લૂક 24

24
ઈસુનું પાછુ જીવતા ઉઠવું
(માથ્થી 28:1-10; માર્ક 16:1-8; યોહ. 20:1-10)
1અઠવાડીયાનાં પેલા દિવસે વેલી હવારે જે સુગંધી વસ્તુઓને તેઓએ તૈયાર કરી હતી, ઈ બાયુ કબર ઉપર આવી. 2ઈ બાયુએ કબરના મોઢાં ઉપરથી પાણો ગબડાવી દીધેલો જોયો. 3ઈ બાયુ અંદર ગયુ પણ તેઓએ પરભુ ઈસુની લાશને ભાળી નય. 4ઈ બાયુ આમ થાવા વિષે હમજી હકી નય, અને ઘુસવણમાં પડી ગયુ તઈ બે માણસ ઉજળા લુગડા પેરેલા દેખાણા, અને તેઓની હામે ઉભેલા જોયા. 5તેઓએ બીયને જમીન હુધી પોતાના માથા નમાવ્યાં, તઈ તેઓએ ઈ બાયુને કીધું કે, “મરેલામાં જીવતાને કેમ ગોતો છો?” 6ઈ આયા નથી, પણ મરણમાંથી ઉઠયો છે, યાદ કરો કે ઈ ગાલીલમાં હતો તઈ તેઓએ તમને શું કીધું હતું? 7માણસનો દીકરો પાપીયોના હાથમાં પકડાવી દેવાહે અને વધસ્થંભ ઉપર સડાવી દેહે, અને મરેલામાંથી ઈ ત્રીજા દિવસે પાછો જીવતો ઉઠશે. 8બાયુને જે ઈસુએ કીધું હતું ઈ યાદ રાખ્યું. 9અને બાયુ કબર પાહેથી આવીને અગ્યાર ચેલાઓને, અને બધાય લોકોને ઈ બધીય વાત કીધી. 10હવે બાયુએ જે આ વાત ગમાડેલા ચેલાઓને કીધી હતી ઈ મરિયમ જે મગદલા શહેરની હતી, યોહાન, યાકુબની માં મરિયમ અને તેઓની હારે બીજી બાયુ હતી. 11પણ ગમાડેલા ચેલાઓને આ શબ્દો નકામી વાતોની જેવા લાગયા, અને તેઓએ ઈ બાયુ ઉપર વિશ્વાસ નો કરયો. 12તઈ પિતર ઉભો થયને કબરે ધોડીને પુગ્યા, અને નમીને અંદર જોયુ, તો એમા ખાલી મખમલનું ખાપણ પડેલુ જોયું, અને જે થયુ હતું, ઈ જોયને એને નવાય લાગતા, ઈ પોતાના ઘરે પાછો વયો ગયો.
એમ્મોસના મારગે જાતા
(માર્ક 16:12-13)
13ઈજ દિવસે ઈસુના બે ચેલામાંના એમ્મોસ નામના એક ગામમાં જાતા હતાં, જે યરુશાલેમથી લગભગ અગ્યાર કિલોમીટર આઘો હતો. 14તેઓ ઈસુની વિષે જે થયુ હતું ઈ બધીય વાતુ વિષે એકબીજા હારે વાત કરતાં હતા. 15જઈ આ બાબત વિષે તેઓ અંદરો અંદર વાત સીત અને પૂછ પરછ કરતાં હતાં, તઈ ઈસુ પોતે તેઓની નજીક આવીને, એની હારે હાલતો થયો. 16પણ પરમેશ્વરે એને ઓળખવા દીધા નય. 17ઈસુએ તેઓને કીધું કે, “તમે હાલતા હાલતા એકબીજાની હારે શું વાતો કરો છો?” તેઓ ઉદાસ થયને ઉભા રયા. 18ઈ હાંભળીને, એનામાંથી ક્લીયોપાસ નામનો એક માણસને કીધું કે, લગભગ યરુશાલેમમાં તુ એકલોજ એવો માણસ છે; જે નથી જાણતો કે, પાછલા દિવસોમાં હું થયુ છે. 19એણે તેઓને પુછયું કે, “ક્યા બનાઓ?” તેઓએ જવાબ દીધો કે, “ઈ વાતો જે ઈસુ હારે થય, એક માણસ ઈસુ નાઝારી જે આગમભાખીયો હતો. પરમેશ્વરે એણે મહાન સમત્કારો કરવા હાટુ અને હારા હમાસારનું શિક્ષણ આપવા લાયક બનાવ્યો છે. અને લોકોએ વિસારયું કે, ઈ અદભુત હતું. 20પણ અમારા મુખ્ય યાજકોએ અને આગેવાનોએ ઈસુને મોતની સજાની હાટુ હોપી દીધો અને એને વધસ્થંભે સડાવવામાં આવ્યો. 21પણ અમને આશા હતી કે, ઈ ઈઝરાયલ દેશના લોકોને તારણ આપશે, અને આ બધીય વાતો કરતાં આ બધો બનાવ બન્યો, આ એનો આજ ત્રીજો દિવસ થયો. 22અને અમારા સમુહમાં કેટલીક બાયુઓએ અમને નવાય પામવા જેવી વાત કરી છે, જે હવારે ઈ કબર પાહે ગય હતી. 23અને તેઓએ ન્યા એના લાશને જોય નય, એટલે આવીને કીધું કે, તેઓએ સ્વર્ગદુતોના દર્શન જોયા, અને તેઓએ કીધું કે, ઈસુ જીવતો છે. 24તઈ અમારી હારેના સમૂહમાંથી, થોડાક લોકો કબર પાહે ગયા, અને જેમ બાયુએ કીધું હતું કે, એવુ જ જોયું; પણ ઈસુને જોયો નય.” 25ઈસુએ તેઓને કીધું કે, “ઓ મુરખાઓ! તમે જે આગમભાખીયાઓએ મસીહ વિષે લખ્યું છે ઈ વિષે વિશ્વાસ કરવામા બોવ ધીમા છો. 26તમે ખરેખર આ જાણ્યું હશે કે, આ જરૂરી હતું કે, મસીહ હાટુ આ બધીય વાતોમાં દુખ ઉઠાવીને મરવું પડશે, અને પછી એના મહિમાવાન સ્વર્ગીય ઘરમાં જાહે.” 27પછી ઈસુએ આખા શાસ્ત્રમાંથી મુસાની સોપડીમાથી શરુઆત કરીને બધાય આગમભાખીયાઓના લખાણોમાં પોતાના વિષે જે જે કીધું છે ઈ તેઓને હમજાવુ.
28એટલામાં તેઓ ઈ ગામની નજીક પુગીયા, જ્યાં તેઓ જાતા હતાં, અને ઈસુએ એવુ દેખાડયું કે, ઈ આગળ જાવા માગે છે. 29પણ તેઓ એને રોકવા ઈચ્છતા હતાં કે, “અમારી હારે રેય કેમ કે, દિવસ હવે ઘણોય આથમી ગયો છે, અને રાત થાવા આવી છે.” જેથી ઈસુ તેઓની હારે અંદર રેવા ગયો. 30જઈ ઈસુ એની હારે નીસે જમવા બેઠો, અને રોટલીઓ લયને પ્રાર્થના કરી, અને તેઓને તોડીને આપવા લાગ્યો. 31તઈ તેઓની આખું ખુલી ગય, અને ઈસુ તેઓની નજરથી અસાનક વયો ગયો. 32તેઓએ એકબીજાને કીધું કે, “જઈ ઈ મારગમાં આપડી હારે વાત કરતો હતો; અને શાસ્ત્રનાં અરથ અમને હમજાવતો હતો, તો તઈ શું આપડા હૈયામાં ઉમગ નય ઉત્પન્ન થાય?” 33પછી તેઓ તરત જ ઉઠીને, યરુશાલેમમાં પાછા વયા ગયા, અને અગ્યાર ચેલાઓ અને તેઓના મિત્રોને ભેગા જોયા. 34તેઓએ કીધું કે, “પરભુ ખરેખર મોતમાંથી જીવતા ઉભા થયા છે, અને ઈ સિમોન પિતરને દેખાણા છે.” 35પછી તેઓએ મારગમાં જે થયુ અને રોટલી તોડતા તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યો ઈ વિષે વાતો પણ કરી.
