માર્ક 10

10
લગન અને છુટાછેડા વિષે શિક્ષણ
(માથ્થી 19:1-12; લૂક 16:18)
1પછી ઈસુ અને એના ચેલાઓ કપરનાહૂમ શહેર મુકીને તેઓ યહુદીયા જિલ્લાથી થયને યર્દન નદીને ઓલે કાઠે વયા ગયા, વળી એકવાર એની પાહે એક મોટુ ટોળુ ભેગુ થય ગયુ, અને ઈ પોતાની રીત પરમાણે તેઓને પાછુ શિક્ષણ આપવા લાગ્યો.
2તઈ ફરોશી ટોળાના લોકોએ ઈસુની પાહે આવીને એને પારખવા હાટુ પુછયું કે, “શું મૂસાના શાસ્ત્રમાં એક માણસને પોતાની બાયડીને છુટાછેડા દેવાની રજા છે?” 3પછી ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “મુસાએ તમને છુટાછેડા દેવાના વિષે શું આજ્ઞા આપી છે?” 4તેઓએ કીધુ કે, “મુસાએ એક માણસને પોતાની બાયડીને છુટાછેડાના કાગળો લખીને એને છોડવા હાટુ મજબુર કરવાની રજા આપી.” 5ઈસુએ તેઓને કીધુ કે, “તમે સદાય પરમેશ્વરને માનવાનો નકાર કરો છો. ઈ હાટુ મુસાએ આ રજા તમારી હાટુ આજ્ઞાના રૂપમાં લખી છે. 6પણ શરૂઆતમાં જઈ પરમેશ્વરે બધુય બનાવ્યું, તઈ એણે તેઓને બાય અને માણસ કરીને બનાવ્યા. 7આ બતાવે છે કે પરમેશ્વરે કેમ કીધુ કે, જઈ એક માણસ અને બાય લગન કરે છે, તો તેઓને લગન પછી પોતાના માં-બાપની હારે નો રેવું જોયી. એના બદલે, તેઓ બેય એક હારે રેય, અને તેઓ એક હારે એટલા પાહે થય જાય કે, તેઓ એક માણસની જેમ હોય, ઈ હાટુ હાલમાં લગન કરવાવાળા લોકો પેલા બે જુદા-જુદા માણસ હતાં, પણ પરમેશ્વર તેઓને હવે એક માણસની જેમ માંને છે, ઈ હાટુ ઈ ઈચ્છે છે કે, તેઓ લગન જીવનમાં હારે રેય. 8તેઓ બેય એક દેહ થાહે, ઈ હાટુ તેઓ હવેથી બે માણસોની જેમ નથી, પણ તેઓ એક માણસની જેમ છે. 9ઈ હાટુ જેને પરમેશ્વરે જોડયુ છે, એને કોય માણસ દ્વારા તેઓને જુદુ નો પાડવું જોયી.” 10પછી જઈ ઈ ચેલાઓની હારે એક્લો ઘરમાં હતો તઈ તેઓએ આ વિષે પુછયું. 11ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “જે કોય પોતાની બાયડીની હારે છુટાછેડા લયને બીજી બાયની હારે લગન કરે તો ઈ પેલીના વિરોધમાં છીનાળવુ કરે છે. 12અને જો બાયડી પોતાના ધણીને છુટાછેડા આપીને બીજાની હારે લગન કરે, તો ઈ છીનાળવુ કરે છે.”
બાળકો અને સ્વર્ગનું રાજ્ય.
(માથ્થી 19:13-15; લૂક 18:15-17)
13પછી લોકો બાળકોને ઈસુની પાહે લીયાવવા લાગ્યા કે, ઈ તેઓની ઉપર હાથ મુકીને આશીર્વાદ આપે, પણ ચેલાઓ ઈ લોકોને ખીજાણા. 14ઈસુએ ઈ જોયને ગુસ્સે થયને તેઓને કીધુ કે, “બાળકોને મારી પાહે આવવા દયો, અને તેઓને ના પાડવી નય કેમ કે, જે લોકો આ બાળકોની જેમ વિશ્વાસ રાખે છે અને નમ્ર છે, ઈજ પરમેશ્વરનાં રાજ્યમાં રેહે. 15હું તમને હાસુ કવ છું કે, જે કોય પરમેશ્વરનાં રાજ્યને બાળકની જેમ અપનાયશે નય, ઈ પરમેશ્વરનાં રાજ્યમાં જય હકશે નય.” 16ઈસુએ બાળકને ખોળામાં લયને એની ઉપર હાથ મુકીને આશીર્વાદ આપ્યા.
રૂપીયાવાળો માણસ અને પરમેશ્વરનું રાજ્ય
(માથ્થી 19:16-30; લૂક 18:18-30)
17જઈ ઈસુ અને એના ચેલાઓ નીકળીને મારગ ઉપર જાતા હતાં, તઈ એક માણસ એની પાહે ધોડીને આવ્યો, અને એની હામે ઘુટણે પડીને માન આપતા પુછયું કે, “હે ઉતમ ગુરુ, હું શું કામ કરું જેથી પરમેશ્વર મને અનંતકાળનું જીવન આપે?” 18ઈસુએ એને જવાબ આપ્યો કે, “તું મને હારો કેમ કે છો? એક એટલે ખાલી પરમેશ્વર સિવાય બીજો કોય હારો નથી. 19તુ પરમેશ્વરની આજ્ઞાઓને તો જાણે છે; કે હત્યા નો કરવી, છીનાળવા નો કરવા, સોરી નો કરવી, ખોટી સાક્ષી નો પૂરવી, કોયને દગો નો આપવો, પોતાના માં-બાપને માન આપવું.” 20એણે ઈસુને કીધુ કે, “હે ગુરુ, આ બધીય આજ્ઞાઓ તો હું નાનપણથી જ પાળતો આવ્યો છું” 21ઈસુએ એની તરફ પ્રેમથી જોયને કીધુ કે, “એક બીજી વાત છે, જે તારે કરવાની જરૂર છે કે, તારી પાહે જે કાય છે, ઈ વેસીને રૂપીયા ગરીબોને આપી દે, જેથી સ્વર્ગમા તને એનો બદલો મળશે અને મારો ચેલો બનીજા.” 22જઈ માણસે ઈસુને આ કેતા હાંભળ્યું તો ઈ નિરાશ થયને વયો ગયો કેમ કે, ઈ બોવ રૂપીયાવાળો હતો.
23ઈસુએ સ્યારેય બાજુ જોયને પોતાના ચેલાને કીધુ કે, “રૂપીયાવાળા લોકોને, પરમેશ્વરનાં રાજ્યમાં અંદર જાવું ઘણુય અઘરું છે.” 24એની વાતોથી ચેલા નવાય પામ્યા પણ ઈસુએ ફરીથી જવાબ આપીને કીધુ કે, “ઓ મારા વાલા બાળકો, જે રૂપીયા ઉપર વિશ્વાસ રાખે છે, તેઓની હાટુ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર જાવું કેવું અઘરું છે! 25જેટલું એક ઉટને હોયના નાકામાંથી જાવું અઘરું છે, એટલું જ વધારે રૂપીયાવાળા માણસને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું અઘરું છે.” 26જઈ ચેલાઓ બોવ નવાય પામીને અંદરો અંદર કેવા લાગ્યા કે, “તો કોણ તારણ પામી હકે?” 27ઈસુએ તેઓની હામું જોયને કીધુ કે, “માણસોની હાટુ અશક્ય છે, પણ પરમેશ્વર હાટુ નય કેમ કે, પરમેશ્વર હાટુ બધુય શક્ય છે.” 28પિતરે એને કીધુ કે, “અમારુ શું થાહે? અમે તારા ચેલા બનવા હાટુ બધુય મુકી દીધુ છે.” 29ઈસુએ એના ચેલાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, જે કોય મારા ચેલા બનવા હાટુ અને હારા હમાસાર બીજાને હંભળાવવા હાટુ પોતાના ઘર, ભાઈઓ, બહેનો, માં બાપ બાળકો અને ખેતરો, મુકી દીધા છે, 30તેઓને આ અત્યારના યુગમાં બોવ મળશે. જેમ કે, એને હો ગણા ઘર, ભાઈઓ, બહેનો, માં બાપ, બાળકો અને ખેતરો, જેની હારોહાર સતાવણીઓ પણ મળશે; અને આવનાર યુગમાં તેઓને અનંતકાળનું જીવન પ્રાપ્ત થાહે. 31પણ ઘણાય બધા, જે છેલ્લા છે તેઓ પેલા થાહે, અને જેઓ પેલા છે તેઓ છેલ્લા થાહે.”
પોતાના મોત વિષે ઈસુનું ત્રીજીવાર બતાવવું
(માથ્થી 20:17-19; લૂક 18:31-34)
32અને તેઓ યરુશાલેમ શહેરમાં જાતી વખતે રસ્તામાં હતાં, અને ઈસુ તેઓની આગળ આગળ જાતો હતો: અને ચેલાઓ નવાય પામવા લાગ્યા અને તેઓ જે એની વાહે વાહે હાલતા હતાં તેઓ બીય ગયા હતાં ઈ પછી ફરી એકવાર ઈસુએ બાર ચેલાઓને એક બાજુ લય ગયો અને ઈ વસ્તુઓની વાતો કરી જે તેઓની હારે થાવની હતી 33“જુઓ, આપડે યરુશાલેમ શહેરમાં જાયી છયી, અને હું, માણસનો દીકરો મુખ્ય યાજકોના અને યહુદી નિયમના શિક્ષકોના હાથમાં પકડાવી દેવામાં આયશે, અને તેઓ મને મોતની લાયક ઠરાયશે, અને બિનયહુદીઓના હાથમાં હોપશે. 34તેઓ મારી ઠેકડી કરશે અને મારી માથે થુંકશે, અને મને કોરડા મારશે, અને મને મારી નાખશે, અને હું ત્રીજે દિવસે મોતમાંથી પાછો જીવતો ઉઠય.”
યાકૂબ અને યોહનની વિનવણી
(માથ્થી 20:20-28)
35તઈ યાકુબ અને યોહાન જેઓ ઝબદીના દીકરા હતાં તેઓએ ઈસુની પાહે આવીને કીધુ કે, “હે ગુરુ, અમે ઈચ્છીએ છયી કે, જે કાય અમે તમારીથી માગીએ, ઈજ તુ અમારી હાટુ કર.” 36ઈસુએ તેઓને કીધુ કે, “તમે શું ઈચ્છો છો કે હું તમારી હાટુ કરું?” 37તેઓએ એને જવાબ આપ્યો કે, “જઈ તમે મહિમામાં રાજ કરવાનું શરુ કરશો, તો કૃપા કરીને અમને તમારી હારે રાજ કરવાની રજા આપો. એક તમારે જમણી બાજુ અને બીજો ડાબી બાજુ.” 38ઈસુએ તેઓને કીધુ કે, “તમે નથી જાણતા કે, શું માગો છો? શું તમે સતાવણી સહન કરવા હાટુ તૈયાર છો કેમ કે, હું જલ્દી જ સતાવવામાં આવય? શું તમે મરવા હાટુ તૈયાર છો કેમ કે મને જલ્દી જ મારી નાખવામાં આયશે?” 39તેઓએ એને કીધુ કે, “અમારીથી થય હકે છે.” ઈસુએ તેઓને કીધુ કે, “તમને સતાવવામાં આયશે જેમ કે, મને સતાવવામાં આયશે. તમને મારી નાખવામાં આયશે એમ મને પણ મારી નાખવામાં આયશે. 40પણ મારે આ ગમાડવાનો અધિકાર નથી કે, મારી જમણી અને ડાબી બાજુ કોણ બેઠું છે. પરમેશ્વરે ઈ જગ્યાઓને તૈયાર કરી છે જેણે એને ગમાડી છે.”
41આ હાંભળીને બાકીના દસ ચેલાઓ યાકુબ અને યોહાન ઉપર ખીજાવા લાગ્યા. 42તો ઈસુએ તેઓને પાહે બોલાવીને કીધુ કે, “તમે જાણો છો કે, જે લોકો આ જગતમાં રાજ કરનારા છે, તેઓ પોતાના અધિકારનો ઉપયોગ પોતાના નીચેના લોકોની ઉપર અધિકાર હલાવવા હાટુ કરે છે. તેઓના આગેવાન લોકો તેઓની વાતો મનાવવા હાટુ તેઓના અધિકારનો ઉપયોગ કરે છે. 43પણ તમારે તેઓની જેવું નો થાવુ જોયી, પણ જો કોય તમારામાં મોટો થાવા માગે છે, તો ઈ પોતાની જાતને નાનો કરે અને બધાયનો ચાકર બને. 44અને જે કોય તમારામા મહાન થાવા માગે, ઈ બધાયનો ચાકર બને. 45હું એવુ ઈ હાટુ કવ છું કેમ કે, હું માણસનો દીકરો બીજાઓની સેવા કરવા હાટુ આ જગતમાં આવ્યો હતો, હું એટલે નથી આવ્યો કે બીજો મારી સેવા કરે. હું ઘણાય લોકોને તેઓના પાપોથી છોડાવવા હાટુ મરવા આવ્યો હતો.”
એક આંધળા બાર્તિમાયને હાજુ થાવુ
(માથ્થી 20:29-34; લૂક 18:35-43)
46યરુશાલેમ જાતી વખતે, ઈસુ અને ચેલાઓ યરીખો નગરમાં આવ્યા, જેમ કે, ઈસુ અને એના ચેલાઓ અને બીજા લોકોની મોટી ગદડી શહેર છોડીને જાતી હતી, તઈ એક બાર્તિમાય નામનો આંધળો ભિખારી રસ્તાની કોરે બેઠો હતો. ઈ તિમાયનો દીકરો હતો. 47જઈ એણે લોકોથી હાંભળ્યું કે, ઈસુ જે નાઝરેથ નગરવાસી છે, ઈ રસ્તેથી જાય છે, તઈ ઈ જોરથી રાડો નાખીને કેવા લાગ્યો કે, “હે ઈસુ, દાઉદ રાજાના કુળના દીકરા, મારી ઉપર દયા કર!” 48ઘણાય એને ખીજાણા કે, “સુપ રે” પણ એણે હજી જોરથી રાડ પાડી કે, “ઓ દાઉદ રાજાના કુળના દીકરા મારી ઉપર દયા કર.” 49જઈ ઈસુએ એને હાંભળ્યું, તો એણે હાલવાનું બંધ કરી દીધુ અને આજુ બાજુના લોકોથી એને લીયાવવાનું કીધુ કે, અને લોકોએ ઈ આંધળા માણસને બોલાવીને એને કીધુ કે, “ધીરજ રાખ, ઉઠ, ઈ તને બોલવે છે.” 50પછી આંધળા માણસે પોતાના બારના પેરેલા લુગડા નાખીને ઉતાવળો ઉઠયો, અને ઈસુની પાહે આવ્યો. 51આની ઉપર ઈસુએ એને કીધુ કે, “તારી શું મરજી છે? હું તારી હાટુ શું કરું?” આંધળાએ એને કીધુ કે, “હે પરભુ, હું ફરીથી જોતો થાવ.” 52ઈસુએ એને કીધુ કે, “હું તને બસાવું છું કેમ કે, તુ મારી ઉપર વિશ્વાસ કરે છે, ઈ હાટુ તુ તારા ઘરે જા.” તરત ઈ જોવા લાગ્યો અને ઈ બીજા લોકોની ભેગો થય ગયો જેઓ ઈસુની વાહે હાલતા હતા.

Tällä hetkellä valittuna:

માર્ક 10: KXPNT

Korostus

Jaa

Kopioi

None

Haluatko, että korostuksesi tallennetaan kaikille laitteillesi? Rekisteröidy tai kirjaudu sisään