ઈ હાટુ કે જેથી મે પણ તારી પાહે આવવા લાયક પોતાને ગણ્યો નય, પણ તું ખાલી મોઢાથી શબ્દ બોલી દે, તોય મારો સેવક હાજો થય જાહે. હું પણ બીજા અધિકારીના આધીનનો માણસ છું, અને સિપાય મારી આધીન છે, જઈ હું એકને કવ કે તું જા તો, ઈ જાય છે, અને બીજાને કવ કે, આવ તો ઈ આવે છે, અને જઈ હું મારા ચાકરને કવ કે, આ કર, તો ઈ એવુ કરે છે. ઈસુ ઈ હાંભળીને નવાય પામ્યો અને વાહે આવનારાઓને કીધુ કે, “હું તમને હાસુ કવ છું કે, મેં આખાય ઈઝરાયલ દેશના લોકોમાં પણ એક એવો માણસ નથી જોયો, જે બિનયહુદીની જેમ મારા ઉપર વિશ્વાસ કરે છે.”