લૂક 20

20
ઈસુના અધિકાર વિષે પ્રશ્ન
1એક દિવસે એવુ બનું કે, જઈ ઈ મંદિરમાં લોકોને શિક્ષણ આપતો હતો અને હારા હમાસાર હંભળાવી રયો હતો, તઈ મુખ્ય યાજકો, યહુદી નિયમના શિક્ષકો, અને યહુદી વડીલો એની પાહે ઉભા રયા. 2અને તેઓ કેવા મંડયા કે, “અમને કે, તું ક્યાં અધિકારથી આ કામ કર છો, તને આ અધિકાર કોણે આપ્યો?” 3ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું પણ તમને એક પ્રશ્ન પૂછું છું, ઈ મને કયો, 4યોહાનનું જળદીક્ષા સ્વર્ગથી કરવામા આવ્યું કે માણસોથી?” 5તઈ તેઓએ અંદરો અંદર વિસાર કરીને કીધુ કે, જો આપડે કેહુ કે, સ્વર્ગથી, તો ઈ કેહે કે, “તઈ તમારે એની ઉપર વિશ્વાસ કરવો જોયી” 6પણ જો આપડે કેયી કે, ઈ ખાલી માણસોએ એને જળદીક્ષા દેવાનું કીધુ હતું, તો લોકો આપણને પાણાઓ મારીને મારી નાખશે, કેમ કે, તેઓ આ માનતા હતાં કે યોહાન પરમેશ્વર તરફથી એક હાસો આગમભાખીયો હતો. 7જેથી તેઓએ ઈસુને જવાબ દીધો કે, “અમે નથી જાણતા કે, યોહાનનું જળદીક્ષા સ્વર્ગથી કરવામા આવ્યું કે, માણસોથી.” 8ઈસુએ તેઓને કીધુ કે, “હું હોતન તમને નય કવ કે, ક્યા અધિકારથી હું આ કામ કરું છું.”
દ્રાક્ષાવાડીના ખેડુતોનો દાખલો
9પછી ઈસુએ લોકોને આ દાખલો બતાવ્યો કે, એક માણસે પોતાના ખેતરમાં દ્રાક્ષાવાડી રોપી. એણે કોય માણસને દ્રાક્ષાવાડી ભાગવી આપી. પછી ઈ બીજા દેશમાં ગયો અને ન્યા ઈ ઘણાય વખત હુધી રોકાણો. 10ફળ આવે ઈ મોસમમાં દ્રાક્ષાવાડીનો ધણી પાછો આવ્યો; અને એણે પોતાના ચાકરોમાંથી એક ચાકરને એનો ભાગ લેવા હાટુ ભાગ્યાવાળા ખેડૂતોની પાહે મોકલ્યો. પણ ઈ ખેડૂતોએ એને પકડીને મારીને કાય આપ્યા વગર ખાલી હાથે પાછો મોકલી દીધો. 11પછી દ્રાક્ષાવાડીના માલિકે એક હજી બીજા ચાકરને ખેડૂતોની પાહે મોકલ્યો; પણ તેઓએ એને પણ મારયો, અને અપમાન કરીને, એને કાય પણ આપ્યા વગર જ પાછો કાઢી મુક્યો. 12પછી માલિકે ચાકરને મોકલ્યો; અને તેઓએ એને પણ ઘાયલ કરીને કાઢી મુક્યો. 13તઈ દ્રાક્ષાવાડીના માલિકે કીધું કે, “હવે હું શું કરું? હું મારા વાલા દીકરાને મોક્લય, જેથી એને જોયને કદાસ માન રાખશે.” 14પણ ખેડૂતોએ જઈ એને જોયો તઈ તેઓએ એકબીજાને અંદરો અંદર પાક્કું કરીને કીધું કે, આ વારસદાર છે, હાલો, આપડે એને મારી નાખી જેથી વારસો આપડો થાય. 15અને ન્યા ખેડૂતોએ દીકરાને પકડીને દ્રાક્ષાવાડીમાંથી બારે કાઢીને મારી નાખ્યો; ઈ હાટુ દ્રાક્ષાવાડીનો માલીક તેઓનું શું કરશે? 16માલીક આયશે અને ખેડુતોનો નાશ કરશે, અને દ્રાક્ષાવાડી બીજાઓને હોપશે. લોકોએ આ હાંભળીને કીધું કે, “પરમેશ્વર આવું નો કરવું જોયી.” 17પણ ઈસુએ તેઓની બાજુએ જોયીને કીધું કે, “આ જે લખેલુ છે એનો અરથ શું છે?, એટલે, જે પાણાનો બાંધનારાઓએ નકાર કરયો ઈજ ખૂણાનો મુખ્ય પાણો થયો. 18આ પાણા ઉપર જે કોય પડશે, એના ટુકડે ટુકડા થાય જાહે, પણ જેની ઉપર ઈ પાણો પડશે એનો ભૂકો થય જાહે.”
કૈસર રાજાને કર ભરવો કે નય?
19યહુદી નિયમના શિક્ષકો અને મુખ્ય યાજકોએ ઈજ ઘડીએ ઈસુને પકડવાની કોશિશ કરી; પણ તેઓ લોકોથી બીતા હતા કેમ કે, ઈ એવુ હમજા કે, એણે આ દાખલો આપણને કીધો છે. 20ઈસુ ઉપર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનો દાવો કરનારાઓએ તપાસ કરનારાને મોકલ્યા, જેથી તેઓ એને વાતમાં પકડીને રાજ્યપાલના અધિકારમાં હોપી દેય. 21જેથી તપાસ કરનારાઓએ એને પુછયું કે, “હે ગુરુ, અમે જાણી છયી કે, તુ હાસુ બોલ છો અને શીખવાડ છો અને કોયનો પક્ષપાત કરતો નથી, પણ પરમેશ્વરનો મારગ હાસાયથી બતાય છો. 22તો હવે અમને બતાય કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?” 23પણ ઈસુ તેઓની સાલાકી હંમજી ગયો અને તેઓને કીધુ કે, 24“મને એક દીનારનો (જે એક દિવસની મજુરી બરાબર) સિક્કો બતાવો; સિકકા ઉપર કોનું નામ અને કોની છાપ છે?” તેઓએ કીધું કે, “રોમી સમ્રાટનું છે.” 25ઈસુએ તેઓને કીધું કે, “જે રોમી સમ્રાટનું છે ઈ રોમી સમ્રાટને અને જે પરમેશ્વરનું છે ઈ પરમેશ્વરને સુકવી દયો.” 26લોકોની આગળ તેઓ આ વાતમાં ઈસુને પકડી હક્યાં નય, અને એના જવાબથી નવાય પામીને તેઓ છાનામના રયા.
એક બાયના હાત ધણીનો દાખલો
(માથ્થી 22:23-33; માર્ક 12:18-27)
27તઈ સદુકી ટોળાના લોકોમાંથી કેટલાક લોકોએ ઈસુની પાહે આવીને પુછયું કે, મરેલામાંથી જીવતા થાય જ નય. 28હે ગુરુ, મુસાએ આપડી હાટુ લખ્યું છે કે, જો પરણેલો માણસ મરી જાય, એની બાયને બાળક હોય નય, તો પછી એના ભાઈને ઈ બાયને પરણવું જોયી, પછી તેઓ મરેલા ભાઈ હાટુ કુળ આગળ વધારે. 29ન્યા હવે હાત ભાઈઓ હતાં, બધાયથી મોટા ભાઈએ લગન કરી લીધા પણ બાળકો વગર ઈ મરી ગયો. 30પછી બીજા ભાઈએ રંડાયેલી બાયની હારે લગન કરયા ઈ હોતન મરી ગયો. 31અને ત્રીજા ભાઈએ ઈ બાયની હારે લગન કરયા અને ઈ હોતન મરી ગયો. આવી જ રીતે હાતેય ભાઈઓ એની હારે લગન કરીને બાળકો વગર જ મરી ગયા. 32પછી ઈ બાય હોતન મરી ગય. 33તો પછી આ બાય મરેલામાંથી જીવતા થાહે, તઈ કોની બાયડી થાહે? કેમ કે, હાતેયની ઈ બાયડી બની હતી. 34ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, આ જગતમાં માણસો બાયડીઓ લેહે, અને લોકો તેઓની છોકરીઓ માણસોને તેઓના લગનમાં આપશે. 35પણ જે લોકો ઈ યુગના અને મરેલામાંથી જીવતા ઉઠવા હાટુ લાયક ઠરશે, તો તેઓ નય લગન કરે નય કે, ફરીથી મરશે, પણ ઈ સ્વર્ગનાં સ્વર્ગદુત જેવા હશે. અને મરેલામાંથી જીવતા થયાની લીધે ઈ પરમેશ્વરનાં બાળકો બનશે. 36ઈ જીવનમાં સ્વર્ગદુત જેવા હોવાના કારણે તેઓ કોયદી મરશે નય, અને તેઓ પરમેશ્વરનાં દીકરાઓ છે કારણ કે, તેઓ મરેલામાંથી જીવતા થયા છે. 37પણ મરેલા જરૂર જીવતા થાય છે. મુસાને પણ બળતા ઝાડવામાં એની નિશાની આપી છે કે, હું ઈબ્રાહિમનો પરમેશ્વર છું, અને ઈસહાકનો અને યાકુબનો પરમેશ્વર છું, અને મરેલાઓનો પરમેશ્વર નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છું. 38પરમેશ્વર તો મરેલાઓનો નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છે, કેમ કે, એની લીધે બધાય લોકો જીવે છે. 39તઈ ઈ હાંભળીને યહુદી નિયમના શિક્ષકોએ જવાબ દીધો કે, “હે ગુરુ, તમે બોવ હારું કીધું.” 40ઈ પછી કોયને ફરીથી એને પ્રશ્ન પૂછવાની હિંમત નો થય.
મસીહ દાઉદનો દીકરો
(માથ્થી 22:41-46; માર્ક 12:35-37)
41પછી ઈસુએ તેઓને કીધું કે, મસીહ દાઉદ રાજાનો દીકરો છે એમ માણસો કેમ કય છે? 42કેમ કે, દાઉદે પોતે જ ગીતશાસ્ત્રમાં કીધું છે કે, “પરભુ પરમેશ્વરે મારા પરભુને કીધું કે, તુ મારી જમણી બાજુ બેહ. 43જ્યાં હુધી કે, હું તારા વેરીઓને તારા પગ તળે કરી દવ નય. ન્યા હુધી તું મારી જમણી બાજુ બેહ. 44દાઉદ રાજા પોતે એને પરભુ કયને બોલાવે છે તો ઈ એનો દીકરો કેવી રીતે કેવાય?”
યહુદી નિયમના શિક્ષકો વિરુધ સેતવણી
(માથ્થી 23:1-36; માર્ક 12:38-40; લૂક 11:37-54)
45જઈ બધાય માણસો ઈસુને ધ્યાનથી હાંભળતા હતાં, તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, 46“યહુદી નિયમના શિક્ષકોથી સાવધાન રયો. ઈ લાંબા લુગડા પેરીને મારગોમાં ફરવાનું અને સોકમાં લોકો તેઓને સલામ કરે, અને માન મેળવા યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં મુખ્ય આસનો ઉપર બેહવાનું અને જમણવારમાં પણ મુખ્ય જગ્યાઓમાં બેહવાનું એને વધારે ગમે છે. 47તેઓ રંડાયેલીઓની માલ-મિલકત અને ઘરની વસ્તુઓ પસાવી પાડે છે, અને લોકોને હામે દેખાડવા હાટુ લાંબી પ્રાર્થનાઓ કરે છે, પરમેશ્વરથી એને સોક્કસ કડક સજા મળશે.”

S'ha seleccionat:

લૂક 20: KXPNT

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió