મત્તિ 2

2
બુદ્ધિમાન માણસં નું આવવું
1ઝર હેરોદેસ રાજા યહૂદિયા પરદેશ મ રાજ કરેં રિયો હેંતો, તર ઇસુ નું જલમ હેંના પરદેશ ના બેતલહેમ ગામ મ થાયુ. તે ઉગમણી બાજુ થી અમુક બુદ્ધિમાન માણસ ઝી આકાશ ન તારં નું જ્ઞાન રાખે હે, યરુશલેમ સેર મ આવેંનેં પૂસવા મંડ્યા. 2વેયુ બાળક કાં હે? ઝી યહૂદી મનખં નો રાજા બણવા હારુ પેદા થાયુ હે, કેંમકે હમવેં ઉગમણી બાજુ હેંના જલમ ના બારા મ વતાડવા વાળા તારા નેં ઉગતં ભાળ્યો હે, હેંના બાળક નેં હમું નમેંનેં પોગેં લાગવા આયા હે. 3યહૂદી મનખં ના રાજા ના જલમ ના બારા મ હામળેંનેં, હેરોદેસ રાજા અનેં હેંનેં હાતેં યરુશલેમ સેર ન ઘણં બદ્દ મનખં ઘબરાએંજ્ય. 4અનેં હેરોદેસ રાજાવેં યહૂદી મનખં ન બદ્દ મુખી યાજકં અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળં નેં ભેંગા કરેંનેં હેંનનેં પૂસ્યુ, ભવિષ્યવક્તં ના કેંવા ને પરમણે મસીહ નું જલમ કાં થાવું જુગે? 5હેંનવેં હેરોદેસ રાજા નેં કેંદું, મસીહ નું જલમ એંના યહૂદિયા પરદેશ ના બેતલહેમ ગામ મ થાહે. કેંમકે મીકા ભવિષ્યવક્તાવેં ઘણું પેલેંસ લખેં દેંદું હેંતું, ઝી પરમેશ્વરેં કેંદું હેંતું.
6“હે યહૂદિયા પરદેશ ના બેતલહેમ ગામ ન મનખોં, તમું મનખં પાક્કું યહૂદિયા પરદેશ ન બીજં ગામં ન મનખં મહં ઘણં ખાસ હે, કેંમકે તમારી મહો એક માણસ આવહે વેયો રાજ કરહે, અનેં મારા ઇસરાએંલ ન મનખં ની અગવાઈ કરહે.”
7તર હેરોદેસ રાજાવેં બુદ્ધિમાન માણસં નેં સાન-સાના બુંલાવેંનેં બાળક ની ઉંમર જાણવા હારુ હેંનનેં પૂસ્યુ, કે તારો ઠીક કઇના ટાએંમેં ભાળવા જડ્યો હેંતો. 8અનેં હેંને એંમ કેં નેં બુદ્ધિમાન માણસં નેં બેતલહેમ ગામ મ મુંકલ્યા, “જાએંનેં હેંના બાળક ના બારા મ ઠીક-ઠીક પતો લગાડો, અનેં ઝર વેયુ મળેં જાએ તે મારી કન પાસા આવો અનેં ઝી કઇ તમું ભાળો મનેં વતાડો, એંતરે કે હૂં હુંદો જાએંનેં હેંનેં પોગેં લાગું.”
9વેયા રાજા ની વાત હામળેંનેં જાતારિયા, અનેં ઝી તારો હેંનવેં ઉગમણી બાજુ ભાળ્યો હેંતો વેયો હેંનનેં અગ્યેડ-અગ્યેડ સાલ્યો અનેં ઝાં વેયુ બાળક હેંતું, હીની જગ્યા ઇપેર પોતેંનેં રુંકાએં જ્યો. 10હેંના તારા નેં ભાળેંનેં વેયા ઘણા ખુશ થાયા. 11હેંનવેં હેંના ઘેર મ જાએંનેં હેંના બાળક નેં હીની આઈ મરિયમ નેં હાતેં ભાળ્યુ. તર મોડા ભેર પડેંનેં બાળક નેં પોગેં લાગ્યા, અનેં પુંત-પુંતાના ઠેલા સુંડેંનેં હેંનેં હુંનું, અનેં લોબાન, અનેં ગન્ધરસ નું દાન કર્યુ. 12અનેં હેંનવેં હામણા મ એંમ સેતવણી મેંળવેંનેં, કે હેરોદેસ રાજા કનેં પાસા નહેં જાતા વેહ, તે વેયા બીજી વાટ થકી પુંતાના દેશ મ જાતારિયા.
