માથ્થી 7

7
બીજાપે દોષ નાય લાગુવુલો
(લુક. 6:37,38,41,42)
1“તુમુહુ બીજા લોકુપે ગુનો માઅ લાગવાહા, તા તુમાપે બી બીજા લોક ગુનો નાય લાગવે.
2કાહાલ કા જેહેકી તુમુહુ દોષ લાગુવુતેહે, તેહકીજ પરમેહેર બી તુમાપે દોષ લાગવી; આને જેહેકી તુમુહુ બીજા ન્યાય કેતાહા, તેહેકી પરમેહેર બી તુમા ન્યાય કેરી.”
3“તુ કાહાલ પોતા પાવુહુ હાની-હાની ભુલી ન્યાય કાહાલ કીહો, જો તીયા ડોંઆમે ગંદકી સામાન હાય, તુલે તોઅ પોતા મોડી-મોડી ભુલ નાહ દેખાતી? 4જાંહા તોઅ પોતા જીવનુમે મોડી-મોડી ભુલ હાય, તા તુલે હાની ભુલ કેનારે કેલ્લા બી માંહા ન્યાય નાય કેરા જોજે. 5ઓ ઢોંગી, પેલ્લા તોઅ મોડી-મોડી ભુલ હુદારી લેઅ, ફાચે તુ હારી રીતે તોઅ પાવુ ભુલે હુદારા ખાતુર તીયા મદદ કી સેકોહો.”
6“તીયા લોકુહુને પરમેહેરુ વચન માઅ આખોહો, જે ઉનાયા નાય માંગતે, જાહાં તુમુહુ એહકી કેહા તાંહા, તા એહકી વેરી કા જેહકી ચોખ્ખી વસ્તુ હુણા આગલા ફેકી દેવુલો, આને ડુકરા હુંબુર મોતી ટાકુલો, કાહાકા ટાકાહા તા તે પાગુ થુલે તીયાહાને છુંદી ટાકી, આને તુમા ઉપે તે હુમલો કેરી.”
માંગાહા તા મીલી
(લુક. 11:9-13)
7“તુમનેહે જો જોજે તોઅ પરમેહેરુપે માગા, આને તોઅ તુમનેહે આપી; હોદા, તા તુમનેહે મીલી; ખોખળાવાહા, તા તુમા ખાતુર ખોલવામે આવી. 8કાહાલ કા જો કેડો બી પરમેહેરુપે માગેહે, તીયાલે મીલેહે; આને જો કેડો હોદેહે, તીયાલે જુળેહે; આને જો કેડો ખોખળાવેહે તીયા માટે ખોલવામે આવેહે.”
9“કાદાચ તુમા પોયરો તુમાપે માંડો માગે તા, કાય તુમામેને કેલ્લો બાહકો પોતે પોયરાલે ડોગળો દેઅ.” 10આને એહકીજ તુમા પોયરો માસો માગે તા, તાંહા તીયાલે ઝેરુવાલો હાપળો દી? 11આને જાંહા તુમુહુ ખારાબ વિન બી, તેબી તુમા પોયરાહાને હારી વસ્તુ આપા જાંતાહા, તા તુમા હોરગામેને બાહકો બી તીયાપેને જો માગેહે, તીયાલે હારી વસ્તુ આપા જાંહે. 12ઈયા કારણે જો કાય તુમુહુ ઈચ્છા રાખતાહા કા, માંહુ તુમા આરી કે, તુમુહુ બી તીયા આરી એહકીજ કેરા; કાહાલ કા મુસા નિયમશાસ્ત્ર આને ભવિષ્યવક્તાં હિકામણ બી એજ હાય.
હાકળી આને વેસલી વાટ
(લુક. 13:24)
13“પરમેહેરુ રાજ્યમે વિહુલો વાટ હાક્ળી વાટીમ રાખીને જાહે, કાહાકા નાશુ વેલે જાનારી વાટ વેસલી હાય, આને તીયાં વાટ સીદોજ હાય; આને તીયામેને જાનારા લોક ખુબુજ હાય. 14કાહાલ કા સાદા માટે જીવનુ વેલ જાનારી વાટ હાક્ળી આને કઠીન હાય, આને જીયાહાને બી તે વાટ મીલેહે તે થોડાજ હાય.”
