લૂક 7

7
રોમન અધિકારીનો ચાકર હાજો થયો
(માથ્થી 8:5-13; યોહ. 4:43-54)
1જઈ ઈસુએ લોકોને પોતાની બધી વાતો કય દીધી, પછી ઈ કપરનાહૂમ શહેરમાં આવ્યો. 2અને ન્યા હો સિપાયોનો એક અધિકારીનો ચાકર જે એને વાલો હતો, ઈ માંદો પડીને મરવાની અણી ઉપર હતો. 3એટલે જઈ એણે ઈસુની સરસા હાંભળી, તઈ એણે યહુદીઓના કેટલાક વડીલોને આ વિનવણી કરવા હાટુ એની પાહે મોકલ્યા કે, ઈ આવીને મારા ચાકરને હાજો કરી દેય. 4તેઓ ઈસુની પાહે આવ્યા, અને એને ખુબ આગ્રહથી વિનવણી કરી કે, “ઈ હાટુ લાયક છે કે, તુ એની હાટુ મદદ કરે છે. 5કેમ કે, ઈ આપડા લોકો ઉપર પ્રેમ રાખે છે; વળી પોતાના ખરચે આપણુ યહુદી લોકોની પરસાર કરવાની જગ્યા એણે બનાવી છે,” 6ઈસુ તેઓની હારે ગયો, અને ઈ એના ઘરથી થોડોક આઘો હતો, એટલામાં જમાદારે એની પાહે કેટલાક મિત્રને મોકલીને એણે કેવડાવ્યુ હે પરભુ, તુ મારા ઘરે આવ એવો હું લાયક નથી. 7ઈ હાટુ કે જેથી મે પણ તારી પાહે આવવા લાયક પોતાને ગણ્યો નય, પણ તું ખાલી મોઢાથી શબ્દ બોલી દે, તોય મારો સેવક હાજો થય જાહે. 8હું પણ બીજા અધિકારીના આધીનનો માણસ છું, અને સિપાય મારી આધીન છે, જઈ હું એકને કવ કે તું જા તો, ઈ જાય છે, અને બીજાને કવ કે, આવ તો ઈ આવે છે, અને જઈ હું મારા ચાકરને કવ કે, આ કર, તો ઈ એવુ કરે છે. 9ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.” 10સુબેદારના મોકલેલા લોકો જઈ પાછા ઘરે આવ્યા, તઈ તેઓએ માંદા ચાકરને હાજો થયેલો જોયો.
રંડાયેલીનો દીકરો હાજો થયો
11થોડાક દિવસ પછી નાઈન નામના શહેરમાં ઈસુ ગયો, અને એના ચેલાઓ, અને બોવ મોટો ટોળો એની હારે જાતો હતો. 12જઈ શહેરના સીમાડા પાહે ઈ આવ્યો, તઈ તેઓએ જોયું કે, લોકો મરી ગયેલા માણસને બારે લય જાતા હતાં, અને ઈ એની માનો એકનો એક દીકરો હતો, અને ઈ રંડાયેલ હતી, શહેરના ઘણાય લોકો એની હારે હતા. 13એને જોયને પરભુને એની ઉપર દયા આવી, ઈસુએ ઈ બાયને કીધું કે, “રોતી નય.” 14તઈ ઈ પાહે આવીને ઠાઠડીને અડયો; અને કાંધિયા ઉભા રયા, તઈ ઈસુએ કીધું કે, “હે જુવાન, હું તને કવ છું કે, ઊભો થય જા!” 15તઈ જે મરેલો હતો ઈ ઊભો થયો, અને બોલવા મંડો અને ઈસુએ એને એની માંને હોપો. 16એથી બધાયને બીક લાગી; અને તેઓએ પરમેશ્વરનું ભજન કરીને કીધું કે, “જોવ, આયા એક મોટો આગમભાખીયો આપડી વસ માં ઉભો થયો છે, અને પરમેશ્વર પોતાના લોકોની હંભાળ કાઢવા આવો છે.” 17એના વિષેની આ વાત આખા યહુદીયામાં અને આજુ-બાજુના બધાય પરદેશમા ફેલાય ગય.
જળદીક્ષા દેનાર યોહાન તરફથી સંદેશો
18અને યોહાનના ચેલાઓએ આ બધીય વાતુ વિષે કયને જણાવું. 19તઈ યોહાને પોતાના ચેલાઓમાંથી બેને બોલાવીને તેઓને પરભુ આગળ મોકલીને પૂછાવું કે “જે આવનાર છે, ઈ તુ જ છો કે, અમે બીજાની વાટ જોયી?” 20ઈ માણસોએ એની પાહે આવીને કીધું કે, “જળદીક્ષા દેનાર યોહાને તારી પાહે અમને પૂછવા મોકલા છે કે, શું ઈ મસીહ તુ જ છો, જેને પરમેશ્વરે મોકલવાનો વાયદો આપ્યો હતો કે, અમે કોય બીજાની વાટ જોયી?” 21ઈ જ વેળાએ ઈસુએ ઘણાય પરકારના ગંભીર રોગથી અને દુખાવાથી પીડાતા અને મેલી આત્માઓથી ઘણાયને હાજા કરયા, અને એણે આંધળા લોકોને હોતન હાજા કરયા, જેથી ઈ જોય હકે. 22ઈસુએ તેઓને જવાબ દીધો કે, “તમે જે કાય જોવો છો અને હાંભળો છો, ઈ બધુય જયને યોહાનને કય દયો કે, એટલે આંધળા જોતા થાય છે, અને લુલા હાલતા થાય છે, કોઢિયાઓ શુદ્ધ કરવામા આવે છે. બેરા હાંભળતા થાય છે, મરેલાઓને જીવતા કરાય છે, અને ગરીબોને હારા હમાસાર પરગટ કરવામા આવે છે, 23જે કોય મારી ઉપર શંકા કરે નય, તેઓ આશીર્વાદિત છે.”
24જઈ યોહાન જળદીક્ષા દેનારના ચેલાઓ ન્યાંથી વયા ગયા, તઈ ઈસુ યોહાન સબંધી લોકોને કેવા લાગ્યો કે, તમે વગડામાં શું જોવા નિકળ્યા હતાં? શું પવનથી હાલતા ધોકળને? 25તો તમે શું જોવા ગયા હતાં? શું કિંમતી લુગડા પેરેલા માણસને? જુઓ જે ભપકાદાર લુગડા પેરે છે, એશો આરામ ભોગવે છે, તેઓ તો રજવાડામાં રેય છે. 26તો તમે શું જોવા નીકળા હતા? શું કોય આગમભાખીયાને જોવા? હા, હું તમને કવ છું કે, આગમભાખીયા કરતાં પણ ઘણોય મહાન છે એવા માણસને જોવા ગયા હતા, 27અને આ ઈ જ છે, જેની વિષે શાસ્ત્રમાં એમ લખેલુ છે, “જો, હું તારી આગળ મારા સંદેશાવાહકને મોકલું છું, ઈ તારી હાટુ લોકોને તૈયાર કરશે.
28હું તમને હાસુ કવ છું, કે જેઓ બાયુથી જનમા છે, તેઓમાંથી યોહાન જળદીક્ષા દેનાર કરતાં કોય મોટો જનમો નથી, પણ પરમેશ્વરનાં રાજ્યમાં જે બધાયથી નાનો છે, ઈ એની કરતાં મોટો છે.” 29જે ઈસુએ કીધું હતું, ઈ હાંભળીને બધાય લોકો અને વેરો ઉઘરાવનારા જેઓને યોહાને જળદીક્ષા આપી હતી, તેઓએ પરમેશ્વર ન્યાયી છે એમ સ્વીકાર કરયુ. 30પણ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ જેઓને યોહાનને જળદીક્ષા નોતી આપી, તેઓએ પોતાની હાટુ પરમેશ્વરની ઈચ્છા નકારી દીધી હતી. 31આ પેઢીના માણસોને હું કોની હારે હરખામણી કરું? તેઓ કોના જેવા છે? 32તેઓ ઈ બાળકો જેવા છે કે, જેઓ સોકમાં બેહીને એના સાથીઓને રાડ પાડીને કેય છે કે, અમે તમારી આગળ ખુશીના ગીતોની વાંહળી વગાડી પણ તમે નાસા નય, અમે હોગ કરયો પણ તમે રોયા નય, 33કેમ કે, યોહાન જળદીક્ષા આપનાર આવો તઈ ઈ ઉપવાસ કરતો હતો અને દ્રાક્ષારસ પીતો નોતો અને તમે કીધુ કે, એને મેલી આત્મા વળગી છે. 34માણસનો દીકરો ખાતો-પીતો આવો છે, તઈ તમે કયો છો કે, જુઓ ખાવધરો અને દારુડીયો માણસ વેરો લેવાવાળાઓનો અને પાપીઓનો મિત્ર! 35પણ માણસના કામોથી પારખી હકાય છે કે, જ્ઞાની કોણ છે.
સિમોન ફરોશીના ઘરે ઈસુ
36કોય એક ફરોશી ટોળાના માણસે, એને વિનવણી કરી કે, મારી હારે ભોજન કર; જેથી ઈ ફરોશીના ઘરમાં જયને ખાવા બેઠો. 37તઈ જુઓ ઈ શહેર કે એમા એક ખરાબ જીવન જીવવાવાળી બાય હતી. એણે જઈ જાણ્યુ કે, ફરોશી ટોળાના લોકોના ઘરમાં ઈ ખાવા બેઠો હતો, તઈ આરસની શીશીમાં મોઘું અત્તર લયને, 38ઈ ઈસુના પગ પાહે રોતી-રોતી વાહે ઉભી રયને, પોતાના આહુડાઓથી, એના પગ પલાળવા અને પોતાના સોટલાથી લુસવા લાગી, એણે ઈસુના પગને ઘણીય વાર સુમ્યાને, ઈ બાઈએ અત્તર સોળ્યુ. 39ઈ જોયને જે ફરોશી ટોળાના લોકોએ ઈસુને નોતર્યો હતો, ઈ વિસાર કરવા લાગ્યો કે, જો આ માણસ આગમભાખીયો હોત તો આ જે બાઈ એને અડે છે, ઈ કોણ છે અને કેવી છે? ઈ એને જાણતો એટલે કે, ઈ બાય ખરાબ જીવન જીવવાવાળી છે. 40ઈસુએ એનો વિસાર જાણી કીધું કે, “સિમોન મારે તને કાક કેવું છે,” એણે એને કીધું કે, “હે ગુરુ, કે.” 41તઈ ઈસુએ આ દાખલો કીધો કે, “એક સાવકારને બે દેવાદાર હતાં, એકને પાનસો દીનાર પાનસો દિવસોની મજુરી અને બીજાને પસાસ દીનાર પસાસ દિવસની મજુરીનું લેણું હતું. 42જઈ તેઓની પાહે વાળી આપવાનું કાય નોતું તઈ એણે બેય માણસોને માફ કરયા, તો એના ઉપર કોણ બોવ વધારે પ્રેમ રાખશે?” 43સિમોને જવાબ આપતા કીધું કે, “મને લાગે છે કે, જેને વધારે રૂપીયા માફ કરયા હોય, ઈ વધારે એને પ્રેમ કરશે, અને ઈસુએ એને કીધું કે, ઈ હાસુ કીધું.” 44અને એણે પેલી બાઈ તરફ મોઢું ફેરવીને સિમોનને કીધું કે, શું આ બાયને તે જોય છે? હું તારા ઘરે આવ્યો, તઈ આપડા રીત રીવાજ પરમાણે તે મારા પગ ધોવા હાટુ મને પાણી આપ્યુ નય, પણ એણે મારા પગ આંહુડાથી પલાળીને પોતાના સોટલાથી લૂછા છે. 45તે મને સુંબન કરયુ નય, પણ હું અંદર આવ્યો ત્યારથી ઈ મારા પગને એક ધારા સુમ્યા કરે છે. 46તે મારે માથે જૈતુન તેલ સોળ્યુ નય; પણ ઈ બાયે મારા પગે અત્તર સોળ્યુ છે. 47“ઈ હાટુ હું તને કવ છું કે, ઘણાય બધાય પાપ જે ઈ બાયે કરયા હતાં, ઈ એને માફ થયા છે, કેમ કે, એણે ઘણોય પ્રેમ રાખ્યો, પણ જેને થોડું માફ થયુ છે, ઈ થોડોક પ્રેમ રાખે છે.” 48પછી ઈસુએ ઈ બાઈને કીધું કે, “તારા પાપ માફ થયા છે.” 49તઈ ઈસુની હારે જેઓ ખાવા બેઠા હતાં, તેઓ પોતાના મનમાં વિસારવા લાગા કે, “આ કોણ છે કે, જે પાપોને હોતન માફ કરે છે?” 50પણ ઈસુએ ઈ બાયને કીધું કે, “તે મારી ઉપર વિશ્વાસ કરયો છે. ઈ હાટુ પરમેશ્વરે તને બસાવી છે, હવે તુ જા પરમેશ્વર તને શાંતિ આપશે.”

Tällä hetkellä valittuna:

લૂક 7: KXPNT

Korostus

Jaa

Kopioi

None

Haluatko, että korostuksesi tallennetaan kaikille laitteillesi? Rekisteröidy tai kirjaudu sisään