ઉત્પત્તિ 6

6
માણસ જાતની દુષ્ટાઈ
1અને ભૂમિ પર માણસો વધવા લાગ્યાં, અને તેઓને દીકરીઓ થઈ. ત્યારે એમ થયું કે, 2ઈશ્વરના દિકરાઓએ માણસોની દીકરીઓ જોઈ કે, તેઓ સુંદર છે. અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી. 3અને યહોવાએ કહ્યું, “મારો આત્મા માણસની સાથે સદા વાદ નહિ કરશે, કેમ કે તે માંસનું છે; તો પણ તેઓના દિવસો એક સો વીસ વર્ષ થશે.” 4તે દિવસોમાં પૃથ્વીમાં #ગણ. ૧૩:૩૩. મહાવીર હતા, ને ઈશ્વરના દિકરાઓ માણસની દીકરીઓની પાસે ગયા, ને તેઓથી છોકરાં થયાં, જેઓ પુરાતન કાળના બળવાનો, નામાંકિત પુરુષો હતા.
5અને યહોવાએ જોયું કે #માથ. ૨૪:૪૭; લૂ. ૧૭:૨૬; ૧ પિત. ૩:૨૦. માણસની ભૂંડાઇ પૃથ્વીમાં ઘણી થઈ, ને તેઓનાં હ્રદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. 6અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્‍ન કર્યું, તેનો યહોવાને પશ્વાત્તાપ થયો, ને હ્રદયમાં તે ખેદિત થયા. 7અને યહોવાએ કહ્યું, “જે માણસને મેં ઉત્પન્‍ન કર્યું, તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ; હા, માણસ તથા પશુ, પેટે ચાલનારાં પ્રાણી તથા આકાશનાં પક્ષીઓ સુદ્ધાં [તે સર્વનો સંહાર કરીશ] ; કેમ કે તેઓને ઉત્પન્‍ન કર્યાનો મને પશ્ચાત્તાપ થયા છે.” 8પણ નૂહ યહોવાની દષ્ટિમાં કૃપા પામ્યો.
નૂહ
9નૂહની વંશાવળી આ પ્રમાણે છે. પોતાના જમાનામાં #૨ પિત. ૨:૫. નૂહ ન્યાયી તથા સીધો માણસ હતો; અને નૂહ ઈશ્વરની સાથે ચાલતો. 10અને નૂહને શેમ તથા હામ તથા યાફેથ એ ત્રણ દિકરા થયા. 11પણ ઈશ્વર સમક્ષ પૃથ્વી દુષ્ટ થઈ ગઈ ને પૃથ્વી જુલમથી ભરપૂર હતી. 12અને ઈશ્વરે પૃથ્વી પર જોયું, તો જુઓ, તે દુષ્ટ હતી, કેમ કે સર્વ માણસે પૃથ્વી પર પોતાની ચાલ દુષ્ટ કરી હતી.
13અને ઈશ્વરે નૂહને કહ્યું, “મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે. કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે. અને જુઓ, હું તેઓનો પૃથ્વી સુદ્ધાં સંહાર કરીશ. 14તું પોતાને માટે દેવદારના લાકડાનું વહાણ બનાવ. તે વહાણમાં ઓરડીઓ કરીને વહાણને અંદર તથા બહાર ડામર લગાડ. 15અને આ પ્રમાણે તું તેને બનાવ:એટલે વહાણની લંબાઈ ત્રણસો હાથ, ને તેની પહોળાઈ પચા હાથ, ને તેની ઊંચાઈ ત્રીસ હાથ. 16વહાણમાં તું #૬:૧૬બારી:અથવા “છત.” બારી કર, ને ઉપરથી એક હાથ છોડીને તું તેને પૂરી કર. અને વહાણનું દ્વાર તેના એક પાસામાં મૂક. અને વહાણનો નીચલો તથા બીજો તથા ત્રીજો એવાં ત્રણ મજલા તું કર. 17અને જુઓ, સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ છે, તેઓનો સંહાર આકાશ તળેથી કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવીશ; અને પૃથ્વીમાં જે સર્વ છે તે મરશે. 18પણ હું તારી સાથે મારો કરાર સ્થાપીશ; અને તું વહાણમાં આવ. તું, તથા તારી સાથે તારા દિકરા, તથા તારી પત્ની, તથા તારા દિકરાઓની પત્નીઓ. 19અને સર્વ જાતનાં જાનવરોમાંથી બબ્બે તારી સાથે બચાવવાને માટે તું વહાણમાં લાવ; તેઓ નરનારી હોય. 20પોતપોતાની જાત પ્રમાણે પક્ષીઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પશુઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પશુઓ, તથા પોતપોતાની જાત પ્રમાણે પેટે ચાલનારાં પ્રાણીઓમાંથી સર્વ જાતનાં બબ્બે, જીવ બચાવવા માટે તારી પાસે આવે. 21અને સર્વ જાતનું ખાવાનું જે ખાવામાં આવે છે તે લઈ તારી પાસે એકઠું કરી રાખ; એટલે તારે માટે તથા તેઓને માટે તે ખોરાક થશે.” 22#હિબ. ૧૧:૭. નૂહે એમ જ કર્યું. ઈશ્વરે તેને જે સર્વ આ આપી હતી, તે પ્રમાણે તેણે કર્યું.

Paryškinti

Dalintis

Kopijuoti

None

Norite, kad paryškinimai būtų įrašyti visuose jūsų įrenginiuose? Prisijunkite arba registruokitės