માથ્થી 18

18
કોન મોઠા આહા
(માર્ક 9:33-37; લુક. 9:46-48)
1તે વખત ચેલા ઈસુ પાસી યીની સોદનાત, સરગને રાજમા મોઠામા મોઠા કોન આહા? 2તાહા ઈસુ એક પોસાલા બોલવના તેહને મદી ઊબા રાખના. 3અન સાંગના તુમાલા ખરા જ સાંગાહા કા, જો તુમી બદલી ન પોસાસે સારકા નીહી હુયી જા ત સરગને રાજમા તુમી નીહી જાયી સકા. 4યે સાટી જો કોની પોસાને સારકા પદરલા નમ્ર કરહ, તોજ સરગને રાજમા મોઠા હુયીલ.
બારીક માસુન એકલા પાપમા પાડુલા ખાતરી
(માર્ક 9:42-48; લુક. 17:1-2)
5જો કોની માને નાવકન ઈસે એક પોસાલા સ્વીકાર કરહ, તો માલા સ્વીકાર કરહ. 6પન જો કોની યે બારીકલે માસલા માનેવર વીસવાસ કરતાહા, તેહાલા એકને વીસવાસમા અડચનરુપ બનહ, ત તેલા મોઠા ઘરટીના ચાડે ગળામા બાંદી દરેમા બુડવી દેવાય જ યી તેને સાટી બેસ આહા. 7કની કની ગોઠ માનુસલા પાપમા પાડહ તે ગોઠવાની દુનેલા હાય! હાય!, પાપ ત યીલ જ, પન જે માનુસ સહુન તી યેહે તેલા હાય!
8જર તુના એક હાત કા એક પાય તુલા પાપ કરવહ, તાહા તે હાત અન પાયવાની પાપ કરુલા બંદ કર, તુ તુના દોની હાત અન દોની પાય લીની નીહી હોલ ઈસે કાયીમને ઈસતોમા ટાકાયસીલ તેના કરતા લંગડા, નીહી ત ઠોટા હુયીની કાયીમને જીવનમા જાવલા તી તુને સાટી બેસ આહા. 9જો તુમના ડોળા તુમને સાટી પાપના કારન બનહ, ત તે કન પાપ કરુલા બંદ કર, દોની ડોળા રહતીલ અન તુ નરકને ઈસતોમા ટાકાયજી જાસી તે કરતા એક જ ડોળા રાખીની કાયીમને જીવનમા જાવલા તી તુમને સાટી બેસ આહા.
ભુલેલ મેંડાની ગોઠ
(લુક. 15:3-7)
10હેરા યે બારીકલે માસલા કોનાલાહી હલકા નોકો સમજસેલ, કાહાકા મા તુમાલા સાંગાહા કા, સરગમા તેહના દેવદુત માને સરગ માસલે બાહાસને હારી કાયીમ રહતાહા. 11કાહાકા જે ભુલેલ આહાત તેહાલા બચવુલા સાટી મા માનુસના પોસા આનાહાવ.
12તુમી કાય ઈચાર કરતાહાસ? એખાદ માનુસ પાસી સેંબર મેંડા હવાત, અન તે માસુન એક ભુલી જાહા, તાહા નવાનુ મેંડા સાહલા ડોંગરવર ગોઠાડીની ભુલેલ મેંડાલા ગવસુલા નીહી જા કા? 13પન મા તુમાલા ખરા જ સાંગાહા કા, તો તેલા ગવસી કાડીલ તાહા, જે નીહી ભુલલા તેહને કરતા, પન ભુલેલ સાપડના તેને સાટી પકા ખુશ હુયીલ. 14તીસાજ યે બારીક માસલે એકના પન નાશ હુય ઈસા સરગ માસલા તુમને બાહાસની મરજી નીહી આહા.
ભાવુસની આત્મિક જીવની કાળજી
(લુક. 17:3)
15જો તુના ભાવુસ તુને વિરુદધ ભુલ કરીલ ત તેલા એક મેરાલા લી જાયની અન તેની ભુલ સાંગ, જો તો તુના આયકીલ ત તુ તેલા પાપ માસુન બચવી લીનાહાસ. 16પન તો તુના નીહી આયક ત તુને હારી એક દોન જન સાહલા હારી લી ધાવ, કાહાકા દોન નીહી ત તીન સાક્ષીને ટોંડકન સાબિત હુયહ. 17જર તો તેહના બી નીહી આયક, ત મંડળીમા સાંગી દે. મંડળીલાહી તો નીહી માન ત તેને હારી તેને જ ગત વર્તન કરા જીસા તુમી કને બિન યહૂદી હારી કા ત કર લેનારસે હારી કરતાહાસ.
એક મનના હુયીની માંગ
18તુમાલા મા ખરા જ સાંગાહા કા, જી કાહી દુનેમા બાંદસેલ તી સરગમા પન બાંદાયજીલ. જી કાહી તુમી દુનેમા સોડસેલ તી સરગમા સુટા રહીલ. 19આજુ મા તુમાલા સાંગાહા, જો તુમને માસલા દોન જના ધરતીવર કાહી પન ગોઠને સાટી એક મનના હુયીની માંગસેલ તાહા તો માને બાહાસ સહુન જો સરગમા આહા, તી તેને સાટી હુયી જાયીલ. 20કાહાકા જઠ દોન કા ત તીન જના માના ચેલા આહાત તે માને નાવમા ગોળા હુયનાહાત ત તઠ તેહને મદી મા આહાવ.
માફી નીહી દે તે ચાકરની ગોઠ
21માગુન પિતર ઈસુ પાસી યીની સાંગના, ઓ પ્રભુ માના ભાવુસ કોડાક દા માને ઈરુદ ખોટા કરત રહીલ ત કોડાક દા મા તેલા માફ કરુ? સાતદા કા? 22ઈસુની તેલા સાંગા, “મા તુલા યી નીહી સાંગા, કા સાતદા, પન સાતદા ના સીતેર ગુને પાવત તેલા તુ માફ કરુલા પડ.”
23મા તુમાલા યી સાંગાહા કાહાકા સરગના રાજ તે રાજાને જીસા આહા, જેની પદરને ચાકર સાહપાસુન લીગાડના હિસાબ લેવલા ઈચારના. 24હિસાબ લેવલા લાગના, ત એક જનલા તેને પુડ લયા જો દસ હજાર તાલંતના (ચાકરલા કદી પન ભરપાઈ નીહી હુયી સકત હોડા પયસા) કરજદાર હતા મજે એક તાલંત પંદર વરીસની મજુરીને ગત આહા. તેલા તેને આગડ લયનાત. 25તે ચાકર પાસી તી લીગાડ ભરુલા પયસા કાહી નીહી હતાત. તાહા રાજાની ઈસા હુકુમ કરા કા, યે ચાકરલા ઈકી ટાકા. તેને હારી તેની બાયકો, પોસા, ન તેના માલ મિલકત અખા ઈકી ટાકા. અન માના પયસા તે પાસી વસુલ કરજા. 26તાહા તો ચાકર રાજાલા પાયે પડીની સાંગના કા, માલા આજુ જરાક સમય દે. તુના અખા પયસા મા ભરી દીન. 27રાજાલા તેવર દયા આની, તાહા રાજાની તેલા સોડી દીદા અન તેના કરજા માફ કરના.
28પન જદવ તો ચાકર બાહેર નીંગીની વાટલા જા તાહા તેને હારીના એક ચાકર મીળના જો સેંબર દીનાર તે પાસુન ઉસના લી ગે હતા, તાહા તો તેલા બોચીલા ધરીની સાંગ માના પયસા તુ ભરી દે. 29તાહા તો ચાકર તેને પાયે પડીની તેલા વિનંતી કરુલા લાગના, માલા જરાક સમય દે. તુના પયસા મા ભરી દીન. 30પન તો નીહી માનીલ, તેલા જોડાક પયસા ભરુલા હતાત તે અખા પયસા નીહી ભરીલ તાવધર તેલા ઝેલમા કોંડવી દીના. 31તાહા તેને હારીને યેહી જી હુયેલ હતા તી હેરીની તે ખુબ દુઃખી હુયનાત, અન જાયીની રાજાલા પુરી ગોઠ લાવી દાખવનાત. 32તાહા રાજાની બોલવીની તેલા સાંગા, ઓ વેટ ચાકર, તુય માંગની કરેલ તાહા તુના પુરા લીગાડ ભરેલ વગર મા તુલા માફ કરનાવ. 33તે સાટી મા તુવર દયે કરનાવ અન તુના કરજા માફ કરનાવ, તીસા જ કાય તુ બી તુને હારીના ચાકરવર દયા કરીની તેના કરજા માફ નીહી કરુલા પડ કા? 34અન તેનેવર રાજા રગવર યીની તેલા જેલવાળાસે હાતમા સોપી દીના, કા જાવ પાવત તો કરજા ભરી નીહી દે તાવ પાવત તેહને હાતમા રહ.
35ઈસુ યી સાંગીની યો દાખલા પુરા કરીની ઈસુની સાંગા, “જો તુમનેમા કોની તેને ભાવુસલા પુરે મનકન માફ નીહી કર ત તેલા સરગ માસલા માના બા હી તુમને પાપની માફી નીહી દેનાર.”

하이라이트

공유

복사

None

모든 기기에 하이라이트를 저장하고 싶으신가요? 회원가입 혹은 로그인하세요