યોહાન 6

6
પાસ હજારને ખવડાવ્યું
1ઈ પછી ગાલીલનો દરિયો જે તિબેરિયસનો કેવાય છે એને ઓલે પાર ઈસુ ગયો. 2લોકોનો મોટો ટોળો એની વાહે ગયો કેમ કે, એણે જે માંદા માણસોને હાજા કરવાની જે સમત્કારી નિશાની દેખાડી હતી ઈ બધુય એણે જોયુ હતું. 3તઈ ઈસુ ડુંઘરા ઉપર ગયો ન્યા પોતાના ચેલાઓની હારે બેઠો. 4હવે યહુદીઓનો પાસ્ખા તેવાર પાહે આવ્યો હતો.
5જઈ ઈસુએ પોતાની નજર ઉસી કરીને પોતાની પાહે મોટુ ટોળો આવતો જોયો અને ફિલિપને પુછયું કે, “ઈ બધાયને ખાવા હાટુ આપડે રોટલા વેસાતા ક્યાંથી લીયાવી?” 6પણ ઈસુએ ફિલિપને પારખવા હાટુ એવુ પુછયું હતું કેમ કે, ઈસુ શું કરવાનો હતો ઈ પોતે જાણતો હતો.
7ફિલિપે જવાબ દીધો કે, બસ્સો દીનારની એટલે છ મયનાની મજુરીની રોટલી તેઓની હાટુ પુરી પડે એમ નથી કે, એમાંથી થોડું થોડું મળે. 8ઈ ચેલામાંથી એક સિમોન પિતરના ભાઈ આંદ્રિયાએ એને કીધુ કે, 9આયા એક છોકરો છે એની પાહે પાંસ રોટલી અને બે માછલી જ છે પણ ઈ આટલા બધાય લોકો હારું કેમ પુરું પડે. 10ઈસુએ કીધું કે, “લોકોને બેહાડી દયો” હવે ન્યા ઘણુય ખડ હતું એટલે ઈ બધાય લોકો ન્યા બેહી ગયા એમાંથી માણસોની સંખ્યા આશરે પાંસ હજાર હતી. 11તઈ ઈસુએ રોટલી લીધી, અને પરમેશ્વરને ધન્યવાદ કરીને બેહેલા લોકોને પીરસુ. પછી માછલીમાંથી પણ જેટલું જોતું હતું એટલા પરમાણે દીધું.
12જઈ બધાય ખાયને ધરાણા, તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, “કાય નકામું નો જાય ઈ હાટુ વધેલા ટુકડાઓને ભેગા કરો.” 13ઈ હાટુ તેઓએ ટુકડા ભેગા કરયા ઈ જવની પાચ રોટલીઓમાંથી જે છોડેલા ટુકડા ખાનારાઓએ રેવા દીધા હતાં તેઓની બાર ટોપલીઓ ભરી. 14ઈ લોકોએ ઈસુએ કરેલા આ સમત્કારી નિશાની જોયને નવાય પામીને કીધું કે જે આગમભાખનાર જગતમાં આવનારો છે ઈ ખરેખર આજ છે.
15લોકોએ આવીને મને રાજા કેવા હારું બળજબરીથી પકડવાના છે, ઈ જાણીને ઈસુ ડુંઘરા ઉપર એકલો હાલ્યો ગયો.
ઈસુ પાણી ઉપર હાલ્યા
16હાજ પડી આવી તઈ એના ચેલાઓ દરિયાના કાઠે ગયા, 17અને હોડીમાં બેહીને તેઓ કપરનાહૂમમાં જાવા દરિયાને હામેના ઓલા કાઠે જાતા હતા. ઈ વખતે અંધારું થય ગયુ હતું અને ઈસુ હજી તેઓની પાહે આવ્યો નોતો. 18જોરથી પવન આવવા લાગ્યો અને દરિયામાં મોજા બોવ ઉછળા. 19જઈ તેઓ હલેસા મારીને પાસથી છ કિલોમીટર ગયા તઈ ઈસુને દરિયા ઉપર હાલતો હોડીની પાહે આવતો જોયને બીય ગયા. 20પણ ઈસુએ ચેલાઓને કીધુ કે, “ઈ તો હું છું, બીતા નય.” 21તઈ રાજીથી તેઓએ એને હોડી ઉપર સડાવો, તેઓ જ્યાં જાતા હતાં ઈ જગ્યાએ હોડી તરત આવી ગય.
લોકો ઈસુને ગોતે છે
22બીજા દિવસે જે લોકો દરિયાની ઓલે પાર ઉભા રયા હતાં તેઓએ જોયું કે, એક હોડી સિવાય બીજી હોડી ઈ ઠેકાણે નોતી હોડીમાં ઈસુ ચેલાઓ હારે સડયો નોતો, પણ એકલા એના ચેલાઓ ગયા હતા. 23તો પણ જ્યાં પરભુએ આભાર માન્યા પછી તેઓએ રોટલી ખાધી હતી, ઈ જગ્યાની પાહે તિબેરિયસથી બીજી હોડીઓ આવી. 24જઈ ઈ લોકોએ જોયું કે, ઈસુ અને એના ચેલાઓ ન્યા નોતા, તઈ તેઓ પોતે હોડીઓમાં બેહીને ઈસુની શોધ કરતાં કરતાં કપરનાહૂમ આવ્યા.
ઈસુ જીવનની રોટલી
