Logoja YouVersion
Ikona e kërkimit

ઉત્પત્તિ 28

28
યાકોબ વતનમાં જાય છે
1તેથી ઇસ્હાકે યાકોબને બોલાવીને તેને આશિષ આપીને આજ્ઞા કરી કે, “તું કોઈ કનાની સ્ત્રી સાથે લગ્ન કરીશ નહિ. 2તું જલદી તારી માતાના પિતા બથુએલને ત્યાં મેસોપોટેમિયા જા અને તારા મામા લાબાનની પુત્રીઓમાંથી કોઈની સાથે લગ્ન કર. 3સર્વસમર્થ ઈશ્વર તને આશિષ આપો, તને સંતાનો આપો અને તારા વંશજોની એવી વૃદ્ધિ કરો કે તારામાંથી અનેક કુળો પેદા થાય. 4ઈશ્વર તને અને તારા વંશજોને અબ્રાહામના જેવી આશિષ આપો; જેથી ઈશ્વરે અબ્રાહામને આપેલો આ દેશ જેમાં તું વસતો ફરે છે તેનો તું કબજો મેળવે!”#ઉત. 17:4-8. 5એમ કહીને ઇસ્હાકે યાકોબને વિદાય કર્યો અને તે અરામી બથુએલના પુત્ર લાબાન એટલે એસાવ અને યાકોબની મા રિબકાના ભાઈને ઘેર મેસોપોટેમિયા ચાલ્યો ગયો.
એસાવ બીજી પત્ની કરે છે
6હવે એસાવે જોયું કે ઇસ્હાકે યાકોબને આશિષ આપીને તેને લગ્ન માટે મેસોપોટેમિયા મોકલી આપ્યો છે અને તેને આશિષ આપતી વખતે આજ્ઞા કરી છે કે, ‘તારે કોઈ કનાની સ્ત્રી સાથે લગ્ન કરવાં નહિ,’ 7અને યાકોબ પોતાનાં માતપિતાની આજ્ઞા માની મેસોપોટેમિયા ગયો છે. 8તેથી એસાવને ખ્યાલ આવી ગયો કે તેના પિતા ઇસ્હાકને કનાની સ્ત્રીઓ ગમતી નથી. 9એટલે તે અબ્રાહામના પુત્ર ઇશ્માએલ પાસે ગયો અને પોતાની પત્નીઓ ઉપરાંત ઇશ્માએલની પુત્રી, નબાયોથની બહેન માહાલાથ સાથે લગ્ન કર્યાં.
યાકોબનું સ્વપ્ન
10યાકોબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો. તે એક સ્થળે આવી પહોંચ્યો અને રાત ગાળવા ત્યાં જ રોક્યો. 11કારણ, સૂર્ય આથમી ગયો હતો. તેણે ત્યાંથી એક પથ્થર લઈને માથા નીચે મૂક્યો અને તે ત્યાં જ સૂઈ ગયો. 12તેને એક સ્વપ્ન આવ્યું: તેણે પૃથ્વી પર ઊભી કરાયેલી એક સીડી જોઈ. તેની ટોચ આકાશ સુધી પહોંચેલી હતી અને ઈશ્વરના દૂતો તેના પર ચડતા ઊતરતા હતા.#યોહા. 1:51. 13તેના પર#28:13 ‘તેના પર’ અથવા ‘તેની પાસે.’ પ્રભુ ઊભેલા હતા. તેમણે કહ્યું, “હું યાહવે, તારા પિતા અબ્રાહામનો અને ઇસ્હાકનો ઈશ્વર છું. તું જે જમીન પર સૂતો છે તે હું તને અને તારા વંશજોને આપીશ.#ઉત. 13:14-15. 14પૃથ્વીની રજકણ જેટલા તારા વંશજો થશે અને તારો વંશ પૂર્વમાં અને પશ્ર્વિમમાં તેમ જ ઉત્તરમાં અને દક્ષિણમાં ફેલાશે અને તારા દ્વારા અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓ આશિષ પામશે.#28:14 ‘તારા દ્વારા....આશિષ પામશે.’ અથવા ‘મેં તને અને તારા વંશજોને આશિષ આપી છે’ તે પ્રમાણે તેમને આશિષ આપવા પૃથ્વીની બધી પ્રજાઓ મને વિનવશે.#ઉત. 12:3; 22:18. 15જો, હું તારી સાથે છું, અને તું જ્યાં કહીં જશે ત્યાં હું તારું રક્ષણ કરીશ અને તને આ દેશમાં પાછો લાવીશ. મેં તને જે વચન આપ્યું છે તે પૂરું કર્યા વિના હું તને મૂકી દઈશ નહિ.” 16ત્યારે યાકોબ ઊંઘમાંથી જાગી ઊઠયો અને બોલ્યો, “પ્રભુ જરૂર આ સ્થળે છે, પણ મને તેની ખબર નહોતી.” 17તેને બીક લાગી અને તે બોલ્યો, “આ કેવું ભયાનક સ્થળ છે! આ તો ઈશ્વરનું ઘર છે! આ તો સ્વર્ગનું દ્વાર છે!”
18પછી યાકોબ વહેલી સવારે ઊઠયો અને તેણે જે પથ્થર માથા નીચે મૂક્યો હતો તે લઈને સ્તંભ તરીકે ઊભો કર્યો અને તેના પર તેલ રેડયું. 19તેણે તે સ્થળનું નામ બેથેલ (ઈશ્વરનું ઘર) પાડયું. અગાઉ એ શહેરનું નામ લુઝ હતું. 20પછી યાકોબે માનતા લીધી કે, “જો ઈશ્વર મારું રક્ષણ કરશે અને મને ખાવાને અન્‍ન અને પહેરવાને વસ્ત્રો આપશે, 21ને જો હું સહીસલામત મારા પિતાને ઘેર પાછો આવીશ તો પ્રભુ મારા ઈશ્વર થશે. 22વળી, આ પથ્થર જે મેં સ્તંભ તરીકે ઊભો કર્યો છે તે ઈશ્વરનું ઘર બનશે. વળી, તે જે કંઈ મને આપશે તે બધાનો દસમો ભાગ હું તેમને અવશ્ય આપીશ!”

Aktualisht i përzgjedhur:

ઉત્પત્તિ 28: GUJCL-BSI

Thekso

Ndaje

Copy

None

A doni që theksimet tuaja të jenë të ruajtura në të gjitha pajisjet që keni? Regjistrohu ose hyr