ઉત્પત્તિ 42
42
યૂસફના ભાઈઓ અનાજ લેવા મિસરમાં આવે છે
1અને યાકૂબે જોયું કે મિસરમાં અનાજ છે. ત્યારે યાકૂબે તેના દિકરાઓને કહ્યું, “તમે એકબીજા સામે કેમ જોયા કરો છો?” 2અને તેણે કહ્યું, #પ્રે.કૃ. ૭:૧૨. “જુઓ, મેં સાંભળ્યું છે કે મિસરમાં અનાજ છે. ત્યાં જાઓ, ને ત્યાંથી આપણે માટે વેચાતુમ લાવો કે, આપણે જીવતા રહીએ, ને મરી જઈએ નહિ.” 3અને યૂસફના દશ ભાઈઓ અનાજ વેચાતું લેવાને મિસરમાં ગયા. 4પણ યૂસફના ભાઈ બિન્યામીનને તેના ભાઈઓની સાથે યાકૂબે મોકલ્યો નહિ. કેમ કે તેણે કહ્યું, “રખેને તેના પર કંઈ વિધ્ન આવી પડે.” 5અને ઇઝરાયલના દિકરા બીજા લોકોની સાથે વેચાતું લેવાને આવ્યા. કેમ કે કનાન દેશમાં પણ દુકાળ હતો.
6અને તે દેશનો અધિપતિ યૂસફ હતો; તે દેશના સર્વ લોકોને અનાજ વેચાતું આપનાર તે જ હતો. અને યૂસફના ભાઈઓ આવ્યા, ને તેઓએ ભૂમિ સુધી માથાં નમાવીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. 7અને યૂસફે પોતાના ભાઈઓને જોઈને તેઓને ઓળખ્યા. પણ તે પારકાની જેમ તેઓની સાથે વત્યો, ને તેઓની સાથે કઠોરતાથી વાત કરીને તેઓને પૂછયું, “તમે ક્યાંથી આવ્યા?” અને તેઓએ તેને કહ્યું, “કનાન દેશથી અનાજ વેચાતું લેવાને અમે આવ્યા છીએ.” 8અને યૂસફે તેના ભાઈઓને ઓળખ્યા, પણ તેઓએ તેને ઓળખ્યો નહિ.
9અને #ઉત. ૩૭:૫-૧૦. યૂસફને તેઓ વિષે જે સ્વપ્ન આવ્યાં તે તેને સાંભરી આવ્યાં, ને તેણે તેઓને કહ્યું, “તમે જાસૂસ છો. દેશની નગ્નતા જોવાને તમે આવ્યા છો.” 10અને તેઓએ તેને કહ્યું, “સાહેબ, એમ નહિ, પણ અનાજ વેચાતું લેવાને તારા દાસ આવ્યા છે. 11અમે સર્વ એક માણસના દિકરા છીએ. અમે સાચા માણસ છીએ, તારા દાસો જાસૂસ નથી.” 12અને તેણે તેઓને કહ્યું, “એમ નહિ, પણ દેશની નગ્નતા જોવાને તમે આવ્યા છો.” 13અને તેઓ બોલ્યા, “તારા દાસો બાર ભાઈ છીએ, કનાન દેશના એક માણસના દિકરા છીએ. અને જુઓ, નાનો ભાઈ આજે અમારા પિતાની પાસે છે, ને એકનો તો પત્તો નથી.” 14અને યૂસફે તેઓને કહ્યું, જેમ મેં તમને કહ્યું કે, ‘તમે જાસૂસ છો’, તેમ જ છે. 15આથી તમારી પરીક્ષા કરવામાં આવશે:ફારુનના જીવતા સમ કે તમારો નાનો ભાઈ અહીં આવ્યા વિના તમે અહીંથી જવા પામશો નહિ. 16તમે તમારામાંથી એકને મોકલો, તે તમારા ભાઈને લઈ આવે, પણ તમને કેદમાં રાખવામાં આવશે, ને તમારી વાતની પરીક્ષા થશે કે તમારામાં સત્ય છે કે નહિ; નહિ તો ફારુનના જીવના સમ [ખાઈને કહું છું] કે તમે જાસૂસ જ છો.”
