લૂક 4:5-8
લૂક 4:5-8 KXPNT
પછી શેતાન એને ઉસી જગ્યાએ લય ગયો અને એને એક પળમાં એને જગતના બધાય રાજ્યો દેખાડયા. અને શેતાને કીધુ કે, “હું બધીય મિલકત, અધિકાર અને ગૌરવ તને આપય કેમ કે, આ બધુય મને હોપવામાં આવ્યુ છે, અને હું જેને ઈચ્છું, એને આપી હકુ છું. ઈ હાટુ જો તું મારા પગમાં પડીને મને પરણામ કરય, તો હું આ બધુય તને આપી દેય.” ઈસુએ એને જવાબ દીધો કે, “શાસ્ત્રમાં લખેલુ છે કે, તુ પરભુ તારા પરમેશ્વરને જ પરણામ કર, અને ખાલી એની જ સેવા કર.”