માથ્થી 1
1
ઇસુ વંશવેલો
(લુક. 3:23-38)
1એ ઇસુ ખ્રિસ્તુ આગલા ડાયાંહા નાવુ યાદી હાય, જો દાઉદ રાજા પોયરે આથે આને દાઉદ રાજા ઇબ્રાહીમુ પીઢીમેને આથો.
2ઇબ્રાહીમુ પોયરો ઇસાક, ઇસાકુ પોયરો યાકુબ, યાકુબુ પોયરો યહુદા આને તીયા પાવુહુ આથા. 3યહુદા પોયરા પેરેસ આને ઝેરાહ આથા, તામાર તીયા યાહકી આથી, આને પેરેસુ પોયરો હેસ્રોન આને હેસ્રોનો પોયરો આરામ આથો. 4આરામુ પોયરો અમિનાદાબ, અમિનાદાબ પોયરો નાહસોન, આને નાહસોનુ પોયરો સલમોન આથો. 5સલમોનુ પોયરો બોઆઝ, આને તીયા યાહકી રાહાબ આથી, બોઆઝુ પોયરો આબેદ, તીયા યાહકી રુથ આથી, આને આબેદુ પોયરો યશાય આથો. 6યશાય પોયરો દાઉદ રાજા જન્મ્યો.
દાઉદુ પોયરો સુલેમાન, આને સુલેમાનુ યાહકી બેથસેબા આથી, તે પેલ્લા ઉરીયા કોઅવાલી આથી. 7સુલેમાનુ પોયરો રાહાબામ, રાહાબામુ પોયરો અબીય્યાહ આને અબીય્યાહુ પોયરો આશા જન્મ્યો, 8આશા પોયરો યહોસાફાટ, યહોસાફાટુ પોયરો યોરામ, આને યોરામુ પોયરો ઉઝીયા જન્મ્યો. 9ઉઝીયા પોયરો યોતામ, યોતામુ પોયરો આહાજ આને આહાજુ પોયરો હિઝકીયા જન્મ્યો. 10હિઝકીયા પોયરો મનશ્શા, મનશ્શા પોયરો આમોન, આને આમોનુ પોયરો યોશીયા જન્મ્યો. 11બેબિલોન દેશુ રાજા ઇસ્રાએલી લોકુહુને કેદ કેલે, તીયા સમયુ પેલ્લા યોશીયા પોયરો યોખોન્યા આને તીયા પાવુહુ જન્મુલા.
12બેબિલોન દેશુ રાજા ઇસ્રાએલી લોકુહુને તી લીઅ ગેહલો, તીયા ફાચલા વેલી પીઢીહીને લીને, ઇસુ જન્મહી લોગુ, એ બાદા ઇસુ આગલા ડાયા આથા. યોખોન્યા પોયરો શલફીયેલ આને શલફીયેલુ પોયરો ઝરુબાબેલ જન્મ્યો. 13ઝરુબાબેલુ પોયરો અબીહુદ, અબીહુદુ પોયરો એલ્યાકીમ, આને એલિયાકીમુ પોયરો ઓઝરુ જન્મ્યો. 14ઓઝરુ પોયરો સાદોક, આને સાદકુ પોયરો આખીમ, આને આખીમુ પોયરો અલીહુદ જન્મ્યો. 15અલીહુદુ પોયરો એલ્યાઝર, એલ્યાઝરુ પોયરો મથ્થાન, આને મથ્થાનુ પોયરો યાકુબ જન્મ્યો. 16યાકુબુ પોયરો યુસુફ જન્મ્યો, જો મરિયમુ કોઅવાલો આથો આને ઇસુ જો પવિત્રઆત્માકી જન્મુલો તીયા યાહકી મરિયમ આથી, જીયાલે ખ્રિસ્ત આખાહે.
17ઈયુ રીતીકી ઇબ્રાહીમુહીને દાઉદ રાજાહી લોગુ બાધ્યા મીલીને ચૌવદા પીઢયા આથ્યા, આને દાઉદ રાજા સમયુહીને લીને તીયા સમયુલે હુદી જાંહા ઇસ્રાએલી લોકુહુને કેદ કીને બેબિલોન દેશુમે તી લી ગીયે, તીહી લોગુ ચૌવદા પીઢયા આથ્યા, આને બાબીલુમે કેદી બોનાવીને પોચવુલા તીયા સમયુહીને ખ્રિસ્ત લોગુ ચૌવદા પીઢયા આથ્યા.
ઇસુ જન્મો
(લુક. 1:26-38; 2:1-7)
18ઇસુ ખ્રિસ્તુ જન્મો વીયો તીયા પેલ્લા એહેકી વીયો, કા જાંહા તીયા યાહકી મરિયમુ મંગની યુસુફુ આરી વીઅ ગીયી, આને તીયા વોરાળ વેરા પેલ્લાજ, જાંહા તે કુવારીજ આથી, તાંહા તે પવિત્રઆત્મા સાર્મથુ કી ગર્ભવતી વીયી. 19તાંહા યુસુફ, મરિયમુ કોઅવાલો બોણનારો આથો, તોઅ એક નીતિમાન માંહુ આથો, આને તીયુલે બાદા હુંબુર બદનામ કેરા નાય માગતલો, ઈયા ખાતુર તીયાહા પોતા મંગની થોકોજ તોળુલો વિચાર કેયો. 20જાંહા તોઅ ઈયુ ગોઠી વિચારુમુજ આથો, તાંહા પરમેહરુ હોરગા દુત તીયાલે હોપનામે દેખાયો આને તીયાલે આખા લાગ્યો, “ઓ યુસુફ! દાઉદુ રાજા વંશ, તુ મરિયમુલે પોતા કોઅવાલી બોનાવા ખાતુર બીયોહો માઅ, કાહાકા તે પવિત્રઆત્મા સામર્થુકી ગર્ભવતી વીયીહી. 21તે એક પોયરાલે જન્મો આપી, આને તુ તીયા નાવ ઇસુ રાખજે, કાહાકા તોઅ પોતા લોકુહુને તીયાં પાપુકી ઉદ્ધાર કેરી.”
22ઇ બાદો ઈયા ખાતુર વીયો, કા તોઅ બાદો પુરો વે, જો પરમેહેરુહુ યાશાયા ભવિષ્યવક્તા મારફતે ઇસુ જન્મા વિશે આખલો આથો. યાશાયાહા ભવિષ્યવક્તાહા ઈયુ રીતે લેખ્યોહો, 23“હેરા, એક કુવારી પોયરી ગર્ભવતી વેરી આને તે એક પોયરાલે જન્મ આપી, આને તીયા નાવ ઈમ્માનુએલ રાખવામ આવી,” તીયા અર્થ હાય પરમેહેર આમા આરી હાય. 24તાંહા યુસુફ નીંદીમેને જાગીને પરમેહેરુ હોરગા દુતુહુ તીયાલે જેહેકી આજ્ઞા આપલી, તીયુ રીતે તીયાહા કેયો આને તોઅ મરિયમુલે પોતા થેઅ બોનાવીને કોઅ હાદી લાલો. 25આને જાંવ લોગુ તીયુહુ પોયરોલે જન્મ નાહ આપ્યો, તામ લોગુ યુસુફ મરિયમુ તીયુ પાહી નાહ ગીયો આને જાંહા તીયુહુ પોયરાલે જન્મ આપ્યો, તાંહા યુસુફુહુ તીયા પોયરા નાવ ઇસુ પાળ્યો.
Επιλέχθηκαν προς το παρόν:
માથ્થી 1: DUBNT
Επισημάνσεις
Κοινοποίηση
Αντιγραφή
Θέλετε να αποθηκεύονται οι επισημάνσεις σας σε όλες τις συσκευές σας; Εγγραφείτε ή συνδεθείτε
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.