17અને ત્રણ દિવસ સુધી તેણે તેઓને જેલમાં રાખ્યા. 18અને ત્રીજે દિવસે યૂસફે તેઓને કહ્યું, “તમે આમ કરો ને જીવતા રહો. કેમ કે હુમ ઈશ્વરથી બીહું છું: 19જો તમે સાચા માણસ હો, તો તમારામાંનો એક ભાઈ કેદખાનામાં રહે. અને બાકીના જાઓ, ને તમારાં ઘરના માટે દુકાળને સારુ અનાજ લેતા જાઓ. 20અને તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવો. તે પરથી તમારી વાત સાચી ઠરશે, ને તમે નહિ મરશો.” 21અને તેઓએ માંહોમાંહે કહ્યું, “ખરેખર આપણે આપણા ભાઈ વિષે અપરાધી છીએ. કેમ કે જ્યારે તેણે કાલાવાલા કર્યા, ને આપણે તેના જીવનનું દુ:ખ જોયું ત્યારે આપણે તેનું સાંભળ્યું નહિ; તે માટે આ સંકટ આપણા પર આવી પડ્યું છે.” 22અને રૂબેને તેઓને ઉત્તર આપ્યો, #ઉત. ૩૭:૨૧-૨૨. “શું મેં તમને નહોતું કહ્યું કે, આ છોકરાં સંબંધી તમે પાપ ન કરો? પણ તમે માન્યું નહિ. તેથી હવે જુઓ, તેના રક્તનો બદલો લેવામાં આવે છે.” 23અને યૂસફ તેઓની વાત સમજે છે, તે તેઓ જાણતા નહોતા. કેમ કે તેઓ વચ્ચે દુભાષિયો હતો. 24અને તે તેઓની પાસેથી જઈને રડયો. અને તેઓની પાસે પાછા આવીને તેણે તેઓની સાથે વાત કરી, ને તેઓમાંથી શિમયોનને લઈને તેઓના દેખતાં તેને બાંધ્યો:
યૂસફના ભાઈઓ કનાન પાછા આવ્યા
25અને તેઓની ગુણોમાં અનાજ ભરવાની તથા પ્રત્યેક માણસનું નાણું તેની ગુણમાં પાછું મૂકવાની, તથા તેઓને રસ્તાને માટે સીધું આપવાની યૂસફે આ આપી. અને તેઓને માટે એ પ્રમાણે કરવામાં આવ્યું. 26અને તેઓ પોતાનાં ગધેડાં પર અનાજ લાદીને ત્યાંથી નીકળ્યા. 27અને ઉતારામાં તેઓમાંના એકે પોતાના ગધેડાને દાણા ખવડાવવાને પોતાની ગૂણ છોડી, ત્યારે તેણે પોતાનું નાણું જોયું; કેમ કે, જુઓ, તે તો તેની ગુણના મુખમાં હતું. 28અને તેણે પોતાના ભાઈઓને કહ્યું, “મારું નાણું મને પાછું મળ્યું છે; અને જુઓ, તે મારી ગુણમાં છે.” અને તેઓ મનમાં ગભરાયા, ને તેઓ થરથરતાં માંહોમાંહે બોલ્યા, “ઈશ્વરે આપણને આ શું કર્યું છે?”
29અને તેઓ કનાન દેશમાં પોતાના પિતા યાકૂબની પાસે આવ્યા, ને તેઓને જે જે વીત્યું હતું તે સર્વની ખબર તેને આપીને કહ્યું, 30“જે માણસ તે દેશનો ઘણી છે તેણે અમને કઠોર વચનો કહ્યાં, ને અમને દેશના જાસૂસ ગણ્યા. 31અને અમે તેને કહ્યું, ‘અમે સાચા માણસ છીએ, અમે જાસૂસ નથી. 32અમે બાર ભાઈઓ અમારા પિતાના દિકરા છીએ. એકનો તો પત્તો નથી, ને નાનો અમારા પિતાની પાસે હાલ કનાન દેશમાં છે.’ 33અને તે માણસે, એટલે તે દેશના ઘણીએ, અમને કહ્યું, ‘એથી હું જાણીશ કે તમે સાચા માણસ છો; એટલે તમારા એક ભાઈને મારી પાસે રહેવા દો, ને બાકીના તમારાં ઘરનાં દુકાળને માટે અનાજ લઈને જાઓ. 34અને તમારા નાના ભાઈને મારી પાસે લેતા આવો; ત્યારે તમે જાસૂસ નથી, પણ સાચા માણસ છો, એમ હું જાણીશ, અને હું તમારો ભાઈ તમને પાછો સોંપીશ, ને તમે આ દેશમાં વેપાર કરશો.’” 35અને એમ થયું કે, તેઓ પોતપોતાની ગૂણો ખાલી કરતા હતા ત્યારે, જુઓ, પ્રત્યેક માણસનાં નાણાંની થેલી તેની ગુણમાં માલૂમ પડી. અને તેઓ તથા તેઓનો પિતા તેઓનાં નાણાંની થેલીઓ જોઈને બીધા. 36અને તેઓના પિતા યાકૂબે તેઓને કહ્યું, “તમે મને પુત્રહીન કર્યો છે. યૂસફ નથી, ને શિમયોન પણ નથી, ને વળી બિન્યામીનને લઈ જાઓ છો. એ સર્વ મારે વેઠવાનું છે.” 37અને રૂબેને તેના પિતાને કહ્યું, “તેને તમારી પાસે પાછો ન લાવું તો મારા બે દિકરાને મારી નાખજો. તેને મારા હાથમાં સોંપો, ને હું તેને તમારી પાસે પાછો લાવીશ.” 38પણ તેણે કહ્યું, “મારો દીકરો તમારી સાથે નહિ આવે; કેમ કે તેનો ભાઈ મરી ગયો છે ને તે એકલો રહ્યો છે, અને જે માર્ગે તમે જાઓ છો ત્યાં જો તેના પર વિધ્ન આવી પડે, તો તમે મારાં પળિયાં શોકને કારણે કબરમાં ઉતારશો.”
Právě zvoleno:
ઉત્પત્તિ 42: GUJOVBSI
Zvýraznění
Sdílet
Kopírovat
Chceš mít své zvýrazněné verše uložené na všech zařízeních? Zaregistruj se nebo se přihlas
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.