મ સડેંનેં દરજ્યા ને પેંલે પાર જ્યો, અનેં પુંતાના સેર મ આયો. 2અનેં કેંતરક મનખં એક લખુવા વાળા બેંમાર માણસ નેં ઝુળી મ મેંલેંનેં ઇસુ કનેં લાય, હેંને પુંતાનેં ઇપેર હેંનં મનખં નો વિશ્વાસ ભાળ્યો, તે હેંના લખુવા વાળા બેંમાર માણસ નેં કેંદું, “હે બેંટા, હિમ્મત રાખ; હૂં તારા પાપ માફ કરું હે.” 3એંનેં ઇપેર કઇક મૂસા નું નિયમ હિકાડવા વાળેં વિસાર્યુ, “ઇયો તે પરમેશ્વર ની નિંદા કરે હે.” 4ઇસુવેં હેંનની મન ની વાતેં જાણેંનેં કેંદું, “તમું પુંત-પુંતાના મન મ ભુન્ડોસ વિસાર હુંકા કરેં રિયા હે?” 5હેલું હું હે? એંમ કેંવું કે તારા પાપ માફ થાયા, કે એંમ કેંવું ઉઠ અનેં સાલવા મંડ. 6પુંણ એંતરે હારુ કે તમું જાણ લો કે મન માણસ ના બેંટા નેં ધરતી ઇપેર મનખં ના પાપ માફ કરવા નો હુંદો અધિકાર હે. ફેંર ઇસુવેં હેંના લખુવા વાળા બેંમાર માણસ નેં કેંદું, “હૂં તનેં કું હે, ઉઠ, તારી પથારી ઉપાડેંનેં તાર ઘેર જાતો રે.” 7વેયો માણસ ઉઠેંનેં પુંતાનેં ઘેર જાતોરિયો. 8મનખં ઇયુ ભાળેંનેં સમકેંજ્ય, અનેં પરમેશ્વર ની મહિમા કરવા મંડ્ય કે ઝેંને મનખં નેં એંવો અધિકાર આલ્યો હે.
મત્તિ નેં સેંલા તરિકે તેંડવું
(મર. 2:13-17; લુક. 5:27-32)
9તાં થી અગ્યેડ વદેંનેં ઇસુવેં મત્તિ નામ ના એક માણસ નેં વેરો ઉગરાવવા વાળે નાકે વેરો ઉગરાવવા હારુ બેંઠેંલો ભાળ્યો, અનેં હેંનેં કેંદું, “આવ અનેં મારો સેંલો બણ.” અનેં વેયો પુંતાનું કામ સુંડેંનેં ઇસુ નો સેંલો બણેંજ્યો.
10ઝર ઇસુ અનેં હેંના સેંલા લેવી ના ઘેર મ ખાવાનું ખાવા હારુ બેંઠા તે ઘણા બદા વેરો ઉગરાવવા વાળા અનેં બીજં મનખં હુંદં ઝેંનેં પાપી માનવા મ આવતં હેંતં, આવેંનેં ઇસુ અનેં એંનં સેંલંનેં હાતેં ખાવાનું ખાવા બેંઠં. 11ઇયુ ભાળેંનેં ફરિસી ટુંળા ન મનખંવેં ઇસુ ન સેંલંનેં કેંદું, “તમારો ગરુ વેરો ઉગરાવવા વાળં અનેં પાપી મનખં નેં હાતેં હુંકા ખાએ હે?” 12ઇયુ હામળેંનેં ઇસુવેં હેંનનેં કેંદું, “ડોક્ટર હાજં તાજં હારુ નહેં પુંણ બેંમાર હારુ જરુરત હે. 13એંતરે હારુ તમું જાએંનેં એંનો મતલબ હિકેં લો: હૂં ભુંગ નહેં પુંણ દયા સાહું હે, કેંમકે હૂં હેંનં મનખં નેં બુંલાવવા હારુ નહેં આયો ઝી પુંતાનેં ધર્મી હમજે હે, પુંણ હેંનં મનખં નેં બુંલાવવા હારુ આયો હે ઝી પુંતાનેં પાપી હમજે હે.”
