ઈસુએ એને કીધુ છે કે, “મેલી આત્મા, આ માણસમાંથી બારે નીકળી જા!” તઈ એણે મોટી રાડ પાડીને કીધુ કે, “ઈસુ સર્વશક્તિશાળી પરમેશ્વરનાં દીકરા, તારે મારી હારે શું કામ છે? પરમેશ્વરનાં નામનો વાયદો કર કે, તુ મને દુખ આપય નય.” ઈસુએ એને પુછયું કે, તારું નામ શું છે? એણે ઈસુને જવાબ દીધો કે, અમારું નામ સેના છે કેમ કે, અમે ઘણાય બધા છયી.