તેઓએ ઈસુ ઉપર વિશ્વાસ નો કરયો ઈ હાટુ એણે પોતાનો હાથ થોડાક લોકો ઉપર મુકીને ઈ માંદાઓને હાજા કરયા, એની સિવાય ઈ ન્યા બીજો કોય સમત્કાર કરી નો હક્યો. અને ઈસુ તેઓના અવિશ્વાસ ઉપર નવાય પામ્યો, એની પછી, ઈસુ આજુ-બાજુના ગામડામાં ગયો અને લોકોને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસારનો પરચાર કરતો ફરયો.