ઉત્પત્તિ 30
30
1અને રાહેલે જોયુમ કે, હું યાકૂબના પેટનાં છોકરાં જન્માવતી નથી, ત્યારે રાહેલે પોતાની બહેન પર અદેખાઈ રાખીને યાકૂબને કહ્યું, “મને છોકરાં આપો, નહિ તો હું મરી જઈશ.” 2અને યાકૂબે રાહેલ પર ગુસ્સે થઈને કહ્યું, “ઈશ્વર જેમણે તારાથી પેટનું ફળ પાછું રાખ્યું છે, તેને ઠેકાણે શું હું છું?” 3અને રાહેલે કહ્યું, “જો, મારી દાસી બિલ્હાની પાસે તું જા કે, તે મારે ખોળે જન્મ આપે, ને તેનાથી મને પણ છોકરાં થાય.”
4અને રાહેલે યાકૂબની પત્ની તરીકે પોતાની દાસી બિલ્હા યાકૂબને આપી. અને યાકૂબ તેની પાસે ગયો. 5અને બિલ્હા ગર્ભવતી થઈ, ને યાકૂબને તેના પેટનો દીકરો થયો. 6અને રાહેલ બોલી, “ઈશ્વરે મારો ન્યાય કર્યો છે, ને મારી હાંક પણ સાંભળી છે, ને મને દીકરો આપ્યો છે.” તે માટે રાહેલે તેનું નામ #૩૦:૬દાન:“ન્યાય કર્યો છે.” દાન પાડયું. 7અને રાહેલની દાસી બિલ્હા ફરી ગર્ભવતી થઈ, ને યાકૂબને તેના પેટનો બીજો દીકરો થયો. 8અને રાહેલે કહ્યું, “મેં મારી બહેન સાથે જબરી #૩૦:૮બાથ ભીડી છે.’:હિબ્રૂ:“નફતાલી.” બાથ ભીડી છે ને હું જય પામી છું.” માટે તેણે તેનું નામ નફતાલી પાડયું. 9અને લેઓએ જોયું કે તેને સંતાન થવાં બંધ થયાં છે, ત્યારે લેઆએ પોતાની દાસી ઝિલ્પાને લાવીને યાકૂબને તેની પત્ની તરીકે આપી. 10અને યાકૂબને લેઆની દાસી ઝિલ્પાના પેટનો દીકરો થયો. 11અને લેઆએ કહ્યું, “સુભાગ્ય!” માટે તેણે તેનું નામ #૩૦:૧૧ગાદ:“સુભાગ્ય.” ગાદ પાડયું. 12અને યાકૂબને લેઆની દાસી ઝિલ્પાના પેટનો બીજો દીકરો થયો. 13અને લેઆ બોલી, “મને ધન્ય છે, કેમ કે સ્ત્રીઓ મને ધન્ય કહેશે.” માટે તેણે તેનું નામ #૩૦:૧૩આશેર:“ધન્ય.” આશેર પાડયું.
14અને રૂબેન ઘૂઉં કાપવાની મોસમે ખેતરમાં ગયો, ને તેને રીંગણાં મળી આવ્યાં, તેઓને તે પોતાની મા લેઆની પાસે લાવ્યો. અને રાહેલે લેઆને કહ્યું, “તારા દિકરાનાં રીંગણામંઆથી મને આપ.” 15અને તેણે કહ્યું, “તેં મારા પતિને લઈ લીધો છે, તે કંઈ થોડું છે? મારા દિકરાનાં રીંગણાંને લીધઞ આજે રાત્રે યાકૂબ તારી સાથે સૂઈ રહેશે.” 16અને સાંજે યાકૂબ ખેતરમાંથી આવ્યો, ને લેઓએ એને મળવાને બહાર જઈને કહ્યું, “તમારે મારી પાસે આવવું, કેમ કે મારા દિકરાનાં રીંગણાં આપીને મેં ખચીત તમને રાખ્યા છે.” અને યાકૂબ તે રાત્રે તેની સાથે સૂઈ રહ્યો. 17અને ઈશ્વરે લેઆનું સાંભળ્યું, ને તે ગર્ભવતી થઈ, ને તેના પેટનો યાકૂબને પાંચમો દીકરો થયો. 18અને લેઆએ કહ્યું, “ઈશ્વરે મને #૩૦:૧૮બદલો:હિબ્રૂ “સાખાર.” બદલો આપ્યો છે, કેમ કે મેં માર પતિને મારી દાસી આપી છે;” માટે તેણે તેનું નામ ઇસ્સાખાર પાડયું. 19અને લેઆ ફરી ગર્ભવતી થઈ, ને યાકૂબને તેના પેટનો છઠ્ઠો દીકરો થયો. 20અને લેવાએ કહ્યું, “ઈશ્વરે મને ઉત્તમ દાન આપ્યું છે. હવે મારો પતિ #૩૦:૨૦સાથે રહે છે: હિબ્રૂ “ઝબલ.” મારી સાથે રહેશે, કેમ કે મેં તેને માટે છ દિકરા જન્માવ્યા છે;” માટે તેણે તેનું નામ ઝબુલોન પાડયું. 21અને ત્યાર પછી તેણે એક દીકરીને જન્મ આપ્યો, ને તેણે તેનું નામ દીના પાડયું. 22અને ઈશ્વરે રાહેલને યાદ કરી, ને ઈશ્વરે તેનું સાંભળ્યું, ને તેનું ગર્ભસ્થાન ઉઘાડયું. 23અને તે ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો; અને તે બોલી, “ઈશ્વરે મારું અપમાન ટાળ્યું છે.” 24અને તેણે તેનું નામ #૩૦:૨૪યૂસફ:“તે ઉમેરે છે.” યૂસફ પાડયું, ને તે બોલી, “પ્રભુ એક બીજો દીકરો પણ મને આપો.”
યાકૂબ લાબાન સાથે સોદો કરે છે
25અને એમ થયુમ કે રાહેલે યૂસફને જન્મ આપ્યો ત્યાર પછી યાકૂબે લાબાનને કહ્યું, “મને વિદાય કર કે, હું સ્વદેશ, એટલે મારા વતનમાં, જાઉં. 26મારી પત્નીઓ તથા મારાં છોકરાં, જેઓને માટે મેં તારી ચાકરી કરી છે, તેઓને મને આપ, ને મને જવા દે, કેમ કે મેં તારી કેવી ચાકરી કરી છે તે તું જાણે છે.” 27અને લબાને તેને કહ્યું, “મારા પર તારી કૃપાદષ્ટિ હોય તો રહે; કેમ કે યહોવાએ તારે લીધે મને આશીર્વાદ આપ્યો છે. એ મેં શુકનથી જાણ્યું છે.” 28અને લાબાને કહ્યું “તારે કેટલું જોઈએ તે મને કહે, ને હું તે તને આપીશ.” 29અને યાકૂબે તેને કહ્યું, “મેં તારી કેવી ચાકરી કરી છે, ને તારાં ઢોર મારી પાસે કેવા થયાં છે, એ તું જાણે છે. 30કેમ કે મારા આવ્યા અગાઉ તારું જે હતું તે થોડું હતું, ને હવે તે બહુ વધ્યું છે; અને જ્યાં મેં પગલું ભર્યું છે ત્યાં યહોવાએ તને આશીર્વાદ આપ્યો છે; પણ હવે મારા પોતાના ઘરનાનું હું કયારે પૂરું કરીશ?” 31અને લાબાને તેને કહ્યું, “હું તને શું આપું?” અને યાકૂબે કહ્યું, “મને તું કંઈ ન આપીશ. જો તું મારે માટે આટલું કરે તો હું ફરી તારું ટોળું ચારીશ ને સાચવીશ. 32આજ હું તારા આખા ટોળામાં ફરીશ, ને ઘેટાંમંથી છાંટવાળાંને જુદાં કરીશ; અને એ જ મારું વેતન થશે. 33અને મારું વેતન જે તારી આગળ છે, તે વિષે તું આવશે ત્યારે આગળ જતાં મારું ન્યાયીપણું મારા પક્ષમાં તને ઉત્તર આપશે. બકરાંમાં જે છાંટવાળાં કે ટપકાંવાળાં નથી, ને ઘેટાંમાં પણ જે કાળાં નથી એવાં જો મારી પાસે હોય તો તેઓ સર્વ ચોરીનાં ગણાય.” 34અને લાબાને કહ્યું, “જો તારી વાત પ્રમાણે થાય તેમાં હું રાજી છું.” 35અને તે દિવસે પટાદાર તથા ટપકાંવાળાં બકરા, ને સર્વ છાંટવાળી તથા ટપકાંવાળી બકરી, એટલે હરેક જેમાં કંઈ સફેદી હતી તેઓન, ને ઘેટાંમાંનાં પણ જે કાળાં તેઓને જુદાં કરીને લાબાને તેઓને પોતાના દિકરાઓના હાથમાં સોંપ્યાં. 36અને તેણે પોતાની ને યાકૂબની વચમાં ત્રણ દિવસના મજલ જેટલું અંતર રાખ્યું; અને યાકૂબે લાબાનનાં બાકી રહેલાં ટોળાં ચાર્યાં.
37અને યાકૂબે લીમડાની ને બદામડી તથા આર્મોન ઝાડની લીલી ડાળીઓ લીધી ને તેની છાલ છોલી તેઓમાં ધોળા પટા પાડયા, ને તેઓમાં જે ધોળું તે દેખાયું. 38અને જે ડાળીઓ તેણે છોલી હતી તે, ઢોર પીવા આવતાં ત્યાં, હવાડાઓમાં તથા નીકોમાં તેણે તેઓની આગળ ઊભી કરી અને પીતી વખતે તેઓ સવાણે આવતાં હતાં. 39અને [ખોસેલી] ડાળીઓ આગળ ઢોરો ગર્ભધારણ કરતાં હતાં. ને તેઓને પટાદાર, છાંટવાળાં, તથા ટપકાંવાળાં બચ્ચાં થયાં. 40અને યાકૂબે ઘેટાંને જુદાં કર્યાં, ને લાબાનના ટોળામાં જે પટાદાર તથા સર્વ કાળાં હતાં તેઓની તરફ ટોળાંનાં મોઢાં રાખ્યાં. અને તેણે પોતાનાં ટોળાં જુદાં પાડયાં, ને લાબાનના ટોળાની પાસે તેમને રાખ્યાં નહિ. 41અને એમ થયું કે જયારે ટોળાંમાંનાં જબરાં સવાણે આવતાં, ત્યારે યાકૂબ તે ડાળીઓ ઢોરની આગળ નીકોમાં મૂકતો કે, તેઓ ડાળીઓની આગળ ગર્ભધારણ કરે. 42પણ ઢોર નબળાં હોય ત્યારે તે ડાળીઓ મૂકતો નહોતો; માટે નબળાં તે લાબાનનાં, ને જબરાં તે યાકૂબનાં થયાં. 43અને તે માણસ બહુ વૃદ્ધિ પામ્યો, ને તેને મોટાં ટોળાં તથા દાસો તથા દાસીઓ તથા ઊંટો તથા ગધેડાં હતાં.
Právě zvoleno:
ઉત્પત્તિ 30: GUJOVBSI
Zvýraznění
Sdílet
Kopírovat
Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.