મિસ્ર દેશ મ નાહેં જાવું
13હેંનનેં જાતારેંવા પસી હરગદૂતેં યૂસુફ નેં હામણા મ ભળાએંનેં કેંદું, ઉઠ! એંના બાળક નેં અનેં હીની આઈ નેં લેંનેં મિસ્ર દેશ મ નાહેં જા. અનેં ઝર તક હૂં તનેં નેં કું તર તક વેંહાંસ રેંજે, કેંમકે હેરોદેસ રાજા એંના બાળક નેં જુંએં રિયો હે કે હેંનેં મરાવ દડે.
14તર યૂસુફ રાતેંસ ઉઠેંનેં બાળક અનેં હીની આઈ નેં લેંનેં મિસ્ર દેશ મ નાહેંજ્યો. 15અનેં વેય હેરોદેસ રાજા નેં મરવા તક મિસ્ર દેશ મસ રિય. એંતરે હારુ કે વેયુ વસન ઝી પ્રભુવેં હોશે ભવિષ્યવક્તા દુવારા કેંદું હેંતું પૂરુ થાએ, “મેંહ મારા સુંરા નેં મિસ્ર દેશ મહો બુંલાયો.” 16ઝર હેરોદેસ રાજા નેં ખબર લાગી કે બુદ્ધિમાન માણસંવેં હેંનેં હાતેં દગો કર્યો હે, તે વેયો રિહ મ ભરાએંજ્યો. હેંને સેનિકં નેં મુંકલેંનેં બેતલહેમ ગામ મ અનેં હેંનેં આજુ-બાજુ ન બદ્દ નાનં સુંરં નેં મરાવ દડ્ય, ઝી બે વરહં અનેં હેંનેં થી કમ ઉંમર ન હેંતં. આ બુદ્ધિમાન માણસં દુવારા તારા નું બદ્દ કરતં પેલ ભળાવા ને હિસાબેં હેંતું. 17તર ઝી વસન યિર્મિયાહ ભવિષ્યવક્તા દુવારા કેંવા મ આયુ હેંતું, વેયુ પૂરુ થાયુ.
18“રામાહ સેર મ બજ્યેર નો અવાજ હમળાયો, ઝી જુંર-જુંર થી ગાંગરતી હીતી. રાહેલ પુંતાનં સુંરં હારુ ગાંગરતી હીતી, અનેં સાની થાવા નેં માંગતી હીતી કેંમકે હેંનં સુંરં મરેંજ્ય હેંતં.”
મિસ્ર દેશ મહું ઇસરાએંલ દેશ મ પાસું આવવું
19હેરોદેસ રાજા નેં મરવા તક યૂસુફ, મરિયમ અનેં બાળક ઇસુ મિસ્ર દેશ મસ હેંતં, હેંનેં મરવા પસી હરગદૂતેં મિસ્ર દેશ મ યૂસુફ નેં હામણા મ ભળાએંનેં કેંદું, 20ઉઠ બાળક અનેં હીની આઈ નેં લેંનેં ઇસરાએંલ દેશ મ જાતો રે. કેંમકે હેરોદેસ રાજા અનેં હેંના માણસ મરેંજ્યા હે ઝી બાળક નેં મારવા સાહતા હેંતા. 21યૂસુફ ઉઠ્યો અનેં બાળક અનેં હીની આઈ નેં હાતેં લેંનેં ઇસરાએંલ દેશ મ આયો. 22પુંણ ઝર યૂસુફેં એંમ હામળ્યુ કે અરખિલાઉસ એંન બા હેરોદેસ રાજા ની જગ્યા યહૂદિયા પરદેશ મ રાજ કરેં રિયો હે, તે વેંહાં જાવા હારુ સમક્યો, અનેં હામણા મ પરમેશ્વર થી સેતવણી મેંળવેંનેં ગલીલ પરદેશ મ જાતોરિયો. 23અનેં નાજરત ગામ મ જાએંનેં વઇહો, એંતરે કે વેયુ વસન પૂરુ થાએ, ઝી ભવિષ્યવક્તંવેં ઇસુ ના બારા મ વતાડ્યુ હેંતું, “વેયો નાજરત વાસી કેંવાહે.”

Արդեն Ընտրված.

મત્તિ 2: GASNT

Ընդգծել

Կիսվել

Պատճենել

None

Ցանկանու՞մ եք պահպանել ձեր նշումները ձեր բոլոր սարքերում: Գրանցվեք կամ մուտք գործեք