પ્રેરિતોનાં કૃત્યો 2
2
પવિત્ર આત્માનું ઊતરવું
1 #
લે. ૨૩:૧૫-૨૧; પુન. ૧૬:૯-૧૧. પચાસમાના પર્વનો દિવસ આવ્યો, તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા. 2ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું, 3અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી; અને તેઓમાંના દરેક ઉપર [એક એક] બેઠી. 4તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા.
5હવે આકાશ નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા. 6તે અવાજ સાંભળવામાં આવ્યો ત્યારે ઘણા લોકો ભેગા થયા, અને આશ્ચર્યમાં પડી ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતાં સાંભળ્યા. 7તેઓ સર્વ વિસ્મિત થયા, અને આશ્ચર્ય પામીને એકબીજાને કહેવા લાગ્યા, “જુઓ, શું આ બધા બોલનારા ગાલીલના નથી? ” 8તો આપણે આપણી માતૃભાષામાં [તેઓને બોલતાં] કેમ સાંભળીએ છીએ? 9પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપાદોકિયાના, પોન્તસના, આસિયાના, 10ફ્રુગિયાના, પામ્ફૂલિયાના, મિસરના તથા કુરેની પાસેના લિબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ તથા રોમન પ્રવાસીઓ, યહૂદીઓ તથા થયેલા યહૂદીઓ પણ, 11ક્રીતીઓ તથા અરબો, આપણી પોતપોતાની ભાષાઓમાં ઈશ્વરનાં મોટાં કામો વિષે તેઓને બોલતાં સાંભળીએ છીએ.” 12તેઓ સર્વ વિસ્મય પામ્યા અને ગૂંચવણમાં પડીને એકબીજાને કહેવા લાગ્યા, “આ શું હશે?” 13પણ બીજાઓએ ઠઠ્ઠામશ્કરી કરીને કહ્યું, “એ માણસોએ નવો દ્રાક્ષારસ પીધેલો છે.”
પિતરનો સંદેશો
14ત્યારે અગિયાર સાથે પિતરે ઊભા થઈ ઊંચે સ્વરે તેઓને કહ્યું, “યહૂદિયાના માણસો તથા યરુશાલેમના રહેવાસીઓ, તમે સર્વ આ જાણી લો, અને મારી વાતોને કાન દો. 15આ માણસો પીધેલા છે એમ તમે ધારો છો, પણ એમ નથી; કેમ કે [હજી તો] દિવસનો પહેલો જ પહોર છે. 16પણ એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જ છે; એટલે કે,
17ઈશ્વર કહે છે કે,
#
યોએ. ૨:૨૮-૩૨. પાછલા દિવસોમાં એમ થશે કે,
હું સર્વ માણસો પર
મારો આત્મા રેડી દઈશ અને
તમારા દીકરા તથા તમારી દીકરીઓ
પ્રબોધ કરશે,
તમારા જુવાનોને સંદર્શનો થશે, અને
તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે.
18વળી તે સમયે હું મારા દાસો પર તથા
મારી દાસીઓ પર મારો આત્મા રેડી
દઈશ, અને તેઓ પ્રબોધ કરશે.
19વળી હું ઉપર આકાશમાં અદભુત કામ,
તથા નીચે પૃથ્વી પર
ચમત્કારો દેખાડીશ.
લોહી તથા અગ્નિ તથા ધુમાડાના
ગોટેગોટા [દેખાડીશ].
20પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ
આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ,
અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે.
21[તે સમયે] એમ થશે કે જે કોઈ પ્રભુને
નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે.
22હે ઇઝરાયલી માણસો, તમે આ વાતો સાંભળો:ઈસુ નાઝારી, જેની મારફતે ઈશ્વરે તમારામાં જે પરાક્રમો તથા આશ્ચર્યો તથા ચમત્કારો કરાવ્યાં, જે વિષે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે માણસ ઈશ્વરને પસંદ પડેલા છે, એવું તમારી આગળ [સાબિત થયું] છતાં, 23#માથ. ૨૭:૩૫; માર્ક ૧૫:૨૪; લૂ. ૨૩:૩૫; યોહ. ૧૯:૧૮. ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરવામાં આવ્યા. તેમને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યા. 24#માથ. ૨૮:૫-૬; માર્ક ૧૬:૬; લૂ. ૨૪:૫. તેમને ઈશ્વરે મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યા; કેમ કે મૃત્યુથી તે બંધાઈ રહે એ અશક્ય હતું. 25કેમ કે દાઉદ તેમને વિષે કહે છે કે, #ગી.શા. ૧૬:૮-૧૧. ‘મેં પોતાની સમક્ષ પ્રભુને નિત્ય જોયા; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડવામાં આવે નહિ.
26એથી મારું અંત:કરણ પ્રસન્ન થયું, અને
મારી જીભે હર્ષ કર્યો;
વળી મારો દેહ પણ આશામાં રહેશે;
27કેમ કે તમે મારા આત્માને હાદેસમાં
રહેવા દેશો નહિ,
વળી તમે તમારા પવિત્રને કોહવાણ
પણ જોવા દેશો નહિ.
28તમે મને જીવનના માર્ગ જણાવ્યા છે;
તમે તમારા મુખ [ના દર્શન] થી
મને આનંદથી ભરપૂર કરશો, ’
29ભાઈઓ, [આપણા] પૂર્વજ દાઉદ વિષે હું તમને ખુલ્લી રીતે કહી શકું છું કે, તે મરણ પામ્યો છે, અને દટાયો પણ છે, અને તેની કબર આજ સુધી આપણે ત્યાં છે. 30તે પ્રબોધક હતો, અને તે જાણતો હતો કે #ગી.શા. ૧૩૨:૧૧; ૨ રા. ૭:૧૨-૧૩. ઈશ્વરે સમ ખાઈને મને કહ્યું છે કે, તારાં સંતાનમાંના એકને હું તારા રાજ્યાસન પર બેસાડીશ, 31અને એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તના પુનરુત્થાન વિષે કહ્યું કે,
‘તેમને હાદેસમાં રહેવા દેવામાં
આવ્યા નહિ, અને
તેમના દેહે કોહવાણ પણ જોયું નહિ.’
32એ ઈસુને ઈશ્વરે ઉઠાડ્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ. 33માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને પિતા પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તે તેમણે રેડ્યું છે. 34કેમ કે દાઉદ તો આકાશમાં ચઢ્યો નહોતો; પણ તે પોતે કહે છે,
35 #
ગી.શા. ૧૧૦:૧. ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે,
હું તારા શત્રુઓને તારું પાદાસન કરું
ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’
36એ માટે ઇઝરાયેલના તમામ લોકોએ નિશ્ચે જાણવું કે, જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે.”
37હવે આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું, “ભાઈઓ, અમે શું કરીએ?”
38ત્યારે પિતરે તેઓને [કહ્યું,] “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે, તમારાં પાપનું નિવારણ થાય, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. 39કેમ કે તે વચન તમારે માટે, તમારાં છોકરાંને માટે, તથા જેઓ દૂર છે તેઓને માટે, એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાંને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને માટે છે.”
40તેણે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી, તથા બોધ કર્યો, “તમે આ જમાનાના આડા લોકથી બચી જાઓ.” 41ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યાં, અને તે જ દિવસે ત્રણેક હજાર માણસ ઉમેરાયાં. 42તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દઢતાથી લાગુ રહ્યાં.
વિશ્વાસ કરનારાઓનું જીવન
43બધાં ભયભીત થયાં, અને પ્રેરિતોથી ઘણાં અદભુત કૃત્યો, તથા ચમત્કારો થયાં. 44#પ્રે.કૃ. ૪:૩૨-૩૫. સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા, અને તેઓની બધી [મિલકત] સામાન્ય હતી. 45તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા, અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા. 46તેઓ નિત્ય મંદિરમાં એકચિત્તે [હાજર] રહેતા તથા ઘેરઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા. 47અને તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા, અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. વળી પ્રભુ રોજરોજ તારણ પામનારાઓ તેઓની મંડળીમાં ઉમેરતા હતા.
Actualmente seleccionado:
પ્રેરિતોનાં કૃત્યો 2: GUJOVBSI
Destacar
Compartir
Copiar

¿Quieres tener guardados todos tus destacados en todos tus dispositivos? Regístrate o inicia sesión
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.

: