લુક 17

17
ચેતવની
(માથ. 18:6-7,21-22; માર્ક 9:42)
1માગુન ઈસુની તેને ચેલા સાહલા સાંગા, “યી નકી આહા કા તે ગોઠી જી પાપના કારન આહા તી યેવલા જ આહાત, પન જે માનુસ સહુન તી પરીક્ષા યેહે તેલા હાય! આહા. 2જો કોની યે બારીકલે માસલે કોનાલા ઠેસ ખાવાડહ, તેને સાટી યી બેસ આહા કા, તેને ગળામા ઘરટીના ચાડે બાંદી ન તેલા દરેમા ટાકી દેવલા તેને સાટી બેસ આહા. 3સંબાળી રહા કા કાય તુમી કરતાહાસ, જો તુના વીસવાસુ ભાવુસ ગુના કરીલ ત તેલા ઝગડ, અન જો તો પસ્તાવા કર ત તેલા માફ કર. 4જો દિસભર તો સાતદા ભુલ કરીલ અન સાતદા તુ પાસી ફીરી યીની સાંગ કા મા પસ્તાવા કરાહા, ત તુ તેલા માફ કર.”
તુમના વીસવાસ કોડાક મોઠા આહા?
5તાહા ખાસ ચેલાસી પ્રભુ ઈસુલા સાંગા, “આમને વીસવાસલા વદારે મજબુત કર.” 6પ્રભુ ઈસુની સાંગા, “જો તુમનેમા રાયને દાના હોડા જ વીસવાસ રહતા ત યે ઉંબરને ઝાડલા સાંગતાસ કા મુળા પાસુન ઉપટાયજી ન દરેમા રોપાયજી ધાવ, ત તી તુમના માની લેતા.”
ચાંગલા સેવક
7પન તુમને માસુન ઈસા કોન આહા, જર તુમના ચાકર આવુત હાકલી ન કા ત મેંડાસી હેરસાર કરીની ઘર યે, ત કાય તુમી સાંગસેલ, “લેગજ યે અન ભાકર ખાવલા સાટી બીસ? 8નીહી પન યે પરમાને તુ તેલા સાંગસીલ, માને સાટી ખાવલા બનવ, અન જાવ પાવત મા ખાયી-પી નીહી લે તાવધર કમર કસી માની સેવા કર, અન તેને માગુન તુ બી ખાયી લીજોસ. 9તુ તુને ચાકરલા જી કામ તુ કરુલા સાટી સાંગનેલ, તી કામ કરના તે સાટી તેલા આભાર નીહી માનસ. 10યે રીત પરમાને તુમી પન જદવ તે અખા કામ કરી ટાકના હવાસ જી તુમાલા હુકુમ કરેલ આહા, ત તુમી સાંગુલા પડ કા, ‘આમી નકામા ચાકર આહાવ, કા જી આમાલા કરુલા પડ તી જ આમી કરનાહાવ.’”
કોડી માનુસ આભાર માનહ
11ઈસા હુયના કા જદવ ઈસુ અન તેના ચેલા યરુસાલેમ સાહાર સવ જાવને મારોગવર ચાલ હતાત. તે સમરુની સાહાર અન ગાલીલ વિસ્તારને સીવાડા માસુન હુયી જા હતાત. 12અન એક ગાવમા ભરાયજુલા તે સમયમા ઈસુલા દસ કોડી મીળનાત. 13અન તે દુર ઊબા રહીન મોઠલેન આરડીની સાંગનાત કા, “ઓ ઈસુ, ઓ માલીક આમાવર દયા કર.” 14ઈસુની તેહાલા હેરીની સાંગા, “જા, અન પદરલા યાજક સાહલા દાખવા કા તે હેરી સકત કા તુમી બેસ હુયનાસ કા નીહી,” અન તે મારોગમા ચાલતા ચાલતા કોડને રોગ માસુન બેસ હુયી ગેત. 15તાહા કોડી માસલા એક જનની હેરા કા મા કોડ રોગ માસુન બેસ હુયી ગેહેવ, મોઠલેન આરડીની દેવના મહિમા કરત ઈસુ પાસી પરત ફીરના. 16ઈસુને પાયસી ઉબડા પડી પાયે પડના અન તેના આભાર માનુલા લાગના, અન તો માનુસ સમરુનના રહવાસી હતા. 17યેવર ઈસુની સોદા, “કાય દસીજન કોડ રોગ માસુન બેસ નીહી હુયલા, ત બાકીના તે નવ જન કઠ ગેત? 18કાય યે પરદેશી સીવાય દુસરા કોની માનુસ નીહી નીંગના કા જો દેવના મહિમા કરી સક?” 19તે સાટી ઈસુની તેલા સાંગા, “ઉઠી ન તુને ઘર ધાવ, તુ માવર વીસવાસ કરનાહાસ તાહા તુ બચી ગેહેસ.”
દેવના રાજ યીલ તેની નિશાની
(માથ. 24:23-28,37-41)
20જદવ ફરોસી લોકાસી ઈસુલા સોદા કા દેવના રાજ કદવ યીલ? ત તેની તેહાલા જવાબ દીદા, “દેવના રાજ યે રીતે યેહે કા તુ તુને ડોળા કન નીહી હેરી સકસ. 21અન લોકા યી નીહી સાંગનાર કા, ‘હેરા, દેવના રાજ અઠ આહા, કા ત તઠ આહા’ કાહાકા દેવના રાજ તુમને મદી આહા.”
22માગુન ઈસુની તેને ચેલા સાહલા સાંગા, “ઈસા દિસ યેતીલ, જદવ તુમી તે દિસ સાહલા હેરુલા માંગસેલ જે દિસ મા માનુસના પોસા માગાજ યીન, પન તુમી યેલા હેરી નીહી સકનાર. 23લોકા તુમાલા સાંગતીલ, ‘હેરા, ખ્રિસ્ત તઠ આહા,’ કા ત ‘હેરા ખ્રિસ્ત અઠ આહા,’ પન તુમી જાસેલ નોકો અન તેહને માગ લાગસેલ નોકો. 24કાહાકા જીસા ઈજ આકાશને એક મેરાલા ચમકહ અન દુસરે મેરા ધર તેના ઉજેડ જાહા તીસા જ માનુસના પોસા પન તેને દિસમા પરગટ હુયીલ. 25પન પુડ યી જરુરી આહા કા, તો પકા દુઃખ ભોગવીલ, અન યે પીડીના લોકા તેલા નીચ ગનતીલ. 26જીસા આપલા વડીલ નૂહને સમયમા હુયનેલ, તીસાજ માનુસને પોસાને દિસમા પન હુયીલ. 27જે દિસ પાવત નૂહ હોડીમા નીહી ચડના, તે દિસ પાવત લોકા ખાતપેત અન તેહને મા પેન લગીન હુય હતા, માગુન જગબુડ હુયીની તે અખેસા નાશ કરા. 28અન તેજ પરમાને જીસા આપલા વડીલ લોત જો સદોમ સાહારમા રહ હતા. તેને દિસસાહમા લોકા ખાતપેત, લેત દેત ઈસા કરત, ઝાડા લાવત અન ઘરા બનવત. 29પન જે દિસ લોત સદોમ સાહાર માસુન નીંગના, તે દિસ ઈસતો અન ગંદક આકાશ માસુન વરસના અન અખા લોકા જે તે સાહારમા હતાત તેહના નાશ હુયી ગેત. 30માનુસને પોસાને પરગટ હુયુને દિસ પન ઈસા જ હુયીલ.
31તે દિસ જર કોની તેને ઘરને ધાબાવર હવા, અન તેના સામાન ઘરમા હવા, ત તો તી લેવલા નીહી ઉતર, અન તીસા જ જો ખેતમા હવા તો માગાજ ફીરી નીહી યેવલા પડ. 32આપલા વડીલ લોતને બાયકો હારી કાય હુયનેલ તી આઠવ કરા. 33જો કોની તેના જીવ બચવુલા માંગ હવા તો તેલા ગમાવીલ, અન જો કોની માને સાટી તેલા ગમાવ હવા તો તેલા બચવીલ. 34મા તુમાલા સાંગાહા, તે રાતના દોન માનસા એક ખાટલાવર નીજના હવાત ત તે માસુન એકલા લી લેવાયજીલ અન દુસરા તઠ જ રહી જાયીલ. 35દોન બાયકા એકહારી ઘરટીલા દળે કરતીલ, ત તે માસુન એકલા લી લેવાયજીલ, અન દુસરી તઠ જ રહી જાયીલ. 36દોન જના ખેતમા કામ કર હવાત ત એકલા લી લેવાયજીલ, અન દુસરા સોડી દીજીલ.” 37યી આયકીની ચેલાસી ઈસુલા સોદા, “ઓ પ્રભુ, યી કઠ હુયીલ?” ઈસુની તેહાલા સાંગા, “જઠ મુરદા હવા, તઠ ગીદ ગોળા હુયતીલ#17:37 જઠ મુરદા હવા, તઠ ગીદ ગોળા હુયતીલ જઠ આત્મિક રીતે લોકા મરેલ આહાત, (દેવના) નેય તઠ ચોકસ યીલ..”

선택된 구절:

લુક 17: DHNNT

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요