જેહેડો ચાળવો તેહેડો ફલ
(લુક. 6:43,44,46; 13:25-27)
15ઝુટા ભવિષ્યવક્તા કી ચેતીન રેજા, તે ઘેટાંહા વેશલીને તુમા પાહી આવતાહા, પેન હકીગતુમે તે ફાળી ખાનારા જાનાવરુ હોચે હાય. 16તીયા કામુકી તુમુહુ ઓખી લીહા, કાય લોક ચાળવાપેને દારાક્ષે, આને કાંટાવાલા ચાળવાપેને અંજીર તોળતેહે? 17ઇયુજ રીતીકી દરેક હારો ચાળવો, હારો ફલવો દેહે, આને ખારાબ ચાળવો ખારાબ ફલવો દેહે. 18હારો ચાળપે ખારાબ ફલવો નાય લાગે, આને નાય ખારાબ ચાળપે હારો ફલવો લાગે. 19જો-જો ચાળવો હારો ફલવો નાય દેઅ, તીયાલે રોંડીને આગીમે ટાકી દેવાહે, ઝુટા ભવિષ્યવક્તાલ બી ઇયુજ રીતીકી દંડ મીલી. 20ઇયુજ રીતે તુમુહુ તીયાં કામુકી ઓખી જાહા.
21“જે માને, ‘ઓ પ્રભુ! ઓ પ્રભુ!’ એહકી આખતેહે, તીયામેને બાદાજ લોક હોરગા રાજ્યામ નાય જાય સેકે, પેન તેજ જાય સેકી જે માઅ હોરગામેને બાહકા ઈચ્છા પરમાણે જીવન જીવેહે. 22ન્યાયુ કેરુલો દિહી ખુબુજ માંહે માને એહકી આખી, ‘ઓ પ્રભુ! ઓ પ્રભુ! કાય આમુહુ તોઅ નાવુકી ભવિષ્યવાણી કેલી, આને તોઅ નાવુકી પુથુહુને કાડલે, આને તોઅ નાવુકી આમુહુ ખુબ મોડે ચમત્કારુ કામે કેલે.’ 23તાંહા આંય તીયાહાને ચોખ્ખોજ આખી દેહે, કા માયુહુ તુમનેહે કીદીહીજ નાહ ઓખ્યા, ઓ પાપ કેનારાહા, માઅ પાહીને જાતા રીયા.”
પોંગો બોનાવનારા બેન માહે; ઓકલીવાલો ને મુર્ખો
(લુક. 6:47-49)
24“ઈયા ખાતુર જો કેડો માઅ ગોઠયા ઉનાયને માનેહે, તોઅ તીયા બુદ્ધિ વાલા માંહા હોચ્યો હાય, જીયાહા પોતા પોંગો ખોળકાપે બાંધ્યો. 25ફાચે પાંય પોળ્યો, આને ખાડીયા, આને વારગો આલો, આને તીયા પોંગો આરી ઠોકાયા લાગ્યો, પેન તેબી તોઅ પોંગો નાય પોળ્યો, કાહાલ કા તીયા પાયો ખોળકાપે બાંદલો આથો. 26પેન જો માંહુ માઅ એ ગોઠયા ઉનાહે, આને નાહ પાલતો, તોઅ ઈયા મુર્ખા માંહા હોચ્યો ગોણાય, જીયાહા પોતા પોંગો રેતીમે બોનાવ્યો. 27આને પાંય પોળ્યો, આને ખાડીયા આલ્યા, આને વારગો આલો, આને તીયા પોંગા આરી ઠોકાયા લાગ્યો, આને તોઅ તુટી પોળીને આથો નાય આથો, એહકી વી ગીયો.”
28જાંહા ઇસુહુ એ ગોઠયા હિક્વા બંદ કેયો, તાંહા એહકી વીયો કા તીયા હિક્વુલો વિશે ઉનાયને લોકુહુને નોવાય લાગ્યો. 29કાહાકા તોઅ મુસા નિયમ હિક્વુનારા હોચે નાય હિક્વુતલો, પેન પુરા અધિકારી પરમાણે હિકવુતલો.

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió