લૂક 21

21
રંડાયેલી બાયનું બે દમડીનું દાન
1ઈસુએ નજર કરીને રૂપીયાવાળા લોકોને પોતાનુ દાન પેટીમાં નાખતા જોયા. 2અને પછી ઈસુએ એક ગરીબડી રંડાયેલી બાયને પણ બે દમડી, એટલે કે બે તાંબાના સિકકા, દાન ધરમના ભંડારમાં નાખતા જોયું. 3તઈ ઈસુએ કીધું કે, હું તમને હાસુ કવ છું, કે આ ગરીબડી રંડાયેલીએ બધાય રૂપીયા નાખનારા કરતાં પણ વધારે નાખ્યુ છે. 4કેમ કે, ઈ બધાય રૂપીયાવાળા માણસોએ પોતપોતાના જીવનના ભરપૂરીપણામાંથી જરૂરિયાત કરતાં વધારે હતું, એમાંથી દાનમાં થોડું જ નાખ્યુ છે, પણ આ બાય તો એની બધીય તંગીમાંથી પોતાની જીવાય હાટુ જે હતું, ઈ બધુ જ નાખી દીધુ છે.
મંદિરના નાશની આગમવાણી
(માથ્થી 24:1-14; માર્ક 13:1-13)
5કેટલાક માણસો મંદિર વિષે વાતો કરતાં હતાં તેઓએ કીધું કે, આ એક હારુ મંદિર પાણામાંથી બાંધેલુ છે, પરમેશ્વરને દાનમાં અપાયેલ ઘણીય હારી ભેટો તો જોવો, તઈ ઈસુએ કીધું કે, 6“એવા દિવસો આયશે જેમાં જે તમે જોય રયા છો, એમાંથી આયા એક પણ પાણો ઈ બીજા પાણા ઉપર રેવા દેવાહે નય. ઈ બધુય નાશ કરવામાં આયશે.”
સંકટોની સેતવણીઓ
(માથ્થી 24:3-14; માર્ક 13:3-13)
7ચેલાઓએ ઈસુને પુછયું કે, “ગુરુ, તો આ ક્યારે થાહે? જઈ આ વાતુ પુરી થાવાની હશે, તઈ કાય નિશાની દેખાહે?” 8ઈસુ તેઓને કેવા લાગ્યો કે, સાવધાન રયો કે કોય તમને દગો નો આપે. કેમ કે, ઘણાય લોકો મારા નામનો ઉપયોગ કરીને આયશે. તેઓ કેહે કે, “હું મસીહ છું” અને હાસો વખત આવ્યો છે, “પણ તમે તેઓની વાહે જાતા નય. 9જઈ તમે યુદ્ધો અને હુલ્લડો વિષે હાંભળો, તઈ ગભરાતા નય; કેમ કે, ઈ બધુય થાવાનું જરૂરી છે, પણ એટલાથી જગતનો અંત આયશે નય.”
10પછી ઈસુ તેઓને કીધું કે, એક જાતિના લોકો બિનયહુદી લોકો ઉપર હુમલો કરશે, અને એક રાજ્ય બીજા રાજ્યને વિરુધમાં બાધશે. 11અને મોટા ધરતીકંપો થાહે, અને ઠેક ઠેકાણે દુકાળો અને રોગશાળો ફાટી નીકળશે; આભમાંથી ભયંકર બાબતો અને ભયાનક ઘટના થાહે. 12પણ ઈ બધુય થયા પેલા મારા નામને લીધે તેઓ તમને પકડશે, તમને સતાયશે અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં અને જેલખાનાનાં અધિકારીઓના હાથમાં હોપશે, અને રાજાઓ અને રાજ્યપાલની હામે લય જાહે. 13પણ આ તમને મારી વિષે કેવાની તક આપશે. 14ઈ હાટુ મક્કમ થય જાવ કે, જવાબ કેવી રીતે આપવો ઈ વિષે અગાવથી ઉપાદી કરતાં નય. 15કેમ કે, હું તમને એવુ બોલવાની બુદ્ધિ આપય, કે તમારા બધાય વેરીઓ જવાબ નય આપી હકે, અને હામે નય થય હકે, 16અને ન્યા હુધી કે, તમારા માં-બાપ, ભાઈઓ અને બીજા સબંધીઓ અને મિત્રો તમને દગો દેહે, અને તમારામાના કેટલાકને તો મારી પણ નાખશે. 17કેમ કે, તમે મારી ઉપર વિશ્વાસ કરો છો, ઈ હાટુ ઘણાય લોકો તમારી હારે વેર કરશે, 18પણ આમાંની કોય પણ વસ્તુ તમને હસો હાસ કાય નુકશાન કરી હકશે નય. 19જો તમે તમારા વિશ્વાસમા મક્કમ રેહો, તો આ બધાયમાંથી તમારી જાતને બસાવી લેહો.
યરુશાલેમના વિનાશની આગમવાણી
(માથ્થી 24:15-21; માર્ક 13:14-19)
20જઈ યરુશાલેમને બધીય બાજુએ લશ્કરોથી ઘેરાયેલો તમે જોહો, તઈ જાણશો કે, એનો નાશ થાવાનો વખત પાકી ગયો છે. 21ઈ વખતે તમારામાના કેટલાક જે લોકો યહુદીયા જિલ્લામાં હોય, તેઓ બસવા હાટુ ડુંગર ઉપર ભાગી જાય, શહેરમાં હોય એને બારે નીકળી જાવું અને જે દેશની બાજુમાં હોય એને શહેરમાં આવવું નય. 22કેમ કે, ઈ દિવસ પરમેશ્વરનો વેર વાળવાનું હશે, જે શાસ્ત્રમા લખેલી બધીય વાતુ પુરી થય જાહે. 23ઈ દિવસોમાં જે ગર્ભવતી હશે, અને જે બાળકોને ધવડાવતી હોય, તેઓને અફસોસ છે! કેમ કે, દેશ ઉપર મોટુ દુખ અને આ લોકો ઉપર કોપ પડશે. 24કેટલાક લોકો તલવારથી મરી જાહે, અને બીજા માણસોને ગુલામ બનાવી લેવામાં આયશે, અને તેઓને બીજા પરદેશમા લય જવામાં આયશે, અને જ્યાં હુધી યરુશાલેમ શહેરમાં બિનયહુદીઓનો વખત પુરો નય થાય, ન્યા હુંધી યરુશાલેમ શહેરમાં બિનયહુદીઓથી પગ તળે છુંદી નાખશે.
માણસના દીકરાનું પાછું આવવું
(માથ્થી 24:29-31; માર્ક 13:24-27)
25“અને સુરજ, સાંદો અને તારાઓમાં એક ઘટના જોવા મળશે, અને જમીન ઉપર દેશ અને જાતિના લોકો ઉપર સંકટ થાહે; કેમ કે, તેઓ દરિયામાં તોફાનો અને હોનારત જેવું ચાલુ થયેલા જોયને, ગભરાય જાહે. 26માણસો ધરતી ઉપર હું થાહે એવી સીન્તા કરશે, અને જગત ઉપર પડવાવાળી તકલીફોની, વાટ જોતા-જોતા લોકોમા જીવમાં જીવ રયો નય કેમ કે, આભના પરાક્રમો હલાવી દેવામાં આયશે. 27તઈ લોકો મને, માણસના દીકરાને મહાન પરાક્રમ અને મહિમાની હારે વાદળામાથી આવતાં જોહે. 28જઈ આવું થાવા લાગે, તઈ સીધા થયને પોતાના માથા ઉસા કરવા, કેમ કે, તમારો છુટકારો થાવાનો વખત આયવો છે.”
અંજીરના ઝાડવાનો દાખલો
(માથ્થી 24:32-35; માર્ક 13:28-31)
29પછી ઈસુએ તેઓને આ દાખલો કીધો કે, અંજીરના ઝાડવા અને ન્યા હુધી કે, બધાય ઝાડવાઓની વિષે વિસાર કરો. 30જઈ ઈ ફૂટવા લાગે તઈ તમે જાણો છો કે, ઉનાળો આવ્યો છે. 31એમ જ તમે પણ જઈ ઈ બધુય થાતા જોવ, તઈ તમારે જાણવું કે, પરમેશ્વરનાં રાજ્ય આવવાનો વખત પાહે છે. 32હું તમને હાસુ કવ છું કે, આ બધાય બનાવો પુરા નય થાય, ન્યા લગી આ પેઢીના માણસો નય મરે. 33આભ અને પૃથ્વીનો સદાય હાટુ નાશ થય જાહે, પણ મારા વચનો સદાય હાટુ રેહે.
સદાય તૈયાર રયો
34એટલે સાવધાન રયો, ક્યાક એવુ નો હોય કે, તમારુ મન વધારે ખાવા પીવામાં, અને સાખેલા અને આ દુનિયાની બધીય સીન્તા નો કરો, અને ઈ દિવસે તમારે ગળા પાહો ખાધા જેવુ નો થાય. 35ખરેખર હું સેતવણી આપ્યા વગર આવય, અને ઈ દિવસ આયશે જઈ તમે મને જોવા હાટુ તૈયાર નય હોવ. 36પણ જાગતા રયો અને પ્રાર્થના કરતાં રયો જેથી તમે જે આ બધીય વાતો થાવાની છે એમા મજબુત રીતે ઉભા રય હકો, અને માણસના દીકરાની હામે ઉભા રય હકો. 37અને ઈ દિવસ ઈસુ માણસોને મંદિરમાં પરસાર કરતો હતો; રાતે ઈ શહેરની બારે જાતો, અને આખી રાત જૈતુનના પહાડ ઉપર રેતો હતો. 38અને હરેક હવારે ઘણાય લોકો ઈસુનો પરસાર હાંભળવા હાટુ મંદિરમાં એની પાહે આવી જાતા હતા.

נבחרו כעת:

લૂક 21: KXPNT

הדגשה

שתף

העתק

None

רוצים לשמור את ההדגשות שלכם בכל המכשירים שלכם? הירשמו או היכנסו