Logoja YouVersion
Ikona e kërkimit

લૂક 4

4
ઈસુનું પરીક્ષણ
(માથ્થી 4:1-11; માર્ક 1:12-13)
1પછી ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થયો, અને યર્દન નદીથી પાછો આવ્યો; અને આત્માના દોરાવ્યા પરમાણે વગડામાં રયો; 2તઈ આત્મા ઈસુને સ્યાલીસ રાત અને દિવસ હાટુ વગડામાં લય જય, અને જઈ ઈ ન્યા હતો ન્યા હુધી શેતાન એનુ પરીક્ષણ કરતો રયો. ઈ દિવસો હુધી ઈસુ વગડામાં હતો અને એણે કાય પણ ખાધુ નોતુ, ઈ હાટુ જઈ સાલીસ દિવસ પુરા થયા તઈ એને બોવ જ ભૂખ લાગી. 3અને શેતાને એને કીધુ કે, “જો તુ પરમેશ્વરનો દીકરો હોય તો, હુકમ કર કે, આ પાણો રોટલી થય જાય.” 4ઈસુએ એને જવાબ દીધો કે, “આમ શાસ્ત્રમાં લખેલુ છે કે, માણસ ખાલી એકલી રોટલીથી જીવશે નય.” 5પછી શેતાન એને ઉસી જગ્યાએ લય ગયો અને એને એક પળમાં એને જગતના બધાય રાજ્યો દેખાડયા. 6અને શેતાને કીધુ કે, “હું બધીય મિલકત, અધિકાર અને ગૌરવ તને આપય કેમ કે, આ બધુય મને હોપવામાં આવ્યુ છે, અને હું જેને ઈચ્છું, એને આપી હકુ છું. 7ઈ હાટુ જો તું મારા પગમાં પડીને મને પરણામ કરય, તો હું આ બધુય તને આપી દેય.” 8ઈસુએ એને જવાબ દીધો કે, “શાસ્ત્રમાં લખેલુ છે કે, તુ પરભુ તારા પરમેશ્વરને જ પરણામ કર, અને ખાલી એની જ સેવા કર.” 9તઈ શેતાન ઈસુને યરુશાલેમમાં લય ગયો, અને એને મંદિરની ટોસ ઉપર ઉભો રાખીને શેતાને ઈસુને કીધુ કે, “જો તુ પરમેશ્વરનો દીકરો હોય તો પોતાની જાતને નીસે પછાડી દે, 10કેમ કે, એમ પવિત્રશાસ્ત્રમાં લખેલુ છે કે, તારા વિષે પોતાના સ્વર્ગદુતને આજ્ઞા આપશે કે, અને ઈ તને બસાવશે.” 11અને એમ પણ લખ્યું છે કે, “તેઓ તને પોતાના હાથમાં એવી રીતે પકડી લેહે કે, તારા પગને પાણા હારે ઠેહ નો લાગે.” 12ઈસુએ એને જવાબ આપ્યો કે, “શાસ્ત્રમાં ઈ હોતન લખેલુ છે કે, તું પરભુ તારા પરમેશ્વરની પરીક્ષા નો લે.” 13તઈ શેતાન બધાય પરીક્ષણ પુરા કરીને ઘડીકવાર હાટુ એની પાહેથી વયો ગયો.
ઈસુએ ગલીલમાં સેવા શરુ કરી
(માથ્થી 4:2-17; માર્ક 6:1-6)
14પછી ઈસુ પવિત્ર આત્માના પરાક્રમથી ભરેલો, ગાલીલ જિલ્લામાં પાછો આવ્યો; અને એની સરસા આજુ બાજુના બધાય દેશોમાં ફેલાય ગય. 15અને ઈ એના જ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતો રયો, અને બધાય એને માન આપતા હતા.
ઈસુનો નાઝરેથમાં નકાર
(માથ્થી 13:53-58; માર્ક 6:1-6)