ઉપવાસ ના બારા મ સવાલ
(મર. 2:18-20; લુક. 5:33-39)
14તર યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા ન સેંલંવેં ઇસુ કનેં આવેંનેં પૂસ્યુ, “હું કારણ હે કે હમું અનેં ફરિસી ટુંળા ન મનખં એંતરો ઉપવાસ કરજ્યે હે, અનેં તારા સેંલા ઉપવાસ નહેં કરતા?” 15ઇસુવેં હેંનનેં કેંદું, “ઝાં તક હૂં માર સેંલંનેં હાતેં હે, વેયા ઉપવાસ નહેં કરેં સક્તા, કેંમકે વેયા ખુશ હે. ઝેંમ એક ઓર નેં હાતેં હેંના દોસદાર લગન ની ખુશી મનાવે હે. પુંણ વેયા દાડા આવહે ઝર ઓર હેંનં થી સિટી કર દેંવાહે. હીની વખત વેયા ઉપવાસ કરહે.” 16“મનખં પુંતાના નવા કાપડ નું થીગળું જુંનં સિસરં મ નહેં લગાડતં, નેં તે ધુંવા થકી વેયુ નવું થીગળું ભેંગું થાએં જાહે અનેં જુંના સિસરા નેં વદાર ફાડ નાખહે.” 17અનેં મનખં નવા દરાક ના રસ નેં જૂની સામડા ની ઠેલી મ નહેં રાખતં, અગર દરાક નો નવો રસ સામડા ની જૂની ઠેલી મ મેંલહે તે દરાક નો રસ ઉબરાએંનેં ઠેલી ફાડ દડહે, અનેં દરાક નો રસ અનેં સામડા ની ઠેલી બે યે નાશ થાએં જાહે; “પુંણ નવો દરાક નો રસ નવી સામડા ની ઠેલી મ ભરવા મ આવે હે. તર વેહ બે યે બસેં રે હે.”
મરીલી સુરી અનેં બેંમાર બજ્યેર
(મર. 5:21-43; લુક. 8:40-56)
18ઇસુ હેંનનેં ઇયે વાતેં કેંસ રિયો હેંતો, તરસ એક ગિરજા ને મુખિયે આવેંનેં હેંનેં નમસ્તે કર્યુ અનેં કેંદું, “મારી સુરી હમણસ મરેં ગઈ હે, પુંણ આવેંનેં તારો હાથ હેંનેં ઇપેર મેંલ, તે વેયે જીવતી થાએં જાહે.” 19ઇસુ ઉઠેંનેં પુંતાનં સેંલંનેં લેંનેં હેંનેં હાતેં સાલેંજ્યો. 20અનેં ભાળો, એક બજ્યેરેં ઝેંનેં બાર વર થી લુઈ સાલવા ની બિમારી હીતી, હેંનેં વાહેડ થી આવેંનેં હેંનં સિસરં ના સેંડા નેં અડેં લેંદું. 21કેંમકે વેયે પુંતાના મન મ વિસારતી હીતી, “અગર હૂં ખાલી ઇસુ ન સિસરં નેંસ અડેં લેં તે હૂં હાજી થાએં જએં.” 22ઇસુવેં વળેંનેં હેંનેં ભાળી અનેં કેંદું, “બીટી ધારેંણ રાખ; તું હાજી થાએં ગઈ હે કેંમકે તેં મારી ઇપેર વિશ્વાસ કર્યો કે હૂં હાજી કરેં સકું હે” અનેં વેયે બજ્યેર તરતેંસ હાજી થાએં ગઈ. 23ઝર ઇસુ હેંના મુખિયા ના ઘેર મ પોત્યો અનેં વાહળી વગાડવા વાળં નેં અનેં મનખં નેં ગાંગરતં અનેં બકુંર કરતં ભાળ્ય, 24તર કેંદું, “હરકેં જો, સુરી મરી નહેં, પુંણ હુતી હે” એંનેં ઇપેર વેય ઇસુ ની મશ્કરી કરવા મંડ્ય. 25પુંણ ભીડ ન મનખં નેં બારતં કાડવા મ આય, તે ઇસુવેં મએં જાએંનેં સુરી નો હાથ હાદો, અનેં સુરી જીવતી થાએં ગઈ. 26અનેં ઇની વાત ની સરસા હેંના આખા દેશ મ ફેલાએં ગઈ.
બે આંદળા માણસ નેં ભાળતા કરે હે
27ઝર ઇસુ વેંહાં થી અગ્યેડ વદયો, તે બે આંદળા એંમ સિસાતા જાએંનેં ઇસુ નેં વાહેડ આયા, “હે દાઉદ રાજા ની પીઢી ના ઇસુ, હમં ઇપેર દયા કર.” 28ઝર ઇસુ ઘેર મ ભરાયો, તે વેયા બે આંદળા હેંનેં કન આયા, તર ઇસુવેં હેંનનેં સવાલ કર્યો, “હું તમનેં મારી ઇપેર વિશ્વાસ હે કે હૂં તમનેં હાજા કરેં સકું હે?” હેંનવેં હેંનેં જવાબ આલ્યો, “હાં, પ્રભુ” હમનેં વિશ્વાસ હે કે તું હમનેં હાજા કરેં સકે હે. 29તર ઇસુવેં હેંનની આંખ નેં અડેંનેં કેંદું, “તમું વિશ્વાસ કરો હે કે હૂં હાજા કરેં સકું હે, એંતરે હારુ તમું હાજા થાએં જહો.” 30અનેં વેયા હાજા થાએંજ્યા અનેં ભાળવા લાગ્યા, તર ઇસુવેં હેંનનેં સેતવેંન કેંદું, “જાળવજો, કુઇ ઇયે વાત નેં જાણે.” 31પુંણ હેંનવેં ઘણી બદી જગ્યા મ જાએંનેં ઇસુ ના બારા મ હમિસાર ફેલાવ દેંદો.
એક ગુંગા માણસ નેં હાજો કરવો
32અનેં ઝર બે આંદળા બારતં જાએં રિયા હેંતા, તર અમુક મનખં ઇસુ કનેં એક માણસ નેં લાય ઝી ગુંગો હેંતો, કેંમકે હેંનેં મ એક ભૂત ભરાએંલો હેંતો. 33અનેં ઝર ઇસુવેં ભૂત નેં હેંના માણસ મહો કાડ દેંદો, તર વેયો ઝી પેલ ગુંગો હેંતો તરત બુંલવા મંડેં જ્યો, અનેં ભીડ વાળં મનખં ભકનાએં નેં કેંવા મંડ્ય, “હમવેં ઇસરાએંલ દેશ મ એંનેં થી પેલ એંવું કેંરં યે નહેં ભાળ્યુ.” 34પુંણ ફરિસી ટુંળા ન મનખંવેં કેંદું, “ઇયો તે ભૂતડં ના મુખિયા, શેતાન ની મદદ થકી ભૂતડં નેં કાડે હે.”
મજૂર કમ હે
35ઇસુ ઘણં-બદ્દ સેરં અનેં ગામં મ ફરતો રિયો, અનેં હેંનં ન ગિરજં મ ભાષણ કરતો, અનેં પરમેશ્વર ના રાજ નો તાજો હમિસાર પરસાર કરતો રિયો, અનેં દરેક રિત ની બેંમારી અનેં નબળાઈ નેં સિટી કરતો રિયો. 36ઝર ઇસુવેં એક મુંટો મનખં નો ટુંળો ભાળ્યો તે હેંનેં મનખં ઇપેર દયા આવી, કેંમકે હેંનં કનેં કુઇ એંવો માણસ નેં હેંતો, ઝી ઠીક થકી હેંનની અગવાઈ કરેં સકે, ઇવી રિતી હેંતં કે વગર ગુંવાળ ન ઘેંઠં વેહ, થાકેંલં અનેં ભટકેંલં વેહ હેંમ હેંતં. 37તર ઇસુવેં પુંતાનં સેંલંનેં કેંદું, “ઝીવી રિતી ખેંતર મ પાકેંલી ફસલ રે હે, ઇવીસ રિતી થી ઘણં બદં મનખં પરમેશ્વર નું વસન હામળવા હારુ તિયાર હે. પુંણ પરમેશ્વર નું વસન હમળાવા વાળા થુંડા હે.” 38એંતરે હારુ પરમેશ્વર ઝી ફસલ નો માલિક હે, હેંનેં પ્રાર્થના કરો કે વેયો હેંના રાજ ના બારા મ વસન નો પરસાર કરવા હારુ મજૂરં નેં મુંકલે.

S'ha seleccionat:

મત્તિ 9: GASNT

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió