યોહાન 20

20
ખાલી કબર
1અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારે મગદલા શહેરની મરિયમ કબર પાહે ગય જ્યાં ઈસુનું દેહ હતું ન્યા અંધારું હતું મરિયમે જોયુ કે, કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવેલો હતો. 2જેથી સિમોન પિતર અને જેની ઉપર ઈસુ પ્રેમ રાખતો હતો ઈ બીજા ચેલાની પાહે ધોડીને ગય અને તેઓને કીધું કે, “તેઓએ પરભુને કબરમાંથી લય લીધા છે અને તેઓએ એને ક્યા મુક્યા છે એની અમને ખબર નથી.” 3તઈ ઈ પિતર અને ઈ બીજો ચેલો કબરની બાજુ હાલવા લાગ્યો. 4બેય હારે ધોડિયા, પણ બીજો ચેલો ઘાયેઘા ધોડીને પિતરની પેલા કબરની પાહે પુગી ગયો. 5એને નીસા નમીને અંદર નજર કરી તો મખમલનું ખાપણ પડેલુ જોયું, પણ ઈ અંદર ગયો નય. 6તઈ સિમોન પિતર એને વાહે વાહે પુગ્યો, અને કબરની પાહે ગયો અને ન્યા મખમલનું ખાપણ પડેલુ જોયું. 7પણ એણે ઈસુના માથાની આજુ-બાજુ વીટેલુ લુગડુ પણ જોયુ ઈ લુગડુ વાળેલુ હતુ અને શણનાં ટુકડાથી જુદી જગ્યાએ મુકેલું હતું. 8તઈ ઈ બીજો ચેલો પણ કબરની પાહે પૂગ્યો હતો, એણે અંદર જયને જોયું કે, ઈસુ મરણમાંથી પાછો જીવતો ઉઠયો છે, ઈ જોયને એણે વિશ્વાસ કરયો. 9કેમ કે, ઈ હજી હુધી શાસ્ત્રના ઈ લેખને નોતા હમજી હક્યાં કે, જેની પરમાણે ઈસુનું મરણમાંથી જીવતું થાવુ ફરજીયાત હતું. 10તઈ ઈ ચેલાઓ પાછા ઘરે વયા ગયા.
મગદલાની મરિયમને ઈસુનું દર્શન
11પણ મરિયમ કબરની બારે ઉભી રયને રોતી હતી, જઈ ઈ રોતી હતી તઈ એણે વાંકી થયને કબરની અંદર જોયું. 12તો એને બેય સ્વર્ગદુતોને ઉજળા લુગડા પેરેલા એકને માથા પાહે અને બીજાને પગ પાહે બેહેલા જોયા, જ્યાં ઈસુના દેહને રાખેલો હતો. 13તેઓએ એને પુછયું કે, “બેન, તુ કેમ રોય છે?” એણે એને કીધું કે, “ઈ મારા પરભુના દેહને ઉપાડીને લય ગયા છે, અને મને ખબર નથી કે, એને ક્યા રાખ્યો છે.” 14આ કયને ઈ પાછી વળી અને ઈસુને ઉભેલો જોયો, પણ એણે એને ઓળખ્યો નય કે ઈ ઈસુ છે. 15ઈસુએ એને કીધું કે, “બેન, તુ કેમ રોય છે? અને કોને ગોતી રય છો?” એણે એને માળી હમજીને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જો તુ ઈ દેહને ઉપાડીને લય ગયો હોય તો મને કેય કે, એને ક્યા રાખ્યું છે, અને હું એને લીયાવું.” 16ઈસુએ એને કીધું કે, “મરિયમ!” એણે ઈ બાજુ ફરી એને હિબ્રૂ ભાષામાં કીધું કે “રાબ્બી એટલે ગુરુ” 17ઈસુએ એને કીધું કે, “મને અડતી નય કેમ કે, હું હજી હુધી બાપની પાહે સ્વર્ગમા નથી ગયો, પણ મારા ભાઈઓની પાહે જયને તેઓને કય દેય કે, હું મારા બાપ અને તારા બાપ, અને મારા પરમેશ્વર અને તારા પરમેશ્વરની પાહે ઉપર જાવ છું” 18મરિયમ જે મગદલા શહેરની હતી ઈ ચેલાઓની પાહે જયને કીધું કે, “મે પરભુને જોયો!” અને એણે તેઓને ઈસુએ જે કીધું હતું ઈ બધુય કીધું.
