માર્ક 16

16
ઈસુનું પાછુ જીવતું થાવુ
(માથ્થી 28:1-8; લૂક 24:1-12; યોહ. 20:1-10)
1આગલી હાંજે, વિશ્રામવારનો દિવસ વીતી ગયા પછી, મગદલા શહેરની મરિયમ અને શાલોમી અને મરિયમ જે યાકુબની માં હતી, તેઓ સુંગધિત તેલ વેસાતી લયને આવી જેથી યહુદી રીવાજ પરમાણે ઈસુની લાશ ઉપર સોળી હકે. 2પછી અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારમાં, તેઓ ડાટવાની ગુફાની બાજુ ગય અને સુરજ ઉગતાની હારે તરત જ પછી તેઓ ન્યા પુગી ગય. 3અને તેઓ અંદરો અંદર કેતી હતી કે, “આપડી હાટુ ડુંઘરામાં કબરના મોઢાં ઉપરથી પાણો કોણ ગબડાવશે?” 4પણ જઈ તેઓએ કબરની બાજુ જોયું, તો તેઓનું ધ્યાન ન્યા ગયુ કે, ઈ મોટો પાણો કબરના દરવાજા પાહેથી ગબડી ગયેલો હતો. 5જઈ ઈ બાયુ કબર પાહે પુગી અને અંદર ગયુ, તો તેઓએ જોયું કે, એક જુવાન માણસ ઉજળા લુગડા પેરેલા એની જમણી બાજુ બેઠો હતો અને તેઓ બીય ગયુ 6પણ ઈ જુવાન માણસે બાયુને કીધું કે, “બીવમાં, ઈસુ જે નાઝરેથ નગરવાસી છે વધસ્થંભે સડાયેલો હતો, જેને તમે ગોતો છો, ઈ જીવતો થય ગયો છે, ઈ આયા નથી. જોવ, આ ઈ જગ્યા છે, જ્યાં તેઓએ એને રાખ્યો હતો.” 7પણ તમે જાવ અને ઈસુના બીજા ચેલાઓ અને પિતરને આ સંદેશો આપો, તઈ તેઓએ બતાવ્યું કે, “ઈસુ જીવતો છે. ઈ તમારી આગળ ગાલીલ જિલ્લામાં જાય છે, અને તમારે બધાયને પણ ન્યા જાવું જોયી. તમે એને ન્યા જોહો, જેમ એણે મરયા પેલા બતાવ્યું હતું.” 8તેઓ બારે નીકળીને ઈસુની કબર પાહેથી ધોડીને ગય; કેમ કે, તેઓને હાસીન બીક અને નવાય લાગી હતી; અને તેઓએ કોયને કાય કીધું નય; કેમ કે, તેઓ બીય ગય હતી.
મરિયમ મગદલાની ઈસુને જોય છે
(માથ્થી 28:9-10; યોહ. 20:11-18)
9રવિવારની હવારે જઈ ઈસુ મરણમાંથી પાછો જીવીતો ઉઠીયો, તો બધાયની પેલા જે માણસને ઈ જોવા મળ્યું ઈ મગદલાની મરિયમ હતી. પેલાના વખતમાં, ઈસુએ એમાંથી હાત મેલી આત્માઓને બારે કાઢી હતી. 10મરિયમે જયને ઈસુના ગમાડેલા ચેલાઓને ખબર આપી. જઈ તેઓને ઈ મળી ગયો, તેઓ એની મોતની વિષે દુખી થયને રોતા હતા. 11પણ મરિયમે એને કીધું કે, “ઈસુ જીવતો છે, અને મે આઘડી જ એને જોયો છે!” તઈ તેઓએ વિસારયું કે આ હાસુનો થય હકે.
બે ચેલાઓને ઈસુના દર્શન
(લૂક 24:13-35)
12ઈ દિવસો પછી, ઈસુ પોતાના બે ચેલાઓને દેખાણો, જઈ તેઓ યરુશાલેમથી આજુ બાજુના નગરોમાં હાલીને પોતાના ઘરે જાતા હતા. પણ તેઓ એને તરત ઓળખી નો હક્યાં કેમ કે, ઈ બીજા રૂપમાં બે ચેલાઓને જોવા મળ્યો હતો. 13જઈ તેઓએ એને ઓળખી લીધો, તો તેઓ બેય ચેલાઓ યરુશાલેમમાં પાછા વ્યાગયા. તેઓએ એના બીજા ચેલાઓને બતાવ્યું કે, શું થયુ હતું, પણ તેઓએ આની ઉપર વિશ્વાસ નો કરયો.
મહાન આદેશ
(માથ્થી 28:16-20; લૂક 24:36-49; યોહ. 20:19-23; પ્રે.કૃ 1:6-8)
14એની પછી જઈ તેઓ ખાવા બેઠા હતાં તઈ ઈસુ ઈ અગ્યાર ચેલાઓને જોવા મળ્યું, અને ઈસુએ તેઓને ઠપકો દીધો કેમ કે, જે લોકોએ એને જીવતા થયા પછી દેખાણો હતો, એની વાતો ઉપર ચેલાઓએ વિશ્વાસ કરયો નોતો, 15તઈ ઈસુએ પાહે આવીને તેઓને કીધું કે, “જગતમાં દરેક જગ્યાએ જાવ અને બધાય લોકોની વસે હારા હમાસારનો પરચાર કરો. 16જે કોય મારી ઉપર વિશ્વાસ કરે અને નિશાનીના રૂપમાં જળદીક્ષા લેય, તો ઈ મારી ઉપર અત્યારે જ વિશ્વાસ કરે છે, ઈ પરમેશ્વર દ્વારા પોતાના પાપો હાટુ અપરાધી થવાથી બસાવવામાં આયશે. પણ જે વિશ્વાસ નય કરે, ઈ અપરાધી ઠરશે. 17જે મારી ઉપર વિશ્વાસ કરે છે તેઓ આ સમત્કાર કરવામા મકમ થાહે કે, તેઓ મારા નામથી મેલી આત્માઓને બારે કાઢશે, અને હું તેઓને નવી ભાષા બોલવામાં મકમ બનાવય. 18જો તેઓ એક ઝેરીલા એરુને પણ ઉપાડી લેહે તો પણ હું તેઓનું રક્ષણ કરય, અને જો તેઓ કોય ઝેર પણ પીય લેય, તો પણ હું એનાથી તેઓને નુકશાન નય થાવા દવ. તેઓ મારા નામના કારણે માંદા લોકો ઉપર પોતાનો હાથ રાખશે અને માંદા લોકો હારા થય જાહે.”
ઈસુનું સ્વર્ગમા જાવું
(લૂક 24:50-53; પ્રે.કૃ 1:9-11)
19જઈ પરભુ ઈસુ ચેલાઓને આ બધીય વાતો કરી દીધી, તો પરમેશ્વરે એને સ્વર્ગમા લય લીધો અને ઈ પરમેશ્વરની જમણી બાજુ માનની જગ્યાએ બેહી ગયો. 20અને ઈસુના ચેલાઓ ત્યાંથી ગયા અને દરેક જગ્યાએ લોકોને હારા હમાસાર હંભળાવી. પરભુ ઈસુએ તેઓને સામર્થ્ય આપ્યુ, અને તેઓની દ્વારા કરવામા આવ્યા સમત્કાર આ સાબિત કરતાં હતાં કે, એનો સંદેશો હાસો હતો. આમીન. જેનો અરથ છે આવુ જ થાય.

Tällä hetkellä valittuna:

માર્ક 16: KXPNT

Korostus

Jaa

Kopioi

None

Haluatko, että korostuksesi tallennetaan kaikille laitteillesi? Rekisteröidy tai kirjaudu sisään