16અને ઈસુ નાઝરેથમાં આવ્યો; જ્યાં એનુ પાલન પોષણ કરવામા આવ્યું હતું; અને પોતાની રીત પરમાણે વિશ્રામવારના દિવસે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જયને ઈ શાસ્ત્રમાંથી વાસવા હારું ઉભો થયો, 17યશાયા આગમભાખીયાની સોપડી એને આપવામાં આવી, અને એણે સોપડી ઉઘાડીને, આ ભાગ કાઢયો જ્યાં ઈ લખેલુ હતું: 18“પરભુનો આત્મા મારા ઉપર છે, કેમ કે, ગરીબો આગળ હારા હમાસાર પરગટ કરવા હારું એણે મારો અભિષેક કરયો છે, અને બન્દીવાનોને છુટકરો અને આંધળાઓને આખું આપવાનું જાહેર કરવા, દુખી લોકોને છોડાવવા, 19અને પરભુની કૃપાના વરહની પરચાર કરવા હાટુ એને મને મોકલ્યો છે.”
20તઈ એણે સોપડી બંધ કરીને સેવકને પાછી હાથમાં આપીને ઈસુ બેહી ગયો, અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બધાય ધ્યાનથી એના ઉપર જોય રયા હતા. 21તઈ ઈ બધાયને કેવા લાગ્યો કે, “આજે આ શાસ્ત્રમા લખેલુ વચન તમારી હામે પુરું થયુ છે.” 22પછી બધાય એની વિષે સાક્ષી આપી એના મોઢામાંથી જે કૃપાની વાતો નીકળી એનાથી આ લોકોએ નવાય પામીને કીધું કે, “ઈ ખાલી યુસફનો જ દીકરો છે” 23ઈસુએ તેઓને કીધું કે, “તમે મને હાસુ ક્યો છો કે, વૈદ તુ પોતાને હાજો કર! જે જે કામો ઈ કપરનાહૂમમાં કરેલા ઈ વિષે અમે હાંભળ્યું છે, એવા કામ આયા તારા પોતાના વતનમાં પણ કર.” 24એણે કીધું કે, હું તમને પાકું કવ છું કે, કોય આગમભાખનારાને પોતાના દેશમાં માન આપતું નથી. 25હું તમને હાસુ કવ છું કે, આગમભાખીયો એલિયાના વખતમાં હાડા ત્રણ વરહ હુધી આભમાંથી વરસાદ નો થયો, અને આખાય ઈઝરાયલ દેશમાં બોવ દુકાળ પડયો, ઈ વખતે ઈઝરાયલ દેશમાં ઘણીય રંડાયેલી હતી. 26એલિયાને ઈઝરાયલ દેશમાં કોય રંડાયેલીના ઘરે મોકલવામાં આવ્યો નોતો, પણ સીદોન શહેરના પાહે સારફતના વિસ્તારમા એક બિનયહુદી વિધવાને ન્યા મોકલવામાં આવ્યો હતો. 27અને એલિશા આગમભાખીયાને વખતમાં ઈઝરાયલ દેશમાં ઘણાય કોઢિયા હતાં, પણ નામાન, સીરીયાવાસી જે યહુદી નતો, એના સિવાય તેઓમાનો કોયને શુદ્ધ કરાયો નોતો. 28ઈ વાત હાંભળીને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં બધાય ખીજાય ગયા. 29તેઓએ ઉઠીને ઈસુને શહેરથી બારે કાઢી મુક્યો, અને તેઓને ડુંઘરા ઉપરથી નીસે પાડી નાખવા હાટુ જે ડુંગર ઉપર એનુ શહેર બાંધેલુ હતું, એની ટોસ ઉપર તેઓ ઈસુને લય ગયા. 30પણ ઈસુ તેઓની વચમાંથી નીકળીને હાલ્યો ગયો.
દુષ્ટાત્મા વળગેળો માણસ
(માર્ક 12:1-28)