ઈસુએ ચેલાઓને દર્શન દીધા
(માથ્થી 28:16-20; માર્ક 16:14-18; યોહ. 20:19-23; પ્રે.કૃ 1:6-8)
36જઈ તેઓ હજી વાત કરતાં હતાં, અને એટલામાં જ ઈસુ તેઓની વસે પરગટ થયો, અને ઈસુએ તેઓને કીધું કે, “પરમેશ્વર તમને શાંતિ આપે!” 37પણ તેઓ ગભરાયા અને બીય ગયા, અને તેઓને એમ લાગ્યું કે, અમે ભૂતને જોયી છયી. 38પણ ઈસુએ તેઓએ કીધું કે, “તમે શું કામ બીવો છો? અને તમે મનમા શંકા શું કામ કરો છો? 39મારા હાથ-પગને જોવો, હું ઈ જ છું; મને અડીને જોવો કેમ કે, ભૂતને માસ અને હાડકા નથી હોતા જેવું તમે મારામાં જોવ છો.”
40ઈસુએ તેઓને આમ કીધા પછી એણે તેઓને પોતાના હાથ અને પગોના ઘા બતાવ્યા. 41જઈ હરખથી તેઓને વિશ્વાસ નોતો થયો કે, ઈસુ જીવતો હતો, અને નવાય પામતા હતાં, તઈ એણે તેઓને પુછયું કે, “શું તમારી પાહે ખાવાનું કાય પડયું છે?” 42તેઓએ એને સેકેલી માછલીનો ટુકડો આપ્યો. 43ઈસુએ ઈ લયને તેઓની હામે ખાધું. 44પછી ઈસુએ તેઓને કીધું કે, “હું તમારી હારે હતો, તઈ મે ઈ વાતો તમને કીધી હતી કે, જે મુસાના શાસ્ત્રમાં અને આગમભાખીયાની સોપડીમા અને ગીતશાસ્ત્રમાં મારી વિષે લખ્યું છે ઈ બધુય પરમેશ્વર પુરું કરશે.” 45પછી ઈસુએ શાસ્ત્રમા જે એની વિષે લખેલુ છે ઈ તેઓને હમજાવા હાટુ મદદ કરી. 46અને ઈસુએ પાહે આવીને તેઓને કીધું કે, “શાસ્ત્રોમાં આ લખેલુ છે કે, મસીહને દુખ સહન કરવુ, અને ત્રીજા દિવસે મરણમાંથી પાછુ જીવતું થાવું, 47અને યરુશાલેમથી લયને બધીય બિનયહુદીઓમાં પસ્તાવાનો, અને પાપોની માફીઓનો પરચાર ખાલી એના નામથી કરવામા આયશે. 48આ બધીય વાતના સાક્ષીઓ તમે છો. 49અને હું પોતે જ પવિત્ર આત્મા તમારી ઉપર મોકલીશ, જે વાયદો મારા બાપે કરયો છે, પણ તમારે ન્યા હુધી શહેરમાં રાહ જોવી પડશે કે, જ્યાં હુધી તમને સ્વર્ગમાંથી સામર્થ નય આપવામાં આવે.”
ઈસુનું સ્વર્ગ જવું
(માર્ક 16:19-20; પ્રે.કૃ 1:9-11)
50પછી ઈસુ ચેલાઓને શહેર બારે બેથાનિયા નજીક બારે લય ગયો, અને પોતાના હાથ ઊંસા કરીને તેઓને આશીર્વાદ આપ્યા; 51ઈસુ એના ચેલાઓને આશીર્વાદ દેતો હતો એટલામાં ઈ તેઓથી નોખો થય ગયો અને સ્વર્ગમા લય લીધો. 52તઈ તેઓએ ઈસુનું ભજન કરીને, બોવ હરખથી યરુશાલેમમાં પાછા વળા . 53અને ચેલાએ બધો વખત લગાતાર પરમેશ્વરની સ્તુતિ કરતાં મંદિરમાં રયા.

Marker

Del

Kopier

None

Vil du ha høydepunktene lagret på alle enhetene dine? Registrer deg eller logg på