1
યોહાન 11:25-26
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
ઈસુએ તેને કહ્યું, “પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તોપણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે, અને મારા પર વિશ્વાસ રાખે છે, તે કદી મરશે નહિ જ. તું શું એવો વિશ્વાસ રાખે છે?”
Σύγκριση
Διαβάστε યોહાન 11:25-26
2
યોહાન 11:40
ઈસુ તેને કહે છે, “જો તું વિશ્વાસ કરશે, તો તું ઈશ્વરનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું?”
Διαβάστε યોહાન 11:40
3
યોહાન 11:35
ઈસુ રડયા.
Διαβάστε યોહાન 11:35
4
યોહાન 11:4
પણ ઈસુએ એ સાંભળીને કહ્યું, “જેથી મરણ થાય એવી આ માંદગી નથી. પણ તે ઈશ્વરના મહિમાને અર્થે છે કે તેથી ઈશ્વરના દીકરાનો મહિમા થાય.”
Διαβάστε યોહાન 11:4
5
યોહાન 11:43-44
એમ બોલ્યા પછી તેમણે ઊંચે સ્વરે પોકાર્યું, “લાજરસ બહાર આવ.” ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંટાયેલો બહાર આવ્યો! અને તેનો મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, “એનાં બંધન છોડી નાખો, અને તેને જવા દો.”
Διαβάστε યોહાન 11:43-44
6
યોહાન 11:38
તેથી ઈસુ ફરીથી નિસાસો મૂકીને કબર આગળ આવ્યા. તે તો ગુફા હતી, અને તેના પર એક પથ્થર મૂકેલો હતો.
Διαβάστε યોહાન 11:38
7
યોહાન 11:11
તેમણે એ વાતો કહી, અને ત્યાર પછી તે તેઓને કહે છે, “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે. પણ હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.”
Διαβάστε યોહાન 11:11
Αρχική
Αγία Γραφή
Σχέδια
Βίντεο