31ઈ પછી ઈસુ ગાલીલના કપરનાહૂમ શહેરમાં ગયો, અને બીજા વિશ્રામવારે લોકોને શિક્ષણ આપતો હતો. 32ઈ ઈસુના શિક્ષણથી સોકી ગયા કેમ કે, જેને અધિકાર હોય એમ તેઓને શિક્ષણ આપતો હતો. 33ન્યા યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં એક માણસ જેને મેલી આત્મા વળગેલી હતી, એણે રાડો પાડીને કીધુ કે, 34“અરે, નાઝરેથ નગરવાસી ઈસુ તારે ને મારે શું છે? અમને હેરાન કરવાનો તને શું અધિકાર છે? તુ કોણ છો ઈ હું જાણું છું, એટલે તુ પરમેશ્વરનો પવિત્ર માણસ છે.” 35ઈસુએ મેલી આત્મા વળગેલાને ધમકાવીને કીધું કે, “સૂપ રે! એનામાંથી નીકળી જા.” મેલી આત્મા એને બધાયની વસમાં નાખીને કાય પણ નુકશાન કરયા વગર એનામાંથી નીકળી ગય. 36એનાથી બધાય એવા નવાય પામ્યા કે બધાયે અંદરો અંદર વાત કરી કે, આ ક્યા પરકારનું શિક્ષણ છે? કેમ કે, ઈ અધિકારથી અને પરાક્રમથી મેલી આત્માને હુકમ કરે છે, એટલે ઈ બારે નીકળી જાય છે. 37સ્યારેય બાજુ બધીય જગ્યાએ એના નામની સરસા થાવા મંડી.
ઘણાય લોકો હાજા થયા
(માથ્થી 8:14-17; માર્ક 1:29-34)
38ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાએથી નીકળીને સિમોનના ઘરમાં ગયો, ન્યા સિમોનની હાહુને ખુબજ તાવ આવતો હતો, અને એની બાજુમાં સિમોને ઈસુને વિનવણી કરી. 39ઈસુએ પાહે ઉભા રયને તાવને ધમકાવ્યો, એટલે એનો તાવ મટી ગયો, અને તરત એણે ઉઠીને તેઓને ખાવાનું પીરસ્યું. 40સુરજ ઢળતી વેળાયે, જેઓ જુદા જુદા રોગથી પીડાતા માણસો હતાં, તેઓને ઈસુની પાહે લીયાવ્યા; અને એણે તેઓના માથા ઉપર હાથ મુકીને હાજા કરયા. 41ઘણાયમાંથી મેલી આત્માઓ પણ નીકળી, તેઓ રાડો પાડતા અને કેતા કે, “તુ પરમેશ્વરનો દીકરો છો.” એણે તેઓને બીવડાવ્યા, અને બોલવા દીધા નય કેમ કે, ઈ જાણતા હતાં કે, “ઈ તો મસીહ છે.”
સભાસ્થાનમાં ઈસુનું શિક્ષણ
(માર્ક 1:35-39)
42દિવસ ઉગો તઈ ઈ ન્યાથી નીકળીને ઉજ્જડ જગ્યામાં ગયો, લોકો એને ગોતવા હાટુ એની પાહે આવ્યા, ઈ તેઓની પાહેથી જાય નય, ઈ હાટુ તેઓએ એને રોકી રાખવાની કોશિશ કરી. 43પણ ઈસુએ તેઓને કીધુ, “મારે બીજા નગરમાં હોતન પરમેશ્વરનાં રાજ્યનાં હારા હમાસારનો પરચાર કરવાની જરૂર છે. કારણ કે, ઈ હારું મને મોકલવામાં આવ્યો છે.” 44અને ઈસુ યહુદીયામાં ગાલીલ જિલ્લાના ઘણાય નગરોમાં યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતો રયો.

Aktualisht i përzgjedhur:

લૂક 4: KXPNT

Thekso

Ndaje

Copy

None

A doni që theksimet tuaja të jenë të ruajtura në të gjitha pajisjet që keni? Regjistrohu ose hyr