પોતાના ચેલાને ઈસુનું દર્શન
19અઠવાડિયાને પેલે દિવસે એટલે રવિવારની હાંજે બધાય ચેલાઓ ભેગા થયા હતાં. કમાડે તાળા હતાં કેમ કે, ઈ યહુદી લોકોથી બીતા હતા. પછી ઈસુ તેઓની વસે આવ્યો અને ઉભો રયો, ઈસુએ કીધું કે, “પરમેશ્વર તમને શાંતિ આપે!” 20એમ કયને એને પોતાના હાથ અને પગોના ઘા અને પડખુ બતાવ્યું. અને ચેલાઓ પરભુને જોયને હરખ પામ્યા. 21ઈસુએ પાછુ તેઓને કીધું કે, તમને શાંતિ મળે, જેમ મને બાપે મોકલ્યો છે, એમ જ હું પણ તમને મોકલું છું 22ઈ ક્યને એણે તેઓની ઉપર શ્વાસ ફૂકીને કીધું કે, “તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થાય. 23જો તમે લોકોના પાપોને માફ કરશો, તો પછી પરમેશ્વર તેઓના પાપોને માફ કરશે. જો તમે લોકોના પાપોને માફ નય કરો, તો પછી તેઓના પાપો માફ થાહે નય.”
ઈસુ અને થોમા
24પણ બારેય ચેલોઓમાંથી એક, એટલે કે, થોમા જે દીદુમસ કેવાય છે, જઈ ઈસુ આવ્યો તો તઈ એની હારે નોતો. 25જઈ બીજા ચેલાઓ કેવા લાગ્યા કે, “અમે પરભુને જોયા છે, તઈ થોમાએ એને કીધું કે, જ્યાં લગી એના હાથમાં ખીલાઓના ઘા જોવ નય અને મારી આંગળી ખીલાઓના ઘાની જગ્યાએ મુકુ નય અને એની છાતીના પડખામા મારો હાથ મુકુ નય, ન્યા હુંધી હું વિશ્વાસ નય કરું કે, ઈ મરણમાંથી પાછો જીવતો થય ગયો છે.”
26આઠ દિવસ પછી પાછા એના ચેલાઓ અંદર ઘરમાં હતાં, તો થોમા એની હારે હતો, જઈ બારણા બંધ હતાં, તઈ ઈસુ એની વસમાં આવીને કીધું કે, “તમને શાંતિ મળે.” 27તઈ ઈસુએ થોમાને કીધું કે, “તારી આંગળી મારા હાથના છેદમાં નાખને જોય અને તારો હાથ મારી છાતીના પડખામા નાખીને અને શંકા કરવાનું બંધ કર અને વિશ્વાસ કરીલે.” 28આ હાંભળીને થોમાએ જવાબ દીધો કે, “મારા પરભુ, મારા પરમેશ્વર!” 29ઈસુએ એને કીધું કે, “ઈ તો વિશ્વાસ ઈ હાટુ કરયો છે કેમ કે, ઈ મને જોયો છે, તેઓ આશીર્વાદિત છે, જેણે વગર જોયે વિશ્વાસ કરયો છે.”
આ સોપડીનો હેતુ
30ઈસુએ એનાથી પણ વધારે સમત્કારી નિશાની ચેલાઓએ બતાવી જે આ સોપડીમા લખેલી નથી. 31પણ આ ઈ હાટુ લખેલુ છે કે, જેથી તમે વિશ્વાસ કરો કે, ઈસુ મસીહ જ પરમેશ્વરનો દીકરો છે અને એની ઉપર વિશ્વાસ કરીને એના નામથી તમને જીવન મળે.

S'ha seleccionat:

યોહાન 20: KXPNT

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió