યોહાન 2

2
ઈસુ કાના ગામના લગનમા
1બે દિવસ પછી ગાલીલ જિલ્લાના કાના ગામમાં લગન હતાં, અને ઈસુની માં પણ ન્યા હતી. 2ઈસુ અને એના ચેલાઓને પણ ઈ લગનનું આમંત્રણ આપ્યુ હતું. 3જઈ દ્રાક્ષારસ ઘટયો, તો ઈસુની માં મરિયમે એને કીધું કે, “તેઓની પાહે દ્રાક્ષારસ નથી.” 4ઈસુએ એને કીધું કે, “માં તમે મને કેમ કયો છો? મારો વખત હજુ આવ્યો નથી.” 5પણ ઈસુની માંએ ચાકરોને કીધું કે, “જે કાય ઈ તમને કેય, ઈ કરો.” 6યહુદીઓ પોતાના ન્યાયપણાના નિયમો પરમાણે હાથ ધોવાનો રીવાજ હતો, એવુ કરવાને લીધે તેઓએ ન્યા પાણાના છ માટલા રાખો, દરેક માટલાઓની અંદર લગભગ પિનસોતેરથી એકસો પંદર લીટર હુધી પાણી હમાતું હતું. 7ઈસુએ ચાકરોને કીધું કે, “માટલાઓમાં પાણી ભરી દયો.” તઈ તેઓએ કાઠા હુધી ભરી દીધા. 8તઈ ઈસુએ તેઓને કીધું કે, “હવે પાણી કાઢીને જમણવારના મુખીની પાહે લય જાવ.” એટલે ઈ પાણીને તેઓની પાહે લય ગયા. 9જઈ ઈ જમણવારના મુખીએ પાણી સાખ્યુ, જે દ્રાક્ષારસ બની ગયુ હતું, અને ઈ જાણતો નતો કે, ઈ ક્યાંથી આવ્યું હતું; પણ જે સેવકોએ પાણી કાઢું હતું ઈ જાણતા હતાં, તઈ જમણવારના મુખીએ વરરાજાને બોલાવીને કીધું કે, 10દરેક માણસ પેલા હારો દ્રાક્ષારસ મુકે છે, અને માણસો પેટ ભરીને હારી રીતે પીધા પછી, નબળો દ્રાક્ષારસ આપે છે, પણ ઈ હારો દ્રાક્ષારસ હજી હુધી રાખી મુક્યો છે. 11ઈસુએ ગાલીલ જિલ્લાના કાના ગામમાં પોતાનો પેલો સમત્કાર કરીને પોતાની મહિમા દેખાડીને, એના ચેલાઓએ એની ઉપર વિશ્વાસ કરયો કે, ઈ મસીહ છે.
12ઈ પછી ઈસુ અને એની માં એના ભાઈઓ, એના ચેલાઓ કપરનાહૂમ શહેરમાં ગયા અને ન્યા થોડાક દિવસ રયા.
ઈસુ દ્વારા મંદિરને સોખુ કરવું
(માથ્થી 21:12-13; માર્ક 11:15-17; લૂક 19:45-46)
13યહુદીઓનો પાસ્ખા તેવારનો વખત પાહે આવ્યો હતો, જેથી ઈસુ યરુશાલેમ શહેરમાં ગયા. 14ઈસુએ મંદિરમાં બળદ, અને ઘેટા અને કબુતરને વેસનારાઓ અને રૂપીયા બદલનારાઓને બેહેલા જોયા. 15તઈ એણે દોયડાના ટુકડાઓથી કોરડો બનાવીને, અને ઈ બધાયને ઘેટા અને બળદ સહીત મંદિરમાંથી કાઢી મુક્યા, અને રૂપીયા બદલનારાઓના રૂપીયાને ફેકી દીધા અને મેજને ઉધ્યું વાળી દીધ્યું. 16અને કબુતર વેસનારાઓને કીધું કે, “આને આયથી લય જાવ. મારા બાપના મંદિરને વેપારનું ઘર બનાવો નય.” 17તઈ એના ચેલાઓને યાદ આવ્યું કે, શાસ્ત્રમા લખેલુ છે કે, તારા મંદિરની આસ્થા મારી અંદર આગની જેમ હળગે છે. 18ઈ હાટુ યહુદી અધિકારીઓએ ઈસુને કીધું કે, “તુ આવા કામો કરે છે, તો અમને શું નિશાની બતાવે છે?” 19ઈસુએ તેઓને જવાબ દીધો કે, “આ મંદિરને પાડી નાખો અને હું એને ત્રણ દિવસમાં પાછુ ઉભું કરય.” 20તઈ યહુદીઓના અધિકારીઓએ કીધું કે, આ મંદિરને બાંધતા સેતાળી વરહ લાગ્યા છે, અને “શું તુ ત્રણ દિવસમાં પાછુ ઉભું કરય?” 21પણ ઈસુ તો પોતાના દેહ રૂપી મંદિર વિષે બોલતો હતો. 22પછી ઈ મોતમાંથી ફરી જીવી ઉઠયો, તઈ એના ચેલાઓને યાદ આવ્યું કે, એને તેઓને ઈ કીધું હતું; અને તેઓએ શાસ્ત્રમા અને ઈસુએ જે કીધું હતું એની ઉપર વિશ્વાસ કરયો.
લોકો વિષે ઈસુનું જ્ઞાન
23જઈ પાસ્ખા તેવાર વખતે ઈ યરુશાલેમ શહેરમાં હતો, તઈ ઘણાયને જે સમત્કારો દેખાડતા હતાં, ઈ જોયને એની ઉપર વિશ્વાસ કરયો. 24પણ ઈસુએ તેઓની ઉપર ભરોસો નો કરયો કેમ કે, ઈ માણસોનો સ્વભાવ જાણતો હતો. 25અને એને કોયની જરૂર નથી, કેમ કે એને લોકોના વિષે બતાવ્યું, કારણ કે, માણસના મનમા શું છે ઈ ઈસુ જાણતો હતો.

נבחרו כעת:

યોહાન 2: KXPNT

הדגשה

שתף

העתק

None

רוצים לשמור את ההדגשות שלכם בכל המכשירים שלכם? הירשמו או היכנסו