Logoja YouVersion
Ikona e kërkimit

લુક 21

21
વિધવા બાયે હાચ્ચાં દાન
(માર્ક 12:41-44)
1ઈસુ દેવાળા દાનપેટી હામ્મે બોહીન એએયા કોએ, કા ધનવાન લોક દેવાળા દાનપેટીમાય કેહેકેન પોયહા ટાકતાહા. 2એને ચ્યેજ સમયે યોક ગોરીબ વિધવા બાઈ યેયન બેન દોમડયો, જ્યો બેન સિક્કા હેય, બેન વાહના તાંબા સિક્કો ટાકતા દેખ્યા. 3એને આંય, “તુમહાન હાચ્ચી વાત આખતાહાવ કા દેવાળા દાનપેટીમાય પોયહા ટાકનારાહા માઅને ચ્યે ગોરીબ વિધવા બાઈ બિજા બોદહા કોઅતા વોદારે દાન ટાક્યા. 4જ્યા મિલકાતવાળા હેય ચ્યાહાય કેવળ ચ્યામાઅને દેનલા હેય, જ્યાલ ચ્યાહાન જરુરી નાંય આતા, બાકી ઈ વિધવા ગોરીબ હેય એને યેય જીં બોદા કાય દેના જીં ચ્યેપાય આતા, ચ્યા બોદા પોયહા ટાકી દેના જ્યાહાલ તી પોતે જરુરી વસ્તુ લાંહાટી ઉપયોગ કોઇ હોકતી.”
દુનિયા સેવાટલ્યો નિશાણ્યો
(માથ્થી 24:1-14; માર્ક 13:1-13)
5કોલહાક લોક દેવાળા બારામાય વાત કોઇ રીઅલા આતા, કા કોલાં હારાં દોગાડાકોય એને બેટે હારી વસ્તુ કોઇન સોબા કોઅલી હેય. 6તોવે ઈસુવે આખ્યાં, “ઓહડા દિહી યી, જ્યામાય તુમા ઈ બોદા એઅતાહા, ચ્યાહામાઅને ઈહીં યોકબી દોગાડ પોતે જાગાવોય નાંય છોડી, ચ્યા બોદા નાશ કોઇ દી.”
7તોવે ચ્યાહાય ચ્યાલ પુછ્યાં કા “ગુરુજી, ઈ કોદહી બોની? એને ઈ બોદા બોનતાં લાગે ચ્યા કાય ચિન્હ હેય?” 8ઈસુવે ચ્યાહાન આખ્યાં, “હાચવીન રોજા કા તુમહાન કાદો નાંય છેતરે. બોજ લોક મા નાંવા કોઇન યી, ચ્યે આખી, આંય ખ્રિસ્ત હેતાઉ, યાહાટી, ‘સમય પાહે યેય ગીયહો’ ચ્યાહા પાહલા તુમા મા ચાલી જાતે. 9બાકી જોવે તુમા લોડાઈ, એને લોડાયેહે વાતો કોઅતા વોનાયાહા, તોવે મા ગાબરાયાહા; કાહાકા ઈ ઓઅનારાંજ હેય, બાકી દુનિયા છેવાટ તારાત નાંય ઓઅરી.”
10એને પાછે આખ્યાં, “બિજ્યે જાત્યેવોય જાત એને યોકા દેશા લોક બિજા દેશાઆરે લોડી. 11મોઠા-મોઠા દોરતીકંપ ઓઅરી, જાગે-જાગે દુકાળ એને માહામારી યી, એને આકાશામાય ભયંકર વાતો એને મોઠે-મોઠે ચિન્હ ઓઅરી. 12ઈ બોદા ઓઅતા લાગી ચ્યા પેલ્લા, તુમા મા શિષ્ય હેય યાહાટી ચ્યા તુમહાન દોઇન આબદામાય પાડતા લાગી, ચ્યા સોબાયે ઠિકાણે તુમહે વિરુદ કોઅરી, તુમહાન કોચર્યેમાય ટાકી, એને તુમહાન મા લીદે સરકારા, એને રાજહા આગલા ઉબા કોઅરી કા તુમહે ન્યાય કોએ. બાકી ચ્યા પરિણામ, તુમા ચ્યાહાન મા બારામાય હારી ખોબાર આખી હોકહા. 13તોદિહી તુમહાન ખુશ ખોબાર વાત આખના તોક મિળી. 14એને ઈ વાત તુમા નોક્કી જાંઆઈ લીયા કા ચ્યાહાન કાય જાવાબ દેઅના ચ્યા ચિંતા નાંય કોઅના. 15કાહાકા આંય તુમહાન ઓહડી વાત એને ઓહડી ઓકાલ દિહી કા તુમહે દુશ્માન તુમહાન ચ્યા કાયબી સામનો નાંય કોઅય હોકી. 16તુમહે આયોહો આબહો, તુમહે બાહા, હોગવાડ્યે, એને હાંગાત્યા, યેજ તુમહાન દોઆડી દી એને ઓલે લોગુ કા કોલહાખાન લોકહાન માઆઇ બી ટાકાડી. 17કાહાકા તુમા મા શિષ્ય હેય યા લેદે, બોદે માઅહે તુમહેઆરે દુશ્માની કોઅરી. 18બાકી તુમહે ટોલપ્યે યોકબી કીહીં નાંય ટાકાય. 19જોવે તુમા ધીરજ રાખી રોહા, તોવેજ તુમહે જીવા બોચાવ ઓઅરી.”
યેરૂસાલેમ શેહેરા નાશ
(માથ્થી 24:15-21; માર્ક 13:14-19)
20“જોવે તુમા યેરૂસાલેમ શેહેરાલ ચોમખીને સૈનિકા કોય ગેરલા એઆ, તોવે જાંઆઈ લીયા કા યેરૂસાલેમ શેહેરા ઉજાડ ઓઅઇ જાઅના સમય યી પોઅચ્યો. 21જ્યા લોક યહૂદીયા વિસ્તારામાય હેય ચ્યાહાન બોચાંહાટી ડોગહાવોય નાહી જાં પોડી. યેરૂસાલેમ શેહેરામાય હેય ચ્યા બાઆ નિંગી જાય, એને ગાવહામાય હેય ચ્યા પાછા ગાવામાય નાંય જાય. 22કાહાકા બોદલો લેઅના દિહી હેતા, તોદિહી જીં પવિત્રશાસ્ત્રમાય લોખલાં હેય, તી બોદા પુરાં ઓઅઇ જાય. 23જ્યો બાયો મોયનાવાળ્યો હેય, એને જ્યો બાયો પાહાહાન દુદ પાજી રિઅલ્યો હેય, ચ્યેહેલ નાહરાં બોજ કોઠાણ પોડી, કાહાકા દેશાવોય બોજ દુઃખ પોડી એને લોકહાન બોજ આબદા પોડી. 24ચ્યાહાન તારવાયે કોઇન માઆઇ ટાકી દેઅરી, એને ચ્ચાહાન ગુલામ બોનાડીન બોદા દેશામાય લેય જાઅરી, એને જાવ લોગુ બિજ્યે જાત્યે સમય પુરો નાંય ઓઅરી, તાંવ લોગુ યેરૂસાલેમ શેહેર ગેર યહૂદીયા લોક યેયન રોય.”
ઈસુવા પાછા યેયના
(માથ્થી 24:29-31; માર્ક 13:24-27)
25દિહી એને ચાંદ એને ચાંદાલાહામાય ચિન્હ દેખાયી, એને દોરતીવોય, બિજ્યે બોદયે જાત્યેમાય લોકહાન આબદા પોડી, કાહાકા ચ્યા દોરિયો ગોગુંરના લેદે એને લાફહા ઉઠના લેદે ગાબરાય જાય. 26એને ગાબરાય ગીઅલા લેદે એને દુનિયામાય ઓઅનારી ઘટના વાટ જોવતા-જોવતા લોકહામાય જીવના તાકાત નાંય રોય, કાહાકા આકાશામાઅને પરાક્રમ આલી જાય. 27તોવે લોક માન, માઅહા પોહાલ સામર્થ્ય એને મહિમાહાતે દોરતી એછે વાદળામાય યેતો દેખી. 28ઈ યો વાતો ઓઅત્યો લાગે, તોવે તુમા હિદા ઓઇન તુમહે ટોલપી ઉચે કોઆ, કાહાકા તુમહે બોચાવ પાહી હેય.
પોરમેહેરા રાજ્ય પાહી યેય ગીયહા
(માથ્થી 24:32-35; માર્ક 13:28-31)
29પાછે ઈસુવે ચ્યાહાન ઓ દાખલો આખ્યો, “અંજીરા જાડ એને બીજે બોદા જાડહાન એઅયા. 30જોવે ચ્યે પીલવાતે મોંડે તોવે તુમહાન ખોબાર પોડહે કા ચોમહા સમય યેય ગીયહો. 31તેહેંજ કોઇન, જોવે ઈ બોદા તુમહાન બોનતાં દેખાય, તોવે તુમહાન ખોબાર પોડી જાં જોજે કા પોરમેહેરા રાજ્ય પાહી યી ગીયા. 32આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, કા ઈ બોદા યે પેડયે લોક તોવેબી જીવતા રોય જોવે ઓહડા બોનાવ બોની. 33આકાશ એને દોરતી નાશ ઓઈ જાય, સાદામાટે નાંય રોય, બાકી માયે જીં આખ્યાહા તી સાદામાટે હાચ્ચાં રોય.
સાદા જાગતા રોજા
34યાહાટી હાચવીન રા, એહેકોય નાંય બોને કા તુમહે મોન હોદથી વદારે ખાઅના પિઅના એને સાકટ્યા, એને યા જીવના ચિંતાકોય દાબાય જાહા, એને તો ન્યાયા દિહી તુમહાવોય ફાંદા હારકો અચાનક યેય પોડી. 35કાહાકા તોદિહી બોદી દોરત્યેવોય રોનારા બોદહાવોય એહકોયજ યે પોડી. 36યાહાટી હાચવીન રોજા, એને ઓઅનારી ઘટનાપાઅને બોચાંહાટી બોજ પ્રાર્થના કોઅતા રોજા, એને આંય માઅહા પોહા હોમ્મે ઉબો રા હાટી પોરમેહેરા પાયરે ગોતી માગા.”
37ઈસુ દિહાર્યો દેવાળામાય હિકાડતો આતો એને રાતી બાઆ નિંગીન જૈતુન નાંવ્યા ડોગાવોય રા આતો. 38એને હાકાળ્યે વેળે કોવાળ્યાં ઉઠીન બોજ લોક ચ્ચા વોનાયા હાટી દેવાળામાય ચ્ચાપાય યેતે આતેં.

Aktualisht i përzgjedhur:

લુક 21: GBLNT

Thekso

Ndaje

Copy

None

A doni që theksimet tuaja të jenë të ruajtura në të gjitha pajisjet që keni? Regjistrohu ose hyr