25પછી દરિયાની ઓલે પાર તેઓએ એને મળીને પુછયું કે, “રાબ્બી એટલે ગુરુ તુ આયા ક્યારે આવ્યો?” 26ઈસુએ તેઓને જવાબ કીધું કે, હું તમને હાસે હાસુ કવ છું કે, તમે સમત્કારીક નિશાની જોય, ઈ હાટુ તમે મને ગોતતા નથી, પણ તમે રોટલી ખાયને ધરાણા ઈ હાટુ ગોતો છો. 27જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે. 28તઈ તેઓએ પુછયું કે, “અમે પરમેશ્વરનાં કામ કરી ઈ હાટુ અમારે શું કરવુ જોયી?” 29ઈસુએ તેઓને કીધું કે, “જેને એણે મોકલ્યો છે એની ઉપર તમે વિશ્વાસ કરો, ઈજ પરમેશ્વરનું કામ છે.” 30તેઓએ એને કીધું કે, “તુ કેવી સમત્કારી નિશાની દેખાડ છો કે, ઈ જોયને અમે તારી ઉપર વિશ્વાસ કરી? તુ શું કામ કરે છે? 31અમારા વડવાઓએ તો વગડામાં માન્‍ના ખાધું જેમ લખેલુ છે કે, એને આભમાંથી તેઓને ખાવા હાટુ રોટલી આપી.” 32તઈ ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, ઈ રોટલી મુસાએ સ્વર્ગમાંથી તમને આપી નથી પણ સ્વર્ગમાંથી જે હાસી રોટલી આવે છે ઈ મારો બાપ તમને આપે છે. 33કેમ કે સ્વર્ગમાંથી ઉતરીને જે જગતને જીવન આપે છે, ઈ પરમેશ્વરની રોટલી છે.” 34તઈ તેઓએ ઈસુને કીધું કે, “ગુરુ, ઈ રોટલી સદાય અમને આપતા રેજો.”
35ઈસુએ તેઓને કીધું કે, “જીવનની રોટલી હું છું. જે મારી પાહે આયશે એને હું ભૂખ નય લાગે જે મારી ઉપર વિશ્વાસ કરે છે, એને કોયદી તરસ નય જ લાગે. 36પણ મે તમને કીધું કે, તમે મને જોયો છે, તો પણ વિશ્વાસ નથી કરતા. 37બાપ મને જે દેય છે ઈ બધુય મારી પાહે આયશે જે મારી પાહે આયશે એને હું એને કાઢી નય મુકુ. 38કેમ કે હું મારી પોતાની ઈચ્છા નય, પણ જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા પુરી કરવા સ્વર્ગમાંથી ઉતરયો છું 39આ જેણે મને મોકલ્યો છે એની ઈચ્છા છે કે, હું જેઓએ મને આપ્યુ છે તેઓમાંથી એકયને પણ ખોવ નય, છેલ્લે દિવસે એને હું પાછો જીવતો કરય. 40કેમ કે, મારા બાપની ઈચ્છા ઈ છે કે, જે કોય દીકરાને જોયને એની ઉપર વિશ્વાસ કરશે એને અનંતકાળનું જીવન મળશે, એને છેલ્લા દિવસે હું એને પાછો જીવતો ઉઠાડય.”
41ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ ઈસુ વિષે કચ કચ કરી કેમ કે, એને કીધું કે, “સ્વર્ગમાંથી ઉતરેલી રોટલી હું છું” 42તેઓએ કીધું કે, “યુસફનો દીકરો, ઈસુ જેના માં બાપને અમે ઓળખી છયી ઈ શું ઈજ નથી? તઈ ઈ હમણાં ઈ કેમ કેય છે કે, હું સ્વર્ગમાંથી ઉતરયો છું?” 43ઈસુએ તેઓને જવાબ દીધો કે, અંદરો અંદર કચ કચ નો કરો. 44જે મારા બાપે મને મોકલ્યો છે એના ખેસા વિના કોય માંણસ મારી પાહે આવી હકતો નથી અને છેલ્લે દિવસે હું ઈ લોકોને પાછા જીવતા કરય.
45આગમભાખીયાની સોપડીમા એમ લખેલુ છે કે, “તેઓ સઘળા પરમેશ્વરથી શિખેલા થાહે, જે કોય બાપની પાહેથી હાંભળીને શીખ્યો છે, ઈ મારી પાહે આવે છે. 46હું પરમેશ્વર તરફથી આવ્યો છું, અને એક ખાલી છું જેણે મારા બાપને જોયો છે. બીજા કોયે પણ એને જોયો નથી.” 47હું તમને હાસે હાસુ કવ છું કે, “જે વિશ્વાસ કરે છે, એને અનંતકાળનું જીવન છે.
48જીવનની રોટલી હું છું. 49તમારા વડવાઓએ વગડામાં માન્‍ના ખાધું, અને તેઓ મરી ગયા. 50જે રોટલીની વિષે હું કવ છું, ઈ સ્વર્ગમાંથી ઉતરે છે અને જે એને ખાય છે, ઈ નથી મરતા. 51હું જીવતી રોટલી છું જે સ્વર્ગમાંથી ઉતરી છે, જો કોય માણસ આ રોટલી ખાય તો ઈ અનંતજીવન મેળવે છે. આ રોટલી મારો દેહ છે. હું મારો દેહ આપય જેથી જગતના લોકો જીવન મેળવી હકે.”
52ઈ હાટુ યહુદી લોકોના આગેવાનોએ અંદરો અંદર વાદ-વિવાદ કરતાં કીધું કે, “આ માણસ પોતાનુ માંસ આપણને ખાવાને કેવી રીતે આપી હકે?” 53તઈ ઈસુએ તેઓએ કીધું કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જો તમે માણસના દીકરાનું માંસ ખાવું નય એનુ લોહી પીવું નય, તો તમારામાં જીવન નથી. 54જે કોય મારૂ માંસ ખાય અને લોહી પીવે છે, એને અનંતકાળનું જીવન છે, છેલ્લે દિવસે હું તેઓને પાછા જીવતા કરય. 55કેમ કે મારું માંસ ખરેખર ખાવાનું છે મારું લોહી ખરેખર પીવાનું છે. 56જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીય છે, ઈ મારામાં રેય છે અને હું એનામા રવ છું 57જેમ જીવતા બાપે મને મોકલ્યો છે અને હું બાપની આશરે જીવું છું, એમ જ જે મને ખાય છે, ઈ પણ મારા આશરે જીવું છે. 58જે રોટલી સ્વર્ગમાંથી ઉતારી ઈ એવી છે જેને વડવાઓ ખાયને મરી ગયા આ એવી નથી, આ રોટલી જે ખાય છે ઈ સદાય જીવતો રેહે છે.” 59ઈસુએ કપરનાહૂમના યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતા આ વાત કીધી.
અનંતજીવનના શબ્દો
60ઈ હાટુ એના ચેલાઓમાંના ઘણાયે ઈ હાંભળીને કીધું કે, “આ શિક્ષણ કઠણ છે, ઈ પણ અપનાવી હકે.” 61પણ મારા ચેલાઓ ઈ વિષે કચ કચ કરે છે ઈ ઈસુએ પોતાના મનમા જાણીને તેઓને કીધું કે, શું ઈ તમને ઠોકર ખવડાવે છે? 62તઈ માણસનો દીકરો જ્યાં પેલા હતો ન્યા જો એને પાછો સડતો જોવો તો તમે શું કેહો? 63આત્મા જ જીવન આપે છે જે કોયને સદાય હાટુ જીવાડી હકે છે, માણસનો સ્વભાવ આ વાતમાં મદદ નથી કરતો. મે જે તારી પાહેથી શીખ્યું છે ઈ આત્માની વિષે, અને તેઓએ તને અનંતકાળ હાટુ બતાવ્યો. 64પણ તમારામાના કેટલાક અવિશ્વાસ કરતાં નથી કેમ કે, કોણ અવિશ્વાસીઓ છે, કોણ એને દગાથી પકડાયશે, ઈ ઈસુને પેલાથી ખબર હતી. 65પછી ઈસુએ કીધું કે, “ઈ કારણથી તમને કીધું કે, બાપ તરફથી એને આપવામાં આવું નો હોય તો ઈ મારી પાહે આવી હકતો નથી.”
66આ વાત હાંભળીને એના ચેલામાંના ઘણાય પાછા વયા ગયા. તઈ પછી એની ભેગા હાલ્યા નય. 67ઈ હાટુ ઈસુએ બાર ચેલાઓને પુછયું કે, “શું તમે પણ વયા જાવા માગો છો?” 68સિમોન પિતરે ઈસુને જવાબ દીધો કે, “પરભુ અમે કોની પાહે જાયી? અનંતકાળના જીવનની વાતો તો તારી પાહે છે. 69અમે વિશ્વાસ કરયો છે કે ખબર છે કે, પરમેશ્વરનો પવિત્ર માણસ ઈ તુ જ છે.” 70ઈસુએ તેઓને જવાબ દીધો કે, શું મે તમને બારેયને ગમાડયા નોતા? પણ તમારામાંનો એક શેતાનની કાબુમાં છે. 71ઈસુ સિમોનના દીકરા યહુદા ઈશ્કારિયોત વિષે વાત કરતો હતો. યહુદા બાર ચેલાઓ માંનો એક હતો. છતાં પણ યહુદા ઈસુને પકડાવી દેનારો હતો.

Marker

Del

Kopier

None

Vil du ha høydepunktene lagret på alle enhetene dine? Registrer deg eller logg på

Video om યોહાન 6